Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અતિવૃષ્ટિ અને અકસ્માતની ઘટનાઓમાં સંવેદના સાથે સહાયતા રાશિ અર્પણ કરતા મોરારી બાપુ

અમદાવાદ, ગુજરાત | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | તાજેતરમાં જ દિલ્હી ખાતે એક પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં સાત લોકોનાં કરુણ મોત નિપજયા છે. જેનો મોટેભાગે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે પાંચ માળની ઈમારતનાં બેઝમેંટમાં  રિપેરિંગનું કામ ચાલતું હતું અને તે દરમિયાન અચાનક જ બિલ્ડીંગ ધરાશાયી થતાં એનેક લોકો ઘાયલ થયા હતા જેમાં  મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારી બાપુ એ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

દેશમાં લા નીનોની અસરને કારણે ક્યાંક ક્યાંક અતિવૃષ્ટિ થઈ રહી છે અને કોઈ જગ્યાએ ફકત બે-ત્રણ ઈંચ જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સંયુક્ત સરહદે આવેલા ચિત્રકૂટમાં અતિવૃષ્ટિ થઈ છે અને જાનમાલની ભારે ખુવારી થઈ છે. પૂજ્ય બાપુએ આ ધટનામાં પણ તત્કાલ સહાયતા સ્વરુપમાં ૫,૦૦,૦૦૦ રુપિયાની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના ઉતરપ્રદેશના વારાણસી સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવી છે. સૌનાં નિર્વાણ માટે પૂ બાપુએ હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે.

== સમાપ્ત ==

Related posts

વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ પર ડૉ. શશિકાંત લિંબાચીયા દ્વારા આયોજિત ‘કેન્સર વોરિયર્સ મીટ’માં હેડ એન્ડ નેક કેન્સર સર્વાઈવર્સે તેમની અતૂટ હિંમતની ગાથાઓ રજૂ કરી

viratgujarat

એડિડાસ અને બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે તમામ નવી ટીમ ઈન્ડિયા ઓડીઆઈ જર્સીનું અનાવરણ કર્યું

viratgujarat

સ્ટાર યુનિયન દાઈ-ઇચી લાઈફ ઈન્શ્યોરન્સે આંતરરાષ્ટ્રીય પદચિહ્ન વિસ્તાર કરતા પોતાની નવી શાખા ગિફ્ટ સિટી ખાતે ખોલી અને આંતરરાષ્ટ્રીય લાઈફ ઈન્શ્યોરન્સ સોલ્યુશનનું પ્રક્ષેપણ કર્યું છે.

viratgujarat

Leave a Comment