Virat Gujarat
Uncategorized

જાવા 42, નિયો-ક્લાસિક ડિસપ્ટર, હવે આઇવરીમાં

  • જાવા 42પ્રસ્તુત કરે છે એક પેસ્ટલ આઇવરી શેડ, જે સિગ્નેચર ’42’ રેટ્રો ડિટેલિંગ સાથે શાંત, ઉતાવળ વિના કરેલા રંગો માટેની વૈશ્વિક ચાહનાને તૃપ્ત કરે છે.
  • ચેકર્ડ-ફ્લેગ ગ્રાફિક્સ, બોલ્ડ ડેકલ્સ અને ક્લાસિક બેજિંગ આધુનિક નિયો-ક્લાસિક ડિઝાઇન સાથે વિન્ટેજ ટ્રેક વારસાને મિશ્રિત કરે છે.
  • 294cc લિક્વિડ-કૂલ્ડ એન્જિન 32 PS અને 26.84 Nm પૂરા પાડે છે, જે 6-સ્પીડ ગિયરબોક્સ, A&S ક્લચ અને ઇન્ડિયા-ટ્યુન્ડ સસ્પેન્શન સાથે જોડાયેલા છે.
  • માલિકીનો વિશ્વાસ: દેશભરમાં 450+ ટચપોઇન્ટ્સ પર4-વર્ષ/50,000-કિમી વોરંટી અને સપોર્ટ દ્વારા સમર્થિત. 

મુંબઈ | ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — જાવા યેઝદી મોટરસાઈકલ્સની પ્રસ્તુતિ એવીજાવા 42 મોટરસાઈકલ, જેણે નિયો-ક્લાસિક સેગમેન્ટમાં પહેલ કરીને, એકદમ નવી આઇવરી પ્રસ્તુતિ કરી છે, જે એક તાજો પેસ્ટલ શેડ છે.પરંપરાગત ઘોંઘાટથી રાહત આપવા સાથે શાંત, ઉતાવળ વિના કરેલા રંગો માટે વિશ્વભરમાં વધતી જતી ચાહનાને તૃપ્ત કરે છે, અને 2026ના વર્ષના શ્રેષ્ઠ કલર તરીકે પ્રસ્થાપિત કરે છે. 42 નંબરની રેટ્રો લિવરી અને ડેકલ્સ નવી જાવા 42 આઇવરીની  ઓછી અંકાયેલી કૂલનેસને પ્રસ્થાપિત કરે છે.

જાવા 42, જે પોતે જ યુવાનો માટે એક સ્ટેટમેન્ટ છે જે અંગતતાને વધુ મહત્વ આપે છે, તેણે 2018માં તેના ડિઝાઇન-ફર્સ્ટ સિલુએટ અને આઇકોનિક પેસ્ટલ શેડ્સ સાથે મોનોક્રોમ ક્લાસિક સેગમેન્ટને વિક્ષેપિત કર્યું હતું. 42ના તાજગીસફર કલર પેલેટ અને સ્પોર્ટી સ્ટાન્સે અધિકૃત રેટ્રો-કૂલને પ્રસ્થાપિત કર્યું છે, જે ટેંક તળે અદભુત પરફોર્મન્સ એન્જિનિયરિંગને પરાવર્તિત કરે છે. ઓરિજિનલ પેસ્ટલ સિરિઝ મધ્યમ કદના ક્લાસિકના ગ્રે રંગને વીંધે છે, પછી અનુમાનિત ડિઝાઇન અને એકવિધ પ્રદર્શન દ્વારા છવાઈ જાય છે.

જાવા યેઝદી મોટરસાયકલ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, “જાવા 42એ 2018માં ક્લાસિક પ્લેબુકની પુનઃવ્યાખ્યા કરી હતી. તેણે દેખાડી દીધું હતું કે, ભારતીય રાઇડર સાચા નિયો-ક્લાસિક પાસેથી શું અપેક્ષા રાખી શકે છે. તેની બોલ્ડ ડિઝાઇન, પર્ફોર્મન્સ એન્જિનિયરિંગ, સલામતી અને રાઇડર-ફર્સ્ટ સુવિધાઓ સાથે, જાવા 42 આજે પણ એકના એક દેખાવનો એન્ટિડોટ બની રહી છે. જે લોકો જાવા 42 પસંદ કરે છે તેઓ શોરબકોરથી પાછળ હટીને ટ્રેન્ડ્સથી પણ નોખા તરીને, ક્યુરેશનથી પરેશાન થયા વિના પોતાની અલગ સ્ટોરી રચી રહ્યા છે. અમે આઇવરી સાથે આ મૂડને પારખી રહ્યા છીએ, જે એક એવો રંગ છે જે રાઇડર્સને પોતાની ગતિએ જાવાની ઓછી વર્ણવેલી કૂલનેસને શોધવા દે છે. પ્રામાણિક જિજ્ઞાસાના પ્રતીક તરીકે42ને જાવા હંમેશા રેટ્રો રૂલબુકને તોડી-મરોડી નાંખશે, નવી ચર્ચા, યાદો અને શોધોને જન્માવશે.”

