Virat Gujarat
બિઝનેસ

T-Mobile અને જિયોની ઐતિહાસિક સિદ્ધિ: વિશ્વમાં પ્રથમ વખત 5G સ્ટેન્ડઅલોન રોમિંગ કનેક્શન સફળ

બેલવ્યૂ, વોશિંગ્ટન, તા. 21 સપ્ટેમ્બર, 2026: T-Mobile અને જિયોએ વિશ્વમાં પ્રથમ વખત 5G સ્ટેન્ડઅલોન (SA) રોમિંગ કનેક્શન સફળતાપૂર્વક સ્થાપિત કરીને વાયરલેસ કનેક્ટિવિટીના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. Syniverse સાથેની આંતરકાર્યક્ષમતા દ્વારા આ સિદ્ધિ શક્ય બની છે. આ સફળતા આગામી પેઢીના નેટવર્કનો સીમલેસ અનુભવ હવે માત્ર વચન નહીં, પરંતુ વાસ્તવિકતા બની રહ્યો હોવાનો પુરાવો છે. આ સિદ્ધિએ સરહદ પાર 5G કનેક્ટિવિટીના અવિરત અને સુગમ અનુભવ માટે નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે.

આ પહેલથી T-Mobileના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન પ્રથમ વખત સાચા અર્થમાં 5G સ્ટેન્ડઅલોન રોમિંગનો અનુભવ મળશે. એટલું જ નહીં, 5G SA રોમિંગ દ્વારા વધુ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ, ઓછો લેટન્સી સમય એટલે કે ડેટા ટ્રાન્સફરમાં ઓછો વિલંબ અને વધુ વિશ્વસનીય કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. આ ટેક્નોલોજી ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT), રિયલ-ટાઇમ સંચાર અને ઇમર્સિવ ટેક્નોલોજી જેવી આગામી પેઢીની એપ્લિકેશન્સ માટે નવી શક્યતાઓ ઊભી કરશે, જે વૈશ્વિક સ્તરે સતત અને ઉચ્ચ ગુણવત્તાની કનેક્ટિવિટી પર આધારિત છે.

આ ઐતિહાસિક સિદ્ધિ Syniverseના કનેક્ટિવિટી પ્લેટફોર્મના સહયોગથી શક્ય બની છે. આ પ્લેટફોર્મ વિવિધ નેટવર્ક્સ વચ્ચે સુરક્ષિત અને અવિરત જોડાણ સુનિશ્ચિત કરે છે તેમજ આગામી પેઢીની રોમિંગ સેવાઓને વૈશ્વિક સ્તરે વધુ ઝડપથી અપનાવવામાં મદદરૂપ બને છે.

“વૈશ્વિક વાયરલેસ કનેક્ટિવિટી ક્ષેત્રે આ એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને તેનું નેતૃત્વ કરવા બદલ T-Mobile ગૌરવ અનુભવે છે,” એમ T-Mobileના ચીફ નેટવર્ક ઓફિસર અંકુર કપૂરે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, અમે વર્ષ 2020માં 5G સ્ટેન્ડઅલોનના ભવિષ્ય માટે પાયારૂપ કામગીરી સાથે આ સફરની શરૂઆત કરી હતી અને આજે જિયો ઇન્ડિયા સાથે વૈશ્વિક સ્તરે ભાગીદારી કરીને આ નેતૃત્વને આગળ વધારી રહ્યા છીએ. તમે એક દેશ છોડીને બીજા દેશમાં પહોંચો, છતાં તમારો 5G અનુભવ એટલો જ અવિરત રહેશે, પછી ભલે તમે વીડિયો સ્ટ્રીમ કરી રહ્યા હો, પ્રવાસના રીલ્સ શેર કરી રહ્યા હો કે બિઝનેસ એપ્લિકેશન્સનો ઉપયોગ કરી રહ્યા હો. આ જ આ ટેક્નોલોજીની પરિવર્તનકારી ક્ષમતાની સાચી ઓળખ છે. તેમ પણ તેમણે અંતમાં જણાવ્યું હતું.

