Virat Gujarat
હેલ્થકેર

ગેસ ગિઝર બ્લાસ્ટ થતા 86ટકા દાઝી ગયેલા 10 વર્ષીય છોકરાની સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં સફળ સારવાર થતા જીવ બચ્યો

અમદાવાદ, 20ફેબ્રુઆરી 2026: સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદમાં 86 ટકા દાઝી ગયેલા 10 વર્ષીય છોકરાને નવજીવન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ગેસ ગિઝરમાં બ્લાસ્ટ થતા 10 વર્ષીય છોકરો અને તેના પિતાને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં બંનેને તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદ યુનિટ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો. અહીં ડો. વિજય ભાટિયા અને મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી અને છોકરાનો જીવ બચાવી લીધો હતો. બીજી બાજુ તેના પિતા પણ 35 ટકા સુધી દાઝી ગયા હતા તેમની પણ સારવાર કરી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડો. વિજય ભાટિયાએ જણાવ્યું કે આટલી નાની ઉંમરે 86 ટકાથી વધુ દાઝી ગયેલા દર્દીઓનો બચવાનો દર માત્ર 15 ટકા આસપાસ છે. પરંતુ યોગ્ય સમયે સારી સારવાર મળે તો હિલિંગ ઝડપથી થઈ શકે છે.

અન્ય હોસ્પિટલમાં શરૂઆતમાં આ દર્દીની બર્ન ઈજાઓ લગભગ 90 ટકા તરીકે આંકવામાં આવી હતી, જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં વિગતવાર તપાસ બાદ અંદાજે 86 ટકા મુખ્યત્વે સેકન્ડ ડિગ્રી બર્ન હોવાનું નિશ્ચિત થયું હતું. વળી શરૂઆતના તબક્કામાં જ કોલેજન આધારિત બાયોલોજિકલ ડ્રેસિંગ શરૂ કરાયું એ આ દર્દીનું જીવન બચાવવા માટે નિર્ણાયક સાબિત થયું. સારવાર દરમિયાન તમામ વાઇટલ પેરામીટર્સનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી તેને સામાન્ય મર્યાદામાં જાળવવામાં આવ્યા હતા, જે પ્લાસ્ટિક સર્જરી, ઇન્ટેન્સિવ કેર, એનેસ્થેશિયા અને નર્સિંગ ટીમ વચ્ચેના મજબૂત સંકલનનું પ્રતિબિંબ છે.

ગેસ ગિઝર બ્લાસ્ટ થતા 10 વર્ષીય છોકરાને ગંભીર ઈજા
18 જાન્યુઆરી 2026નાં રોજ ગેસ ગિઝરમાં બ્લાસ્ટ થતા રાજસ્થાનનાં રહેવાસી 10 વર્ષીય છોકરો અને તેના પિતા ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 10 વર્ષીય છોકરો તો 86 ટકા સુધી દાઝી ગયો હતો. અહીં તેને સૌ પ્રથમ રાજસ્થાનની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાંથી તેને સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ કેસ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદનાં ડો. વિજય ભાટિયાએ (કંસલ્ટન્ટ, પ્લાસ્ટિક સર્જન ) કહ્યું કે10 વર્ષીય છોકરાની સ્થિતિ ગંભીર હતી અને તેની ઉંમર પણ હજુ નાની હોવાથી ટ્રિટમેન્ટ અને દવાઓ પણ અલગ હોય છે. અમે સ્કેન કર્યા બાદ જાણ્યું કે આ સેકન્ડ ડિગ્રી બર્ન કેસ છે, જેમાં બાયોલોજિકલ સ્કિન કવર્સથી ટ્રિટમેન્ટ વધુ ફાયદાકારક રહી શકે છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સનાં ડો. વિજય ભાટિયાએ વધુમાં ઉમેર્યું કે ભારતમાં 86 ટકા સુધી દાઝી ઝવાની ઇજા (Burn Injury) અત્યંત ગંભીર ગણાય છે અને તેમાં મૃત્યુદર ખૂબ ઊંચો હોય છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં આવા કેસોમાં જીવિત રહેવાની સંભાવના સામાન્ય રીતે માત્ર 15 થી 20 ટકા જેટલી રહે છે, જે દર્દીની ઉંમર, સમયસર સારવાર, બર્ન ICUની ઉપલબ્ધતા, સંક્રમણ નિયંત્રણ અને ઓર્ગન સપોર્ટ પર નિર્ભર કરે છે. ખાસ બર્ન સેન્ટરમાં વહેલી સારવાર મળે તો યુવાન દર્દીઓમાં થોડું સારું પરિણામ જોવા મળે છે, પરંતુ સેપ્સિસ, શ્વસન તંત્રની નિષ્ફળતા અને મલ્ટી ઓર્ગન ફેલ્યર મૃત્યુના મુખ્ય કારણો બને છે.

