Virat Gujarat
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

‘શક્તિ સંધ્યા સીઝન3’માં ખેલૈયાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ : દિવ્યા ચૌધરીના તાલે ૧૦,૦૦૦થી વધુની જનમેદની ગરબે ઘૂમી!

ગુજરાત, અમદાવાદ | સપ્ટેમ્બર ૨૦૨૫: સુપ્રસિદ્ધ લોકગાયિકા એવા દિવ્યા ચૌધરીના ગરબા ‘શક્તિ સંધ્યા સીઝન3’ માં હાલ ખેલૈયાઓનો ભારે ઝમાવડો થઈ રહ્યો છે. આશરે 10હજારથી પણ વધારે ખેલૈયાઓ ચોથા અને પાંચમાં નોરતે ગરબે ઝુમવા પહોંચી ગયા હતા. દિવ્યા ચૌધરીના સુર દ્વારા  ‘શક્તિ સંધ્યા સીઝન3’ના ગરબા સફળ રીતે પ્રયાણ કરી રહ્યાં છે. અને ખેલૈયાઓ મનમુકીને મોડી રાત સુધી ગરબે ઝુમતા થાકતા નથી. ” ‘શક્તિ સંધ્યા સીઝન3′” દ્વારા કરાયેલ સુંદર આયોજનથી નાના મોટા સૌ મા અંબાના ગરબા રમીને બીજા દિવસે વહેલા આવી જતા હોય છે. પાર્કિંગની સુંદર સુવીધા સાથે વિશાળ ક્રિકેટ ગ્રાઉડમાં રમતા ખેલૈયાઓને જોઈ સૌ કોઈના મન થનગની ઉઠે છે.

હેપ્પી હોસ્ટ પ્રિયંક દેસાઈએ પોતાના સુંદર અવાજ અને મૉડર્ન ગુજરાતી શૈલીમાં વૈવિધ્યપૂર્ણ વાતો સાથે શક્તિ સંધ્યાના ગરબાની શરૂઆત કરાવી, ખેલૈયાઓમાં ઉત્સાહ જગાવ્યો હતો.

Related posts

શ્રુતિ અગર્વાલ, સહ-સ્થાપક, સ્ટેશફિને બજેટ 2026–27ના આર્થિક સમાવેશ અને MSME આધારિત વિકાસ પર મજબૂત સમર્થન દર્શાવ્યું છે।

viratgujarat

ગંગા અમૃતમયી મા છે.

viratgujarat

રસીકરણ થકી દિકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવાના ઉમદા હેતુ માટે રોટરી આસી. ગર્વનર અમદાવાદ-ગાંધીનગર દ્વારા ‘રોટરી ગરબા ૨૦૨૫’નું ભવ્ય આયોજન

viratgujarat

Leave a Comment