Virat Gujarat
બિઝનેસ

જિયોમાત્ર ₹55 માં તમારા ફોન પર લાવી રહ્યું છે 1000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ

મનોરંજન હવે એકદમ વધારે સારે રીતે પરવડે તેવું બની ગયું છે. જિયોએ ₹55નુંજિયોટીવીપ્રો પેક રજૂ કર્યું છે. આ 30 દિવસનુંએક પેક છે જિયોટીવી મોબાઇલ એપના માધ્યમથી 1000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ સીધા તમારા ખિસ્સામાં એટલે કે મોબાઇલમાં લાવી દે છે.

16થી વધુ ભાષાઓમાં 1000+ ચેનલ્સ, જેમાં 150+ પ્રીમિયમ ચેનલ્સ સામેલ

માત્ર ચાના બે કપ જેટલી કિંમતમાં, ગ્રાહકોને 16થી વધુ ભાષાઓમાં પ્રસારિત ચેનલોનો એક વિશાળ સંગ્રહ મળે છે, જેમાં બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રના કેટલાક સૌથી મોટા નામોની 150થી વધુ પ્રીમિયમ ચેનલ્સનો સમાવેશ થાય છે. જેમાં મનોરંજન, ફિલ્મો, સમાચાર, બાળકોના કાર્યક્રમો, લાઈફસ્ટાઈલ અને પ્રાદેશિક સામગ્રીના સમૃદ્ધ મિશ્રણને આવરી લેતી સ્ટારપ્લસ એચડી, કલર્સ એચડી, સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન એચડી, સોની સબ એચડી, ડિસ્કવરી, એનિમલ પ્લેનેટ, સન ટીવી નેટવર્ક, ઇટીવી અને આવી અન્ય ઘણી ચેનલ્સનો સમાવેશ થાય છે.

 

ભારતના સૌથી મોટા બ્રોડકાસ્ટર્સ તરફથી પ્રીમિયમ ચેનલ્સ

આ પેક જિયોસ્ટાર, સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન, સન ટીવી નેટવર્ક, વર્નર બ્રધર્સ ડિસ્કવરી અને ઇટીવીની પ્રીમિયમ ચેનલોને એકસાથે લાવે છે, જે તેને વિવિધ પ્રકાર અને ભાષાઓમાં ટીવી જોતા પરિવારો માટે એક સાચો અને બધી સુવિધા એક જ જગ્યાએ આપતું પેક બનાવે છે. (નોંધ: જિયોસ્ટાર અને સોનીની સ્પોર્ટ્સ ચેનલો આ પેકનો ભાગ નથી.)

 

રિચાર્જ કરો, લોગ-ઈન કરો, જોવાનું શરૂ કરો. કોઈ એક્ટિવેશનની જરૂર નથી

શરૂઆત કરવી એકદમ સરળ છે. ₹55 ના પેકથી રિચાર્જ કરો, JioTVએપ ખોલો, તમારા Jioનંબર સાથે લોગ-ઈન કરો અને જોવાનું શરૂ કરો. આના માટે કોઈ અલગ એક્ટિવેશન પ્રક્રિયાની જરૂર નથી, અને તમારું રિચાર્જ સફળ થતાંની સાથે જ પ્રીમિયમ ચેનલ્સ ઉપલબ્ધ થઈ જશે.

 

એન્ટરટેઈનમેન્ટ-ઓન્લી પેક વિશે

આ પેક માત્ર એન્ટરટેઇનમેન્ટ ઓન્લી પેક હોવાથી, તેમાં કોઈ વોઈસ (કોલિંગ) કે એસએમએસના લાભ મળતા નથી. આ સેવાનો આનંદ માણવા માટે તમારી પાસે એક્ટિવ જિયો પ્રીપેડ અથવા પોસ્ટપેડ કનેક્શન હોવું જરૂરી છે. આ પેક જિયોટીવીએપ દ્વારા એક મોબાઇલ ડિવાઇસ પર કામ કરે છે અને તે પ્રીપેડ તેમજ પોસ્ટપેડ બંને ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. જો તમે એક કરતાં વધુ વખત રિચાર્જ કરશો, તો વધારાના પેક કતારમાં ગોઠવાઈ જશે અને દરેક 30 દિવસની સાયકલ પૂરી થતાંની સાથે એક પછી એક એક્ટિવેટ થતા જશે.

 

હવે ઉપલબ્ધ છે, ઓનલાઈન અને ઓફલાઈન

₹55નું આ જિયોટીવી પ્રો પેક ઓનલાઈન અને ઓફલાઈન બંને રિચાર્જ માધ્યમો પર ઉપલબ્ધ છે.

તેથીપછી ભલે તે તમારી મનપસંદ ડેઇલી સિરિયલ હોય, નવીનતમ સમાચાર હોય, બાળકો માટે કાર્ટૂન હોય, કે તમારી માતૃભાષામાં પ્રાદેશિક શો હોય, બધું જ અહીં ઉપલબ્ધ છે, માત્ર ₹55માં.

વધુ વિગતો માટેજિયોટીવી એપની મુલાકાત લો અથવા તમારા નજીકના જિયો રિચાર્જ પોઇન્ટનો સંપર્ક કરો.

Related posts

રોટરી પ્રીમિયર લીગ સીઝન 1.0 નું પોસ્ટર વિમોચન – ભવ્ય પ્રારંભ

viratgujarat

યામાહાની Xplore India on XSR કેમ્પેન અમદાવાદ પહોંચી

viratgujarat

દુબઈમાં આઉટડોર એડવેન્ચર્સ

viratgujarat

Leave a Comment