Virat Gujarat
બિઝનેસ

અમદાવાદમાં ‘ઓરા’ ટુથપેસ્ટ બ્રાન્ડનું ભવ્ય લોન્ચિંગ

અમદાવાદ ખાતે HeyHiHey Lifescience Pvt. Ltd. દ્વારા ‘ઓરા’ ટુથપેસ્ટ બ્રાન્ડનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતભરના ડીલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, દંતચિકિત્સકો તથા અનેક ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઓરા ટુથપેસ્ટની વિશેષતા એ છે કે તે વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કેટેગરીમાં વિકસાવવામાં આવી છે. જેમાં પ્રેગ્નેન્સી કેર ટુથપેસ્ટ, એન્ટી-કેવિટી ટુથપેસ્ટ, કિડ્સ ટુથપેસ્ટ, નેચરલ હર્બલ ટુથપેસ્ટ તેમજ પાન મસાલા અને તમાકુ સેવનકારો માટે ખાસ ‘ઓરા વ્હાઇટ’ ટુથપેસ્ટનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોડક્ટ્સ હવે ગુજરાતના મોટા શહેરો ઉપરાંત નાના શહેરો અને તાલુકા સ્તરે પણ સરળતાથી ઉપલબ્ધ બનશે.

દરેક માટે સલામત અને ગુણવત્તાસભર ઓરલ કેર

કાર્યક્રમ દરમિયાન ઓરા ટુથપેસ્ટના સ્થાપક અને જાણીતા ડેન્ટિસ્ટ ડૉ. પરેશ ચારોલા એ જણાવ્યું હતું કે,

“અમારું વિઝન માત્ર ટુથપેસ્ટ વેચવાનું નથી, પરંતુ દરેક ઉંમરના લોકો માટે વૈજ્ઞાનિક રીતે વિકસિત, સલામત અને અસરકારક ઓરલ કેર સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવવાનું છે. કુદરતી ઘટકો, આધુનિક ફોર્મ્યુલેશન અને ગુણવત્તા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા ઓરાને અન્ય બ્રાન્ડથી અલગ બનાવે છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન મોં અને દાંતની ખાસ કાળજી જરૂરી બને છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારતની પ્રથમ વિશિષ્ટ પ્રેગ્નેન્સી ટુથપેસ્ટ રજૂ કરવામાં આવી છે. સાથે જ બાળકો, સામાન્ય ગ્રાહકો તેમજ પાન મસાલા અને તમાકુનું સેવન કરતા લોકો માટે પણ અલગ-અલગ સંશોધન આધારિત પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવી છે.
‘ઓરા વ્હાઇટ’ રહેશે ખાસ આકર્ષણ

ડૉ. પરેશ ચારોલા એ જણાવ્યું કે ‘ઓરા વ્હાઇટ’ ખાસ કરીને માવા, પાન મસાલા અને તમાકુનું સેવન કરતા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. તેમાં રહેલા કુદરતી એન્ટિબેક્ટેરિયલ અને હર્બલ ઘટકો દાંત અને પેઢાંને નુકસાનથી બચાવવામાં તેમજ મૌખિક સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થશે.
વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ભવ્ય લોન્ચિંગ સમારોહમાં અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં:

ડૉ. સેતુ શાહ – પ્રમુખ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન, અમદાવાદ બ્રાન્ચ

ડૉ. રિધમ મેહતા – જાણીતા મેક્સિલોફેશિયલ અને ઓન્કો સર્જન
દેશ-વિદેશમાં પોતાના પ્રેરણાદાયી વ્યક્તિત્વ માટે જાણીતા

પોઝિટિવ પાજી કુલદીપસિંહ કલેર
ગુજરાતભરના ઓરા ડીલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, પ્રતિનિધિઓ અને અન્ય અગ્રણી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઓરાનું વિઝન

HeyHiHeyનું માનવું છે કે મૌખિક સ્વાસ્થ્ય માત્ર રોજિંદી ટેવ નહીં પરંતુ ઉત્તમ જીવનશૈલીનો મહત્વપૂર્ણ ભાગ છે. નવીનતા, પ્રામાણિકતા અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ઓરા દરેક પેઢી માટે વિશ્વસનીય ઓરલ કેર બ્રાન્ડ બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.

ઓરા ટુથપેસ્ટનું આ લોન્ચિંગ માત્ર એક નવા બ્રાન્ડનો પ્રારંભ નથી, પરંતુ ગુજરાતમાં આધુનિક, ગુણવત્તાસભર અને વિશેષ જરૂરિયાતોને અનુરૂપ ઓરલ કેર સોલ્યુશન્સ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Related posts

ઓલ ઠંડર, નો શુગર સાથે થમ્સ અપ એક્સફોર્સનું ઝેપ્ટોના પ્રથમ પ્રી-બુકિંગ એક્સક્લુઝિવ પર પદાર્પણ

viratgujarat

‘Born Out of Line’ 2025 યેઝદી રોડસ્ટરનો આવિષ્કાર – યેઝદી ફિલસૂફી ઉપર ડિઝાઇન કરેલું, આગવી સ્ટાઇલ જીવંત કરવા કસ્ટમાઇઝ કરી શકાય તેવું પરફોર્મન્સ ક્લાસિક

viratgujarat

એમેઝોન ઇન્ડિયાની સાથે હવે આંબાવાડિયાની તાજી કેરીઓનો આનંદ ઘર બેઠાં માણો

viratgujarat

Leave a Comment