Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આ રથયાત્રાનો વિષય બહીર્યાત્રા નહીં, અંતર્યાત્રાથી જોડાયેલો છે.

અહીં ઈશ્વરભજન-સારથી છે.

પુણ્યથી પાપને ધોવું,પછી પુણ્યનાં અહંકારને હરિકૃપાનાં પાણીથી ધોવું પડે છે,જેથી સાબુ પણ નીકળી જાય.

અંતર્યાત્રાનો રથ આપણે ખુદે ખેંચવો પડશે.

કથાનું સેવન થાય છે.

ગુરુનું પૂજન જ નહીં સેવન પણ કરવું જોઈએ,ગુરુ પરમ ઔષધી છે.

કથા તત્વ આપણી અંદરનાં રાવણત્વને હરાવે છે.

ખૂબસૂરત પ્રકૃતિ અને ચાનાં બગીચાઓથી સુશોભિત કેરિચો(કેન્યા) ખાતે ચાલતી રામકથા સોમવારે ત્રીજા દિવસ પર આવી ત્યારે રામકથાનું સારદોહન,સંપાદન કરતા નીતિનભાઇ વડગામા દ્વારા ‘માનસ ક્ષમા’ રામકથા (જામનગર કથા)ની પુસ્તિકાનું બાપુનાં શુધ્ધ હસ્તે વ્યાસપીઠાર્પિત બ્રહ્માર્પિત કરાયું.

સાંધ્ય કાર્યક્રમ વિશે વાત કરતા જણાવ્યું કે:વિચારક અને હાસ્ય કલાકાર ડો.પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી એ પોતાની વિદ્યાથી અહેતુ ભાવથી જે કંઈ મળ્યું છે એની શૃંખલામાં ૧૧-પુસ્તકાલાયો કરવાનો સંકલ્પ લીધેલો એમાંથી એકનું વિધિવત ઉદ્ઘાટન થયું,એનાં દાતાઓને પણ ખૂબ સાધુવાદ આપીને બાપુએ કહ્યું કે જગદીશભાઈની સંકલ્પના ૧૧-કરોડ રૂપિયાની હતી જે આરોગ્ય,વિદ્યા,કલા જેવી સંસ્થાઓને અહેતુ આપે,આજે ૨૫-કરોડ કરતાં પણ વધારે રાશિ થઈ ગઈ છે.

અહીં કઠોપનિષદના મંત્રનાં રૂપક દ્વારા જીવનનાં પ્રબંધન માટેનું રૂપક-જે મન અને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણનું મહત્વ પણ દર્શાવે છે.

આ રથયાત્રાનો વિષય બહીર્યાત્રા નહીં અંતર્યાત્રાથી જોડાયેલો છે.ભાગવતમાં દેહનું રૂપક એક જગ્યાએ ભેગું થાય છે એમ આ બધું જ માનસ એટલે કે હૃદયમાં ભેગું થાય છે.આ રથયાત્રા તત્વત: અંતર્યાત્રા છે.મહાભારતનો સારથી ઈશ્વર છે,અહીં ઈશ્વર ભજન સારથી છે.મહાભારતનો સારથી નિરંતર રથીને હતોત્સાહિત કરે છે.સારથી હરાવી પણ શકે, જીતાડી પણ શકે.સ્વર્ગનાં રથનો સારથી માતલી, બુદ્ધનો સારથી તેમજ રામ અને દશરથનો સારથી -સુમંત,સૂર્યના રથનો સારથી અરુણ,આ બધામાં લંકાકાંડનાં રથનો સારથી ઇષ્ટ ભજન છે.

