આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, રાજકોટ ખાતે એસ્સાર ફ્યુચર એનર્જી લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ MoU હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટાં પાયાના બાયોફ્યુઅલ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવશે, જે શરૂઆતમા પ્રતિ વર્ષ 1 મિલિયન ટન ફીડસ્ટૉકનું પ્રોસેસિંગ કરશે. 2029 સુધીમાં ઓપેરશનલ થવાના ટાર્ગેટ સાથે આ પ્રોજેક્ટમાં એસ્સાર દ્વારા કુલ ₹ 5,100 કરોડનું રોકાણ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ અંદાજે ૩૫૦ લોકોને સીધી રોજગારી પુરી પાડશે.
આ પ્રોજેક્ટ SEZ (સ્પેશલ ઇકોનોમિક ઝોન) યુનિટ રૂપે વિકસાવવામાં આવશે અને તેમાં મુખ્યત્વે એવિએશન, શિપિંગ અને રોડ ટ્રાન્સપોર્ટ જેવા સેક્ટરોમાં ડીકાર્બનાઇઝેશન અને સાફ ઇંધણ ઉકેલો આપવાની દિશામાં કામ કરવામાં આવશે.
આ MoU પર હસ્તાક્ષર ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા તથા વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં થયા હતા.
આ પ્રસંગે એસ્સાર ફ્યુચર એનર્જી લિમિટેડના CEO શ્રી વિભવ અગર્વાલએ જણાવ્યું કે, “વિકસિત ગુજરાત – વિકસિત ભારત @2047ના દ્રષ્ટિકોણ સાથે, ગુજરાત રાજ્ય ઉર્જા સ્વતંત્રતા મેળવવા ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમની નિર્માણયાત્રામાં અગ્રેસર છે અને દેશના ઔદ્યોગિક અને ઉર્જા ટ્રાન્સીશનની પહેલમાં હંમેશા આગળ રહ્યું છે. એસ્સાર ગ્રુપને, રાજ્યના આ ટ્રાન્સફોર્મેશનમાં મહત્વના સહભાગી બનવાનું ગર્વ છે.”
આ પ્રોજેક્ટથી પ્રાદેશિક વિકાસને વેગ મળશે અને તે ગુજરાતના ક્લિન ફ્યુલ અને બાયોએનર્જી ઈકોસિસ્ટમને મજબૂત બનાવશે.
એસ્સાર વિશે:
એસ્સાર ગ્રૂપ ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ધાતુ અને માઇનિંગ, ટેકનોલોજી અને રિટેલ જેવા મુખ્ય ક્ષેત્રોમાં 55 વર્ષથી વધુનો ઉદ્યોગ અને ઇન્વેસ્ટમેન્ટનો અનુભવ ધરાવે છે. કંપનીનો વ્યાપાર વિશ્વના ૮ (આઠ) દેશોમાં ફેલાયેલ છે. કંપનીની આવક આશરે US$15 અબજથી વધુ છે અને 10,000થી વધુ લોકોને કંપની રોજગાર પૂરો પાડી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં, એસ્સારે કેટલીક વિશ્વસ્તરીય સંપત્તિઓનું પ્રત્યાવર્તન કર્યું છે અને હવે પોતાના અસ્તિત્વને કાર્બન સેન્ટ્રિકથી ગ્રીન એનર્જી તરફ પરિવર્તિત કરીને હાઈડ્રોજન, ગ્રીન મોબિલિટી અને ગ્રીન સ્ટીલ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરી રહી છે.
કંપનીની સામાજિક જવાબદારીના એકમ એસ્સાર ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય, શિક્ષણ, રોજગાર, સ્ત્રી સશક્તિકરણ, રમતગમત, પર્યાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં આશરે 50 વર્ષથી સેવા આપવામાં આવે છે
