નવી દિલ્હી, 10 એપ્રિલ, 2026: ઇફકો ભારતની સૌથી મોટી ખાતર સહકારી સંસ્થા, એ આજે સત્તાવાર રીતે ઇફકો નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાનનો શુભારંભ કર્યો। આ દરમિયાન ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ પ્રેસવાર્તાને સંબોધિત કરતાં જણાવ્યું કે આ એક વ્યાપક અને એકીકૃત રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન છે, જેનો હેતુ ભારતીય ખેડૂતોમાં નેનો ખાતરોના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે। માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહજીની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યું છે અને ‘આત્મનિર્ભર ભારત’ અને ‘સહકાર થી સમૃદ્ધિ’ જેવા રાષ્ટ્રીય મિશન સાથે સુસંગત છે।
ભારતના રાજપત્રના ખાતર નિયંત્રણ આદેશ (FCO) માં નેનો NPK લિક્વિડ (8-8-10) અને નેનો NPK ગ્રેન્યુલર (20-10-10) ની ઐતિહાસિક સૂચનાને ભારતની કૃષિ નવીનતા યાત્રામાં એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર ગણાવવામાં આવ્યો, જે ભારતીય સહકારિતા માટે ગૌરવ ની ક્ષણ છે. તેમણે આગળ જણાવ્યું કે કોયમ્બતૂર સ્થિત ઇફકો-નાનો વેન્શન્સમાં ઇફકોનું ઇનોવેશન હબ અને બ્રાઝીલમાં આવનાર નેનો ખાતર ઉત્પાદન પ્લાન્ટ—જે જૂન 2026 સુધી શરૂ થવાનો છે—કૃષિ માટે નેનો ટેક્નોલોજીમાં ભારતની વધતી વૈશ્વિક ક્ષમતાનું પ્રતીક છે।
વધુમાં ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ભારત આજે એવા ઐતિહાસિક મુકામ પર છે જ્યાં પરંપરા અને ટેક્નોલોજી એક બીજા સાથે મળે છે, અને આજ સંયોજન ભારતીય કૃષિને નવી દિશા આપી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વમાં રચાયેલ નવા સહકાર મંત્રાલય નું સુકાન સફળ અને સબળ દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાંભળી રહ્યા છે. નવા મંત્રાલય ની રચના બાદ ‘સહકારથી સમૃદ્ધિ’ નો મંત્ર—જેના અંતર્ગત સહકારી સંસ્થાઓ ખેડૂતો સુધી નવી ટેક્નોલોજી અને સંસાધનો પહોંચાડે છે—આ અભિયાનની ભાવનાને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે અને સાચા અર્થમાં ‘આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર કૃષિ’ના મંત્રને સાકાર કરે છે।
શ્રી સંઘાણીએ નેનો ખાતર ક્રાંતિને ભારતીય કૃષિ માટે પરિવર્તનકારી ક્ષણ ગણાવી.
નેનો મહાઅભિયાનને રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ અને પરિવર્તન અભિયાન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેના ચાર મુખ્ય હેતુઓ છે: નેનો યુરિયાપ્લસ, નેનો DAP, નેનો NPK, નેનો ઝિંક અને નેનો કોપરનો વ્યાપક પ્રચાર; ખેડૂતોને મુખ્યત્વે ફોલિયરસ્પ્રે દ્વારા યોગ્ય ઉપયોગ માટે તાલીમ આપવી; પરંપરાગત ખાતરો પર નિર્ભરતા ઘટાડવી; અને સહકારી નેટવર્ક દ્વારા અંતિમ સ્તર સુધી પહોંચ સુનિશ્ચિત કરવી. “ગ્રામ સ્તરના જાગૃતિ અભિયાન, દરેક PACS ને મજબૂત બનાવીને અને ક્ષેત્ર પ્રદર્શન દ્વારા આગળ વધારવું પડશે। જ્યારે ખેડૂત પોતાના આંખે પરિણામ જોશે, ત્યારે વિશ્વાસ આપો આપ આવશે।”
