Virat Gujarat
આઈપીઓ

એ-વન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડનો આઇપીઓ 24 સપ્ટેમ્બર, 2026ના રોજ ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 385-રૂ. 405

અમદાવાદ, 22 સપ્ટેમ્બર, 2026: બેંગ્લોર સ્થિત ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક એ-વન સ્ટીલ્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) સબસ્ક્રિપ્શન માટે ગુરૂવાર, 24 સપ્ટેમ્બર, 2026ના રોજ ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026 છે તેમજ બીડ/ઓફર સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થશે. કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂથી રૂ. 35,500 લાખ એકત્રિત કરશે તથા બીએસઇ અને એનએસઇ પ્લેટફોર્મ્સ ઉપર લિસ્ટ થશે.

ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 385-405 નિર્ધારિત કરાયો છે અને પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના ઇક્વિટી શેર્સના લઘુત્તમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 37ના ગુણાંકમાં બીડ કરી શકાશે. પીએલ કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ખંભાતા સિક્યુરિટીઝ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) તેમજ બીગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.

આઇપીઓમાં કંપની દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના રૂ. 35,500 લાખ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તેમજ કંપનીના પ્રમોટર્સ સંદીપ કુમાર, સુનિલ જાલાન અને ક્રિષ્ન કુમાર જાલાન દ્વારા બુક-બિલ્ડિંગ રૂટથી પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના રૂ. 5,000 લાખ સુધીના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. હાયર પ્રાઇઝ બેન્ડ ઉપર (કેપ પ્રાઇઝ), (1) ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી)ને 49,75,308 ઇક્વિટી શેર્સથી વધુ ફાળવાયા નથી, જેમાંથી બીઆરએલએમના પરામર્શથી પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 29,85,185 ઇક્વિટી શેર્સ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાયા છે, (2) રૂ.10ની મૂળ કિંમતના 14,92,593થી ઓછા ઇક્વિટી શેર્સ નોન ઇન્સ્ટિયૂશનલ બિડર્સ (એનઆઇબી) માટે ફાળવવામાં આવ્યા હતા અને (3) રૂ. 10ની મૂળ કિંમતના 34,82,716થી ઓછા ઇક્વિટી શેર્સ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (આરઆઇબી)ને ફાળવવામાં આવ્યા હતા. ઓફરમાં પાત્ર કર્મચારીઓ (એમ્પલોઇ રિઝર્વેશન) દ્વારા ખરીદી માટે રૂ. 10ની મૂળ કિંમતના 49,382 ઇક્વિટી શેર્સ સુધીનું રિઝર્વેશન શામેલ છે. કર્મચારી રિઝર્વેશન કેટેગરી હેઠળ બોલી લગાવતા પાત્ર કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 38નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ એએસઆઇએલ ઓફરમાંથી પ્રાપ્ત ભંડોળમાંથી રૂ. 25,000 લાખનો ઉપયોગ કંપની દ્વારા મેળવેલા ચોક્કસ બાકી ઋણના એક ભાગની પૂર્વ ચુકવણી અથવા આંશિક ચુકવણી માટે તેમજ બાકીના ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને ઓફર ખર્ચ માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

એએસઆઇએલ એક બેકવર્ડ/વર્ટિકલિ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક છે, જેમાં લોંગ અને ફ્લેટ સ્ટીલ પ્રોડક્ટ્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. કંપની અને તેની પેટા કંપનીઓ કર્ણાટક અને આન્ધ્ર પ્રદેશમાં છ મેન્યુફેક્ચરિંગ યુનિટનું સંચાલન કરે છે, ગૌરીબિદાનુર, હિન્દુપુર, ચિક્કંતપુર, બેલ્લારી અને કોપ્પલમાં સ્થિત સુવિધાઓનો સમાવેશ થાય છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા 17,33,100 એમટીપીએ છે.

Related posts

પુષ્પા જ્વેલર્સ લિમિટેડનો IPO 30 જૂન, 2025 ના રોજ ખૂલશે

viratgujarat

હેન્ના જોસેફ હોસ્પિટલ લિમિટેડનો આઇપીઓ 22 જાન્યુઆરી, 2026 ના રોજ ખુલશે

viratgujarat

ગુજરાત નેચરલ રિસોર્સિસ લિમિટેડની રૂ. ૪૮.૧૫ કરોડની રાઈટ્સ ઈશ્યુ ૧૨ ડિસેમ્બરથી ખુલશે

viratgujarat

Leave a Comment