Virat Gujarat
Uncategorized

એસ્ટ્રો ગુરુ દીપક જૈન દ્વારા ઇન્દોર ખાતે ભવ્ય નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન – ગુજરાત બહારનો પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ

વર્ષ 2026 ની શરૂઆતમાં એસ્ટ્રો ગુરુ દીપક જૈને પોતાના ન્યૂઝ પ્રેસ રિલીઝમાં સંકલ્પ વ્યક્ત કર્યો હતો
કે સમગ્ર ભારતમાંથી કોઈપણ સંસ્થા અથવા સમાજ આમંત્રણ આપશે તો તેઓ નિઃશુલ્ક જ્યોતિષ
માર્ગદર્શન માટે અવશ્ય પ્રયત્ન કરશે. અમદાવાદમાં અગાઉ 6 સ્થળોએ સફળ નિઃશુલ્ક જ્યોતિષ કાર્યક્રમો
પૂર્ણ કર્યા બાદ, પ્રથમ વખત ગુજરાતની બહાર મધ્ય પ્રદેશ રાજ્યના મલ્હાર ગંજ, ઇન્દોર સ્થિત જૈન
મંદિરના ટ્રસ્ટીઓના આમંત્રણથી ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ શિબિર બપોરે 1 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી સતત ચાલી અને અત્યાર સુધીનો સૌથી વિશાળ
કાર્યક્રમ સાબિત થયો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓએ પોતાની જન્મકુંડળી, ગ્રહ દશા,
અંતર્દશા અને ગોચર આધારે નિઃશુલ્ક વ્યક્તિગત માર્ગદર્શન મેળવ્યું. જીવનની વિવિધ સમસ્યાઓ, ગ્રહો
અને દશા ન આધારે મેડિકલ એસ્ટ્રોલોજી, વ્યવસાય, આરોગ્ય, પરિવાર અને લગ્ન સંબંધિત પ્રશ્નો પર
વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું, જેને કારણે કાર્યક્રમ ઐતિહાસિક અને યાદગાર બની રહ્યો.

Related posts

તારીખ 17-02-2026ના રોજ ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની 32મી પૂણ્યતિથિ

viratgujarat

જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ માંગમાં વધારા વચ્ચે પેટ્રોલ, ડીઝલ અને LPGનો ઇંધણ પુરવઠો ચાલુ રાખ્યો

viratgujarat

ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે

viratgujarat

Leave a Comment