ક્યુબ હાઇવેઝ ફંડ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ (the “Investment Manager”) દ્વારા મેનેજ કરવામાં આવતી ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટે (“Cube InvIT”) [NSE/BSE: CUBEINVIT/543899]આજે તેના આઈપીઓ (“Offer”) માટેનો પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો છે. આ ઓફર દ્વારા ટ્રસ્ટ ખાનગી રીતે લિસ્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“InvIT”) માંથી પબ્લિક લિસ્ટેડ InvITમાં તબદીલ થઇ રહી છે.
આ ઓફર માટે પ્રતિ યુનિટ રૂ. 151થી રૂ. 152નો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. આ ઓફરમાં વેચાણ માટેની ઓફર હેઠળ –યુનિટ સુધીનું વેચાણ કરવામાં આવશે, જેની કુલ કિંમત રૂ. 5,000 કરોડ સુધીની રહેશે.
આ બિડ/ઓફર બુધવાર, 22 જુલાઈ, 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 24 જુલાઈ, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ અને વ્યૂહાત્મક રોકાણકારો સિવાયના બિડર્સ ઓછામાં ઓછા 95 યુનિટ માટે અને ત્યારબાદ 95 યુનિટના ગુણાંકમાં અરજી કરી શકશે.
ટ્રસ્ટે 13 જુલાઈ, 2026ના રોજ વ્યૂહાત્મક રોકાણકારો સાથે યુનિટ સબ્સ્ક્રીપ્શન એગ્રીમેન્ટ પણ કર્યા છે. આ કરારો હેઠળ વ્યૂહાત્મક રોકાણકારોએ ઓફરની શરતોને આધીન રહીને પ્રતિ યુનિટ રૂ. 152 સુધીની ફાળવણી કિંમતે કુલ 82,236,840 યુનિટ સબ્સ્ક્રાઇબ કરવાની સંમતિ આપી છે, જેનું કુલ મૂલ્ય રૂ. 12,500 મિલિયન (રૂ. 1,250 કરોડ) થાય છે.
વ્યૂહાત્મક રોકાણકારોમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
- પ્રાઝિમટ્રેડિંગએન્ડઇન્વેસ્ટમેન્ટકંપનીપ્રાઇવેટલિમિટેડ – કુલ 62,500,000 યુનિટ, જેનું કુલ મૂલ્ય રૂ. 9,500 મિલિયન (રૂ. 950 કરોડ) સુધી રહેશે.
- એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ – કુલ 6,578,947 યુનિટ, જેનું કુલ મૂલ્ય રૂ. 1,000 મિલિયન (રૂ. 100 કરોડ) સુધી રહેશે.
- એચડીએફસી પેન્શન ફંડ મેનેજમેન્ટ લિમિટેડ – કુલ 6,578,947 યુનિટ, જેનું કુલ મૂલ્ય રૂ. 1,000 મિલિયન (રૂ. 100 કરોડ) સુધી રહેશે.
- એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ લિમિટેડ – કુલ 3,289,473 યુનિટ, જેનું કુલ મૂલ્ય રૂ. 500 મિલિયન (રૂ. 50 કરોડ) સુધી રહેશે.
- વ્હાઇટઑક કેપિટલ REIT એન્ડ InvITઅલ્ટરનેટિવ્સ ફંડ 1-કુલ 3,289,473 યુનિટ, જેનું કુલ મૂલ્ય રૂ. 500 મિલિયન (રૂ. 50 કરોડ) સુધી રહેશે.
આ ઓફર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ) નિયમો, 2014 અને સમયાંતરે થયેલા સુધારા સહિત તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ માટેના સેબીમાસ્ટર સર્ક્યુલરની જોગવાઈઓ અનુસાર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા લાવવામાં આવી રહી છે.
ટ્રસ્ટના સ્પોન્સર ક્યુબ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વી પ્રાઇવેટ લિમિટેડ છે અને એક્સિસ ટ્રસ્ટી સર્વિસીસ લિમિટેડ તેના ટ્રસ્ટી છે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એચડીએફસી બેન્ક લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ તથા જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.
કેફિન ટેક્નોલોજીઝ લિમિટેડ આ ઓફરની રજિસ્ટ્રાર છે. સિરિલ અમરચંદ મંગળદાસ ટ્રસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજરના સ્થાનિક કાનૂની સલાહકાર છે.
