Virat Gujarat
Uncategorized

જાપાની ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ અદાણી સમૂહની ત્રણ કંપનીને સિમાચિહ્નસમું રેટિંગ આપ્યું

અમદાવાદ, ૩૦ જાન્યુઆરી ૨૦૨૬: જાપાનની ટોચની રેટિંગ એજન્સી, જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) એ ત્રણ અદાણી ઔદ્યોગિક સમૂહની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (APSEZ), અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) મળી ત્રણેય ગ્રુપ કંપનીઓને લાંબા ગાળાના વિદેશી ચલણ ક્રેડિટ રેટિંગને સ્થિર દૃષ્ટિકોણ સાથે સુપ્રત કર્યા છે. આ રેટીંગ અદાણી સમૂહની વૈશ્વિક ક્રેડિટ યાત્રામાં એક મહત્વના સીમાચિહ્નરૂપ બની રહેવા સાથે તેની ક્રેડિટ તાકાતને સંગીન બનાવે છે.

JCRએ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. ને A-(સ્થિર) રેટિંગ આપ્યું છે, જે એક આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી દ્વારા ભારતીય કોર્પોરેટ દ્વારા સાર્વભૌમ થ્રેશોલ્ડનો દુર્લભ ભંગ દર્શાવે છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જી લિ. અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. ને આપવામાં આવેલું BBB+ (સ્થિર) રેટિંગ ભારતના BBB+ ના સાર્વભૌમ રેટિંગની સમકક્ષ છે.

 અદાણી પોર્ટસને મળેલું મજબૂત રેટિંગ તેની સર્વાંગી ક્રેડિટ પ્રોફાઇલ, વૈવિધ્યસભર સંપત્તિનો આધાર અને સ્થિતિસ્થાપક રોકડ-પ્રવાહના ઉત્પાદનને રેખાંકિત કરી તેને અગ્રણી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી તરફથી સાર્વભૌમત્વથી ઉપર ઉઠીને રેટિંગ હાંસલ કરવા માટે ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના પસંદગીના સમૂહમાં મૂકે છે.

રેટિંગ એજન્સી JCR દ્વારા ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મનું આ સ્તરે કરવામાં આવેલું મૂલ્યાંકન પ્રથમ ઉદાહરણમાંનું એક બની રહેવા સાથે અદાણી સમૂહના વૈશ્વિક રેટિંગ એજન્સીઓ સાથે વધતા જોડાણ અને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ સિમાચિહ્નમાં થઇ રહેલા વધારાને દર્શાવે છે. 

 સમગ્ર અદાણી સમૂહના મુખ્ય નાણાકીય અધિકારી જુગેશિન્દર સિંઘે અદાણીની કંપનીઓએ હાંસલ કરેલા આ રેટીંગ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સીમાચિહ્નરૂપ રેટિંગ અદાણી સમૂહના શિસ્તબદ્ધ નાણાકીય વ્યવસ્થાપન, બેલેન્સ શીટના મૂળભૂત સિદ્ધાંતોને ઉત્તરોત્તર મજબૂત બનાવવા અને વૈવિધ્યસભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મને વિશ્વ સ્તરીય અમલીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને અભિવ્યકત કરવા સાથે કંપનીના વ્યવસાયી મોડેલની ઊંડાઈ અને સ્થિતિસ્થાપકતાની પુનઃપુષ્ટિ કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ રેટીંગ અમારી લાંબા ગાળાની વ્યૂહરચનામાં વૈશ્વિક ધિરાણકર્તાઓ, સંસ્થાકીય રોકાણકારો અને મૂડી બજારોના વિશ્વાસને પ્રદર્શિત કરે છે.રોકાણકારો અને ધિરાણકારોનું આ પ્રચંડ સમર્થન ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં અગ્રણી સહયોગી તરીકેની અમારી સ્થિતિને વધુ તાકાત બક્ષવા સાથે ટકાઉ, ઉચ્ચ ગુણવત્તાવાળી વૃદ્ધિ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

Related posts

ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે

viratgujarat

જાવા 42, નિયો-ક્લાસિક ડિસપ્ટર, હવે આઇવરીમાં

viratgujarat

એસ્ટ્રો ગુરુ દીપક જૈન દ્વારા ઇન્દોર ખાતે ભવ્ય નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન – ગુજરાત બહારનો પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ

viratgujarat

Leave a Comment