Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતું અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે – શ્રીમતી રક્ષા ખડસેજી

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે કેન્દ્રિય મંત્રી અને મહારાષ્ટ્રના સાંસદ શ્રીમતી રક્ષા ખડસેજી, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદમાં મુકાયેલા મહિલાઓને સન્માન અને અધિકાર આપતા નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસ અને INDI ગઠબંધને લોકસભામાં પસાર થતું અટકાવ્યું તે અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

શ્રીમતી રક્ષા ખડસેજીએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓને સન્માન અને અધિકાર આપવા માટે લાવવામાં આવેલા ઐતિહાસિક નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતું અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. દેશની મહિલાઓને આશા હતી કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ બિલને સમર્થન આપશે, કારણ કે આ બિલ કોઈ એક પક્ષ માટે નહીં પરંતુ દેશની તમામ મહિલાઓ અને યુવાનોના ભવિષ્ય માટે હતું. સીમાકંન પૂર્ણ થયું હોત તો લોકસભાની બેઠકોમાં વધારો થવાનો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું છે તેમનુ સપનું છે કે એક લાખ સામાન્ય વર્ગના યુવક-યુવતીઓ રાજકારણમાં આવે.

શ્રીમતી રક્ષા ખડસેજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે હંમેશા મહિલાઓના મુદ્દે રાજનીતિ કરી છે. કોંગ્રેસ કહે છે કે અમે મહિલાઓ સાથે છીએ, પરંતુ જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા તક આવી ત્યારે તેમણે સાથ આપ્યો નહીં. તેમણે ઉમેર્યું કે, દેશની મહિલાઓ તેમજ સામાન્ય વર્ગના યુવાનો આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને તેનો યોગ્ય જવાબ આપશે. પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને અંગે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદી મહિલાઓને આગળ રાખીને રાજનીતિ કરે છે એવો તેમનો આક્ષેપ નિરાધાર છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી એ વડાપ્રધાન છે જેમણે 2014 પછી મહિલાઓને સક્ષમ બનાવવા માટે માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર કામ કર્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ઉજ્જ્વલા યોજનાથી 11 કરોડથી વધુ ઘરોમાં ગેસ કનેક્શન મળ્યા છે, જેના કારણે મહિલાઓને ધૂમાડાથી છુટકારો મળ્યો છે, તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી ‘લખપતિ દીદી‘ મિશન દ્વારા લાખો મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં મહિલાઓને 50 ટકા સુધીનું આરક્ષણ આપવામાં આવ્યું છે, જેના પરિણામે મહિલાઓ તાલુકા, જિલ્લા અને નગરપાલિકા સ્તરે મહત્વપૂર્ણ સેવાકીય ભૂમિકા ભજવી રહી છે. તેમ છતાં, લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક માર્ગ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ રોકી દીધો છે. તેમણે ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે બાબા સાહેબે પણ કહ્યું હતું કે કોઈપણ દેશના વિકાસનું માપદંડ મહિલાઓનો વિકાસ હોય છે, અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હંમેશા મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે કહ્યું કે ઘણી શરમજનક વાત છે કે કોંગ્રેસે આ મુદ્દે પણ રાજનીતિ કરી છે, અને હજારો મહિલાઓનું લોકસભા અને વિધાનસભામાં પહોંચવાનું સ્વપ્ન તોડ્યું છે. અંતમાં તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોને ટાંકતા જણાવ્યું કે, અમે અટકવાના નથી, અમે મહિલાઓને તેમના અધિકાર આપવા અમારી લડાઈ ચાલુ રાખીશું અને ભવિષ્યમાં પ્રયત્ન કરીશું કે દેશની મહિલાઓ અને યુવાનો લોકસભા અને વિધાનસભામાં પહોંચે.

Related posts

અમદાવાદમાં ‘નૉલેજ સીકર્સ ટોક શો’નું સફળ આયોજન થયું

viratgujarat

ધ્રુવમ ઠાકર: એક અણખૂટી હિંમતવાળો યુવા ઉદ્યોગસાહસિક

viratgujarat

કોટક મહિંદ્રા બેન્ક દ્વારા સેહત કા સફરની 3જી આવૃત્તિ રજૂ કરાઈઃ કમર્શિયલ વેહિકલ ડ્રાઈવરો માટે રાષ્ટ્રવ્યાપી આરોગ્ય તપાસ શિબિરો

viratgujarat

Leave a Comment