તો, જિયોના ઇન્ટરનેશનલ નેટવર્ક, પાર્ટનરશિપ એન્ડ સર્વિસિસ હેડ માર્ક યાર્કોસ્કીએ જણાવ્યું કે, આ એક પરિવર્તનકારી સીમાચિહ્ન છે અને તે માત્ર રોમિંગ પૂરતું મર્યાદિત નથી. જ્યારે બે અગ્રણી 5G સ્ટેન્ડઅલોન નેટવર્ક્સ સાથે મળીને કાર્ય કરે છે, ત્યારે નવી શક્યતાઓ ઊભી થઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. T-Mobile અને જિયો ક્રોસ-નેટવર્ક ક્ષમતાઓ અને સેવાઓની નવી પેઢી માટે પાયો તૈયાર કરી રહ્યા છે. તેમાં ગ્રાહકો અને એન્ટરપ્રાઇઝ માટે વિશિષ્ટ સેવાઓ અને અનુભવો ઉપરાંત 5G સ્ટેન્ડઅલોનની અનોખી ક્ષમતાઓનો લાભ લેતી AI આધારિત સેવાઓનો પણ સમાવેશ થાય છે. તેમણે અંતમાં એમ પણ ઉમેર્યું કે, અવિરત, પરસ્પર સુસંગત અને નવી સંભાવનાઓને સાકાર કરતું તથા મૂલ્ય ઊભું કરતું આ જ 5G SAનું ભવિષ્ય છે.

Syniverseના ચીફ પ્રોડક્ટ ઓફિસર જ્હોન વિકએ જણાવ્યું કે, ઉદ્યોગક્ષેત્રે પ્રથમ 5G સ્ટેન્ડઅલોન રોમિંગની આ ઐતિહાસિક સિદ્ધિ શક્ય બનાવવામાં સહયોગ આપવા બદલ Syniverse ગૌરવ અનુભવે છે. સુરક્ષિત ઇન્ટરવર્કિંગ અને અદ્યતન મેડિએશન ટેક્નોલોજી દ્વારા આગામી પેઢીની રોમિંગ સેવા વૈશ્વિક સ્તરે વ્યાવસાયિક રીતે અમલમાં મૂકવી શક્ય બની શકે છે તે આ સિદ્ધિ દર્શાવે છે.

“મોબાઇલ ઇકોસિસ્ટમમાં લાંબા સમયથી વિકસાવેલી ભાગીદારી, અમારી સ્વદેશી SEPP ક્ષમતાઓ અને વિશ્વસનીય પ્લેટફોર્મના આધારે અમે ઓપરેટર્સને 5G SA રોમિંગનું પરીક્ષણ, જરૂરી પ્રક્રિયાઓનું સંચાલન અને સેવાનું લોન્ચિંગ વિશ્વાસપૂર્વક કરવામાં મદદ કરીએ છીએ. વધુને વધુ ઓપરેટર્સ 5G SA રોમિંગ સાથે જેમ-જેમ જોડાતા જશે તેમ-તેમ, માન્યતા ચકાસણીથી લઈને વ્યાવસાયિક અમલીકરણ સુધીની સમગ્ર પ્રક્રિયામાં 5G માટે તૈયાર તમામ ગ્રાહકોને અમે સહયોગ આપી શકીએ છીએ.”

આ સહયોગ દર્શાવે છે કે T-Mobile સરહદો પારની કનેક્ટિવિટીના ભવિષ્યને કેવી રીતે આગળ ધપાવી રહ્યું છે. અદ્યતન વૈશ્વિક નેટવર્ક્સની ક્ષમતાના આધારે નવી સેવાઓ અને નવા ડિજિટલ અનુભવો માટે જરૂરી પાયો આ સહયોગ દ્વારા તૈયાર થઈ રહ્યો છે.

Related posts

ભારતમાં 82% પ્રોફેશનલ્સ 2025માં નવી નોકરી શોધી રહ્યા છે, પરંતુ શોધ પહેલા કરતા વધુ કઠિન છે

viratgujarat

એબીબી વીજળીકરણ અને ઓટોમેશનમાં વૈશ્વિક ટેકનોલોજી અગ્રણી છે

viratgujarat

કોટક પ્રાયવેટના ટોપ ઓફ ધ પિરામિડ રિપોર્ટમાં ભારતના અલ્ટ્રા-HNIsના પ્રવાહમાં પરિવર્તન થયું હોવાનુ બહાર આવ્યું

viratgujarat

Leave a Comment