Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નેપાળ બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — થોડા સમય પહેલાં નેપાળમાં એક બસ દુર્ધટનાનો ભોગ બની હતી. પ્રાપ્ત અખબારી યાદી મુજબ નેપાળમાં પોખરાથી કાઠમાંડુ તરફ જઈ રહેલી બસમાં ૪૪ યાત્રીઓ સવાર હતા. અચાનક જ આ બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ૨૦૦ ફીટ ઉંડી ખીણમાં ખાબકી હતી અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નેપાળ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સાથે રાખી આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટનો સૌથી સ્લિમ સ્માર્ટફોન ગેલેક્સી M56 5G રજૂ

viratgujarat

ટાટા મોટર્સ EXCON 2025 નવીનતા, ટકાઉ અને ઇન્ટેલિજન્ટ મોબિલીટીમાં નેતૃત્ત્વ કરે છે

viratgujarat

ટોયોટા કિર્લોસ્કર મોટરે અમદાવાદમાં ડીજે ટોયોટાના નવા શોરૂમના ઉદ્ઘાટન સાથે પશ્ચિમ ભારતમાં તેની હાજરીનું વિસ્તરણ કર્યું

viratgujarat

Leave a Comment