ડો. રાજેશ મિશ્રા, કન્સલ્ટિંગ સિનિયર ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટે જણાવ્યું, “બાળકમાં વ્યાપક બર્ન ઈજાઓના કેસમાં સતત મોનિટરિંગ અને સચોટ ક્રિટિકલ કેર મેનેજમેન્ટ અત્યંત જરૂરી હોય છે. અમારો મુખ્ય ધ્યાન વાઇટલ પેરામીટર્સ સ્થિર રાખવા, યોગ્ય ફ્લુઈડ બેલેન્સ જાળવવા અને સંકલિત ટીમવર્ક દ્વારા ઈન્ફેક્શનને રોકવા પર હતું, જે સફળ પરિણામ માટે મહત્વપૂર્ણ સાબિત થયું.”

એનેસ્થેશિયા ટીમે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઇમર્જન્સી સારવાર અને વારંવારની પ્રક્રિયાઓ દરમિયાન સુરક્ષિત એરવે મેનેજમેન્ટ, અસરકારક પેઇન કંટ્રોલ અને વાઇટલ પેરામીટર્સ સ્થિર રાખવાની તેમની કામગીરીએ બાળકની ઝડપી સાજા થવામાં નોંધપાત્ર સહયોગ આપ્યો.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સના CEO સંતોષ મારાઠેએ જણાવ્યું કે, “આ કેસ દર્શાવે છે કે બાળકોમાં ગંભીર બર્ન ઈજાઓના નિદાન અને સારવારમાં ધ્યાનપૂર્વકનું ટીમવર્ક અને સાવચેતી ભરી કાળજી કેટલી મહત્વપૂર્ણ હોય છે. ડો. વિજય ભાટિયા અને સ્ટર્લિંગ હોસ્પિટલ્સની મેડિકલ ટીમની નિષ્ઠા અને કુશળતાની હું હૃદયપૂર્વક પ્રશંસા કરું છું, જે 10 વર્ષી બાળકના જીવને બચાવવા અને ઝડપી રિકવરી માટે નિષ્ણાત ટીમ દ્વારા તકેદારીપૂર્વક કરવામાં આવેલી કામગીરીનો મુખ્ય ભાગ બની.”

આ અંગે વધુમાં જણાવતાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદના ઝોનલ ડિરેક્ટર શ્રી રમણ ભાસ્કરે,કહ્યું કે “સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં અમારી પ્રાથમિકતા અદ્યતન અને પુરાવા આધારિત ક્રિટિકલ કેર સારવાર આપવાની છે. 86 ટકા બર્ન ઇજાગ્રસ્ત બાળકના કેસમાં પ્લાસ્ટિક સર્જરી, ઇન્ટેન્સિવ કેર, ઇન્ફેક્શન કંટ્રોલ અને રિહેબિલિટેશન સહિત વિવિધ વિભાગોની સંકલિત કામગીરી અત્યંત જરૂરી હોય છે. આવા પડકારજનક કેસમાં અમારા ક્લિનિકલ ટીમે દર્શાવેલી પ્રતિબદ્ધતા અને કુશળતા પર અમને ગર્વ છે, જેના કારણે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થયું છે.”

જોકે, સ્ટર્લિંગ હોસ્પિટલ્સની મલ્ટિસ્પેશિયાલિટી યુનિટમાં સારવાર લીધા બાદ માત્ર 6થી 7 દિવસમાં જ દર્દી રિકવર થઈ ગયો હતો અને પોતાની રૂટિન લાઈફ સ્ટાઈલ જીવવા લાગ્યો હતો. આ 10 વર્ષીય દર્દીને આ ટ્રિટમેન્ટ દરમિયાન ICUમાં પણ ઘણા ઓછા સમય માટે રાખવામાં આવ્યો હતો. અહીં તેની રિકવરી સારી જણાતા નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો અને બાદમાં હવે તે રૂટિન લાઈફમાં રિકવર થઈને સેટ થઈ ગયો છે. એટલું જ નહીં તેના પિતાને પણ ગિઝર બ્લાસ્ટ સમયે ઈજા પહોંચી હતી. તેઓ 37 ટકા દાઝી ગયા હતા. જેમની સારવાર અહીં સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં જ કરાઈ હતી. તેમની પણ રિકવરી ઘણી સારી છે. ઉલ્લખેનીય છે કે આ ઈન્જરીના કારણે બંને દર્દીઓની લાઈફ એક્સપેક્ટન્સીમાં કોઈ ફેરફાર નહીં આવે.

 

Related posts

મૌન સંકેતોને સમજવા: શા માટે થાક, જડબામાં દુખાવો અને ઉબકા હૃદયની સમસ્યાનો સંકેત આપી શકે છે

viratgujarat

૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ અમદાવાદ દ્વારા ૭ શાળાઓમાં મિશન દ્રષ્ટિ – મેગા નેત્ર તપાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી.

viratgujarat

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા જીઆઈ ઓન્કોલોજી અંગે સીમાચિહ્નરૂપ મીટનું આયોજન, જેમાં સારવાર ક્ષેત્રે નવીનતમ પ્રગતિઓ રજૂ કરવામાં આવી

viratgujarat

Leave a Comment