જિજ્ઞાસાની ભાવના

‘ફોર્ટી-ટુ’ શબ્દ પોતે જ, વિન્ટેજ ફોન્ટમાં, 2026 જાવા 42 આઇવરીનાં પાછળના ફેન્ડર અને ફ્યુઅલ ટેંક પર સવાર થઈ જાય છે. ફર્સ્ટ રેન્જના “જાવા 42” નામકરણેઆ બ્રાન્ડને યુવા રાઇડર્સ સાથે ફરી જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જે ડગ્લાસ એડમ્સના કલ્ટ ક્લાસિક “ધ હિચહાઇકર્સ ગાઇડ ટુ ધ ગેલેક્સી” પરથી પ્રેરિત છે, જ્યાં 42 જીવનના અંતિમ છુપાયેલા અર્થની પ્રસ્તુતિ કરે છે, જેને ફક્ત જીવનના અનુભવો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. તેની સવારીની જેમ, ક્યારેય સીધી રેખામાં કે સુઘડ નહીં રહે તેવો, બેજ 42 જિજ્ઞાસા અને પ્રિસ્ક્રિપ્શનનું પાલન કરવાનો ધરાર ઇનકાર કરે છે. જાવા 42 આઇવરીની સાઇડ પેનલમાં સંપૂર્ણ નવી ડિઝાઇન છે, અને હેડલાઇટ નેસેલ સાથે, 42 નંબર આકર્ષક કોન્ટ્રાસ્ટમાં હશે, જે પેસ્ટલ આઇવરી પોપ બનાવે છે.

આ મોટરસાઇકલ 1960 અને 70ના દાયકાના સુપ્રસિદ્ધ ટ્રેક મશીનોની જેમ ડેકલ્સના નવા સેટ દ્વારા ક્લાસિક રેસિંગ વારસાને ઉજાગર કરે છે. સિગ્નેચર ટીયર-ડ્રોપ ફ્યુઅલ ટાંકીમાં ચેકર્ડ ફ્લેગ ગ્રાફિક હશે. બાઇકની લિવરી આઇલ ઓફ મેન TT યુગની રેસિંગ બાઇક્સની યાદ અપાવે છે, જે જાવા 42ના આધુનિક એન્જિનિયરિંગ સાથે વિન્ટેજ સ્પીડ એસ્થેટિક્સનું મિશ્રણ કરે છે. ઓફસેટ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને ચપળ નિયો-ક્લાસિક સિલુએટ, ઐતિહાસિક સંકેતોને સમકાલીન કારીગરી સાથે જોડવા માટે બ્રાન્ડની પ્રતિષ્ઠા સ્થાપિત કરે છે.

પૂરવાર થયેલું પરફોર્મન્સ

જાવા 42 આઇવરી અન્ય 350cc મોટરસાઇકલ કરતાં 40 ટકા વધુ પાવર પૂરો પાડે છે* શક્તિશાળી 294-cc લિક્વિડ-કૂલ્ડ J-પેન્થર એન્જિન સાથે જે 27.32 PS પાવર અને 26.84 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જે ફર્સ્ટ-ઇન-ક્લાસ, સ્મૂધ 6-સ્પીડ ગિયરબોક્સ સાથે સુમેળ ધરાવે છે. રાઇડિંગના અનુભવને રિફાઇન્ડ NVH લેવલ્સ, ઑપ્ટિમાઇઝ્ડ ગિયરિંગ અને થ્રોટલ મેપ્સ, કેટેગરી-ફર્સ્ટ આસિસ્ટ એન્ડસ્લિપર (A&S) ક્લચ, શ્રેષ્ઠ-ઇન-ક્લાસ બ્રેકિંગ અને ભારતના વિવિધ રસ્તાઓ માટે ટ્યુન કરેલ સસ્પેન્શન દ્વારા વિસ્તૃત બનાવવામાં આવે છે.