સારથીનાં ત્રણ કર્તવ્ય:રથને કાબુમાં રાખવો,લક્ષ્ય સુધી પહોંચાડવો અને રથીને ઇજા ન થવા દેવી.પણ કૃષ્ણ પાંચ વસ્તુઓનું ધ્યાન રાખે છે,ઈશ્વર ભજન સાત વસ્તુઓનું ધ્યાન રાખી આપણું રક્ષણ કરે છે. માનસિક સુખ પાંચ પ્રકારે પ્રાપ્ત થાય.કોઈ વ્યક્તિમાં સારા શબ્દ સાંભળવાથી સુખ મળે.ભૌતિક સુખ વિદ્વાનો એકબીજાને મળે ત્યારે થાય.ચૈતસિક સુખ યોગની ક્રિયામાં આવે છે અને અહંકારિક અભિમાની સુખ પૈસાનું,ધનનું,બળનું,તેજસ્વીતા-વિદ્યા અને સત્તાનું હોય છે.પુણ્યથી પાપને ધોવું પછી પુણ્યનાં અહંકારને હરિકૃપાનાં પાણીથી ધોવું પડે છે.જેથી સાબુ પણ નીકળી જાય.વિવેક રૂપી બુદ્ધિ-આંખ, કાન અને પગ ક્યાં જાય છે અને અહંકાર નથી કરતો એનું ધ્યાન રાખે છે પછી પરમાત્મા સુધી આપણને પહોંચાડી આપે છે.

રથયાત્રામાં ઘોડા નહીં,લગામ નહીં,સારથી નહીં,માત્ર રથી હોય છે.જેમાં બલભદ્ર,સુભદ્ર અને જગભદ્ર છે. કારણ કે રથયાત્રાનાં રથને ચલાવવાનો નહીં પણ ખેંચવાનો હોય છે.અંતર્યાત્રાનો રથ આપણે ખુદે ખેંચવો પડશે.બુદ્ધની બોલીમાં કહીએ તો અપ્પ દીપો ભવ.બહિર નહીં પણ હૃદયસ્થ કરવો પડશે.

આજે ધર્મ બહિર થઈ ગયો છે,છાપ-તિલકમાં સમાઈ ગયો છે.ધર્મની હાની થઈ એટલે જ એની ગ્લાનિ થાય છે.અહીં ત્રણ રથી છે:જગન્નાથ-જ્ઞાન,બલભદ્ર વૈરાગ્ય અને સુભદ્રા-ભક્તિ કરુણા છે.

નાથ સંપ્રદાયમાં ગોરખનાથ કહે છે:

કથની કથે સો શિષ્ય હૈ,વેદ પઢે સો નાતી;

રહણીમેં રહે સો ગુરુ હમારા.

રામચરિત માનસમાં બે શબ્દ ગાથા અને કથા વચ્ચે અંતર છે:ગાથા લખાય છે,કથાનું કથન થાય છે.ગાથા ના કેન્દ્રમાં ભાષા,કથાના કેન્દ્રમાં ભાવ હોય છે.ગાથા નિબંધ છે,કથા સંબંધ પેદા કરે છે.ગાથાની સીમા હોય,કથા અસીમ હોય છે.ગાથા લેણ-દેણ છે અને કથા પુણ્યથી મળે છે.ગાથાનું પૂજન થાય છે,કથાનું સેવન થાય છે.ગુરુનું પૂજન જ નહીં સેવન પણ કરવું જોઈએ,ગુરુ પરમ ઔષધી છે.કથા તત્વ આપણી અંદરના રાવણત્વને હરાવે છે.ગાથા મંગલ કરની છે કથા કલીમલ હરની છે.

શિવ ચરિત્રનું પણ વિસ્તાર પૂર્વક ગાન થયું.

વિશેષ:

આત્માનં રથિનં વિદ્વિ શરીરં રથમેવ તુ;

બુધ્ધિં તુ સારથિં વિદ્વિ મન: પ્રગ્રહમેવ ચ.

-કઠોપનિષદ(૧.૩.૩)

આ શ્લોકમાં યમ નચિકેતાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા સમજાવે છે.રથ રુપકના માધ્યમથી માનવ જીવનનાં તત્વોને સમજાવે છે.

આત્માને રથ-સ્વામી સમજો,શરીરને રથ જ માનો.બુધ્ધિને સારથી-ચાલક જાણો અને મનને લગામ સમજો.

== સમાપ્ત ==

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે દક્ષિણ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ પાર્કનું ઉદ્ઘાટન

viratgujarat

LDL કોલેસ્ટ્રોલ: ‘બેડ’ કોલેસ્ટ્રોલ જેમાં તમારે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પડે છે

viratgujarat

જે ઘટનામાં સુખ અને દુઃખ ન હોય એને આનંદ કહે છે.

viratgujarat

Leave a Comment