Virat Gujarat
Uncategorized

ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે

 ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડ (the “Company”) ના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity
Shares”) દીઠ રૂ. 857થી રૂ. 900નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
 એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ – શુક્રવાર, 06 ફેબ્રુઆરી, 2026
 બિડ/ઓફર ખુલવાની તારીખ – સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ –
બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026
 બિડ્સ લઘુતમ 16 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 16 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે
 રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) – https://fractal.ai/docs/Investor-Relations/Offer-
Documents/Fractal-RHP.pdf

 

અમદાવાદ, 05 ફેબ્રુઆરી, 2026 – ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડ (the “Company”) સોમવાર, 09 ફેબ્રુઆરી,
2026ના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુ (“Equity Shares”)ના તેના ઇક્વિટી શેરના આઈપીઓ (“Offer”)
ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ
પહેલા એટલે કે શુક્રવાર, 06 ફેબ્રુઆરી, 2026 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026
છે.
પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 857થી રૂ. 900ના ભાવે ઓફરની પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવી
છે. બિડ્સ લઘુતમ 16 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 16 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
કંપની દ્વારા રજૂ કરાયેલા આઈપીઓમાં રૂ. 10,235 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (the “Fresh
Issue”) અને રૂ. 18,104 મિલિયન સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર (the “Offer for Sale”, and
together with the Fresh Issue, the “Offer”)નો સમાવેશ થાય છે.
આ વેચાણ માટેની ઓફર હાલના શેરધારકો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે જેમાં ક્વિનાગ બિડકો લિમિટેડ,
ટીપીજી ફેટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ, સત્યા કુમારી રેમાલા અને રાવ વેંકટેશ્વર રેમાલા તથા જીએલએમ ફેમિલી
ટ્રસ્ટ (collectively, the “Selling Shareholders”)નો સમાવેશ થાય છે. આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા
સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 600 મિલિયન સુધીના એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનનો સમાવેશ થાય છે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2)(બી)ના
સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ
પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે, જેમાં નેટ ઓફરના લઘુતમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”)
(the “QIB Category”) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે
ચર્ચા કરીને અમારી કંપની ક્યુઆઈબી કેટેગરીનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ
(“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે, જે પૈકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો 40 ટકાનો હિસ્સો નીચે
મુજબ અનામત રખાશેઃ (1) 33.33 ટકા સુધીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે અને (2)
6.67 ટકા હિસ્સો લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સેબી
આઈસીડીઆર નિયમનો મુજબ ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી
વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ
હોય. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના અથવા ઓછા સબ્સ્ક્રીપ્શન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી
શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) ઉમેરવામાં આવશે (“Net QIB Category”).

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી કેટેગરીનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે અને ક્યુઆઈબી
કેટેગરીનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી
માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
જોકે, જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી કેટેગરીના પાંચ ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ
પોર્શનમાં ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીની નેટ ક્યુઆઈબી
કેટેગરીમાં ઉમેરવામાં આવશે. જો નેટ ઓફરનો કમસે કમ 75 ટકા હિસ્સો ક્યુઆઈબીને ફાળવવામાં ન આવી શકે તો
બિડની સમગ્ર રકમ રિફંડ કરવામાં આવશે. આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ
ઇન્વેસ્ટર્સને (“Non-Institutional Investors” or “NIIs”) (the “Non-Institutional Category”) ફાળવણી
માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ.
10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને બે-તૃત્યાંશ હિસ્સો રૂ.
10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે, એ શરતે કે નોન-
ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની બે સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શન થયેલા હિસ્સાને સેબી
આઈસીડીઆર નિયમનો અનુસાર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી
શકે છે, એ શરતે કે તેમના તરફથી ઓફર કિંમત કે તેનાથી વધુના ભાવે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. આ ઉપરાંત,
ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (“Retail
Individual Investors” or “RIIs”) (the “Retail Category”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રખાશે, જે ઓફર
કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ
(“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો
(યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરી રહેલા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી સહિત) પૂરી પાડવાની
રહેશે જેમાં સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા સ્પોન્સર બેંકો દ્વારા બિડની સંબંધિત રકમ બ્લોક
કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની
પરવાનગી નથી.
કંપનીના ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”)
(BSE and NSE together, the “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ
અને ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”)
છે.
અહીં જણાવવામાં આવેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો
અર્થ થશે.

Related posts

DAU દ્વારા “Design Thinking for Innovation & Entrepreneurship” પર વર્કશોપનું આયોજન

viratgujarat

ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ 2026એ સર્જનાત્મક શ્રેષ્ઠતાનો નવો ધોરણ સ્થાપ્યો

viratgujarat

KONAMI એ ક્રિકેટ આઇકોન રિંકુ સિંહ અને વરુણ ચક્રવર્તી, મલયાલમ સ્ટાર્સ નસલેન ગફૂર અને ચંદુ સલીમ કુમાર સાથે જોડાણ કર્યું ન્યુ ઇન્ડિયા eFootball™ ઝુંબેશ માટે!

viratgujarat

Leave a Comment