કિંમત

જાવા 42 આઇવરી રૂ. 1,84,950ની (એક્સ-શોરૂમ નવી દિલ્હી) સુલભ કિંમતે આવે છે, જાવા 42 આઇવરી નિયો-ક્લાસિક સ્ટાઇલ અને પર્ફોર્મન્સ એન્જિનિયરિંગને આકર્ષક પેકેજમાં પેક કરે છે. તેનું પ્રીમિયમ ડિટેલિંગ, એકલ આઇવરી ફિનિશ, પાવરફુલપરફોર્મન્સ, સંતુલિત એર્ગોનોમિક્સ અને રોડ પર અદભુત પ્રેઝન્સ સાથે, આ એક મોટરસાઇકલ છે જે તેની કિંમત કરતાં ઘણું વધારે ડિલિવર કરે છે.

ડિઝાઇન-ફર્સ્ટ નિયો-ક્લાસિક

જાવા 42 કમાન્ડિંગ રોડ પ્રેઝન્સ અને એક્સપ્રેસિવ કલર પેલેટ સાથે નિયો-ક્લાસિકમાં એક ટ્રેઇલ બનાવી રહી છે. અભૂતપૂર્વ પેસ્ટલ્સ જેવા યુવા રંગોના કેલિડોસ્કોપ રજૂ કરવાથી માંડીને ઓફ-સેટ કન્સોલ સહિત ચેમ્પિયનશીપ ફંક્શનલ ડિઝાઇન બનાવવા સુધી, આ બ્રાન્ડે સ્ટાન્ડર્ડ્સને ડિફોલ્ટ કરવાને બદલે સેગમેન્ટને આકાર આપ્યો છે.

2026 માટે ગ્લોબલ ડિઝાઈન મૂવમેન્ટ્સે સોફ્ટ મિનિમલિઝમ અને સંવેદનાત્મક રાહત તરફ ઝોક લીધો છે, અને સાથે કલર ઓફ ધ યર પ્રસ્થાપન ન્યૂટ્રલ્સ તરફ સહિયારા વળાંકનો સંકેત આપે છે. જાવા 42 આઇવરી આનું નિયો-ક્લાસિક લેન્સ દ્વારા અર્થઘટન કરે છે, આંતરરાષ્ટ્રીય ડિઝાઇન સેન્સિબિલિટીને ઇરાદાપૂર્વક, સંતુલિત અને ભાવનાત્મક રીતે પુનઃપ્રસ્તુત કરતી દર્શાવાઈ છે. પેસ્ટલ આઇવરી ફક્ત એક શેડ નથી, પરંતુ એક અદભુત દેખાવની પ્રસ્તુતિ છે જે 42ને વ્યાખ્યાયિત કરતી ભૂલવિહોણી તીક્ષ્ણતા જાળવી રાખીને આંખોને ઠંડક પ્રદાન કરે છે.

દરેક સવાર માટે ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામ

જાવા યેઝદી મોટરસાઈકલ્સ ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામ સાથે આગળ ધપે છે, જે ગ્રાહક સંતોષ અને મુશ્કેલી-મુક્ત માલિકીપણાને પ્રાથમિકતા આપે છે. તેમાં સામેલ છે:

  • 4-વર્ષ/50,000-કિમીની સ્ટાન્ડર્ડ વોરન્ટી*
  • 6 વર્ષ સુધી એક્સટેન્ડેડ વોરંટી વિકલ્પો*
  • 8 વર્ષ સુધી રોડસાઇડ સહાય*
  • દેશવ્યાપી કવરેજ સાથે 5 વર્ષ સુધી AMC*
  • દેશવ્યાપી કવરેજ સાથે 450+ વેચાણ અને સર્વિસ ટચપોઇન્ટ્સમાં સર્વગ્રાહી ઓનરશીપ લાભો ઉપલબ્ધ છે 

આ સેગમેન્ટમાં પ્રથમ પ્રોગ્રામ કંપનીના એન્જિનિયરિંગ શ્રેષ્ઠતામાંના વિશ્વાસ અને પુનરાવર્તિત વિશ્વાસ દ્વારા માપવામાં આવતી માલિકીપણાની સફર માટે તેના મશીનની લાંબાગાળાની વિશ્વસનીયતાને પ્રતિબિંબિત કરે છે.

2026 જાવા 42 આઇવરી તમામ 450+ અધિકૃત જાવા યેઝદી ડીલરશીપ ખાતે રૂ. 1,84,950/માં (એક્સ-શોરૂમ નવી દિલ્હી) ઉપલબ્ધ છે.

*T&C લાગુ

Related posts

તારીખ 17-02-2026ના રોજ ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની 32મી પૂણ્યતિથિ

viratgujarat

ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે

viratgujarat

વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું

viratgujarat

Leave a Comment