નવી દિલ્હી, 24 માર્ચ 2026: ન્યુએન ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (NeuEN), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન
લિમિટેડ (BPCL) અને સેમ્બકોર્પ ગ્રીન હાઇડ્રોજન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચેના 50:50ના સંયુક્ત સાહસે,
નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (NRL)ને વાર્ષિક 10,000 ટન (10કેટીપીએ) ગ્રીન હાઇડ્રોજન સપ્લાય કરવાનો
કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.
આ કોન્ટ્રાક્ટ હેઠળ, ન્યુએન આસામમાં એનઆરએલની રિફાઇનરીમાં લાંબા ગાળાની ઓફટેક વ્યવસ્થા દ્વારા
સમર્થિત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવશે. આ પ્રોજેક્ટ 2028માં કોમર્શિયલ ઓપરેશન્સ શરૂ કરે તેવી
અપેક્ષા છે અને રિફાઇનરીના ડીકાર્બોનાઇઝેશનને મદદ કરવા માટે વિશ્વસનીય, ચોવીસ કલાકના ઓપરેશન્સને
સક્ષમ બનાવવા માટે રિન્યુએબલ એનર્જીને એડવાન્સ્ડ સ્ટોરેજ સોલ્યુશન્સ સાથે એકીકૃત કરશે.
આ ડેવલપમેન્ટ વિશે, બીપીસીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય ખન્નાએ જણાવ્યું, “આ પ્રોજેક્ટ ભવિષ્ય
માટે તૈયાર અને મજબૂત એનર્જી પોર્ટફોલિયોના નિર્માણ તરફની બીપીસીએલની સફરમાં એક મહત્વપૂર્ણ અધ્યાય
છે. ન્યુએનના માધ્યમથી, અમે ગ્રીન હાઇડ્રોજન વેલ્યુ ચેઇનમાં અમારી ઉપસ્થિતિને મજબૂત બનાવી રહ્યા છીએ
અને ક્લિન એનર્જી સોલ્યુશન્સના સપ્લાયર બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા
આ પ્રોજેક્ટને હાંસલ કરવો એ ગ્રીન હાઇડ્રોજન સેક્ટરની વિકસતી પરિપક્વતા અને વિશાળ પાયે બજારને અનુરૂપ
ઉકેલો વિકસાવવા પરના અમારા ધ્યાન એમ બન્નેને દર્શાવે છે. જેમ જેમ અમે આગળ વધીશું, તેમ તેમ અમારૂં
બળ મજબૂત અમલીકરણ ક્ષમતાઓના નિર્માણ તેમજ ઇન્ડસ્ટ્રિયલ ડીકાર્બોનાઇઝેશન અને ભારતની લાંબા ગાળાની
એનર્જી સિક્યોરિટીમાં સાર્થક યોગદાન આપવા પર જળવાયેલું રહેશે.”
વિપુલ તુલી, પ્રેસિડેન્ટ અને સીઈઓ, રિન્યુએબલ્સ, વેસ્ટ, અને સીઈઓ, હાઇડ્રોજન બિઝનેસ, સેમ્બકોર્પ જણાવ્યું, “આ
કોન્ટ્રાક્ટ ભારતની ગ્રીન હાઇડ્રોજન મહત્વાકાંક્ષાઓને આગળ ધપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે અને લોઅર કાર્બન
એનર્જી ફ્યુચરને સક્ષમ બનાવવાની સેમ્બકોર્પની વ્યૂહરચના સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. હાંસલ કરેલ આ ઐતિહાસિક ટેરિફ
સુવ્યવસ્થિત લાંબા ગાળાના ઓફટેક કોન્ટ્રાક્ટનું મહત્વ દર્શાવે છે. અમને એનઆરએલને તેના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોમાં તેમને સહયોગ આપવાનો અને બીપીસીએલ સાથે મળીને રાષ્ટ્રીય મહત્વતા ધરાવતા આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાને લઈને આનંદ થઈ રહ્યો છે.
ન્યુએનના ચેરમેન શેલી અબ્રાહમે જણાવ્યું, "બીપીસીએલની મજબૂત સ્થાનિક બજાર ઉપસ્થિતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાઓને રિન્યુએબલ એનર્જીમાં સેમ્બકોર્પના વૈશ્વિક અનુભવ સાથે જોડીને, અમે રિફાઇનિંગ ઓપરેશન્સમાં લૉ-કાર્બન સોલ્યુશન્સને સમાવિષ્ટ કરવાને શક્ય બનાવી રહ્યા છીએ અને લાંબા ગાળાના ઇન્ડસ્ટ્રિયલ ડીકાર્બોનાઇઝેશનમાં મદદ કરી રહ્યા છીએ.
સેમ્બકોર્પ આ ભાગીદારી થકી પારસ્પરિક શક્તિઓ લાવી રહી છે તેમજ ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝને મુખ્ય
ડીકાર્બોનાઇઝેશન માર્ગ તરીકે આગળ વધારવાનું જાળવી રાખે છે. ભારતમાં 7.6ગીગાવોટ રિન્યુએબલ પોર્ટફોલિયો સાથે,
સેમ્બકોર્પ રાષ્ટ્રીય અને ઇન્ડસ્ટ્રિયલ ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે વિશાળ પાયે, સ્પર્ધાત્મક ખર્ચે ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શનને મદદ કરવા માટે સારી સ્થિતિમાં છે.
