Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દિવ્ય-દેવભૂમિ ઉત્તરાખંડની ધરા-વિષ્ણુ પ્રયાગથી ૯૭૫મી રામકથાનો આરંભ

વિષ્ણુ વર્ણાશ્રમથી પરમેઘવર્ણી છે.

રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નહીં,મહામંત્ર છે.

મળ,આવરણ અને વિક્ષેપ ત્રણેયથી મુક્ત હોય વિષ્ણુ છે,વૈષ્ણવ છે.

શાંતિ શાશ્વત હોવી જોઈએ.

મોરારીબાપુને પણ તમે મેઘવર્ણી કહી શકો છો.”

દિવ્ય અને દેવભૂમિ ઉત્તરાખંડની ધરા પર પવિત્ર પંચ પ્રયાગોમાંનાં એક એવા વિષ્ણુ પ્રયાગની ભૂમિ પરથી શનિવારે સાંજે મોરારિબાપુનાંશ્રીમુખેબાલકાંડની બીજ પંક્તિઓ ગુંજી:

બિષ્નુ જો સુર હિત નરતનુ ધારી;

સોઉસર્વગ્યજથા ત્રિપુરારી.

ખોજઇ સો કિઅગ્યઇવ નારી;

ગ્યાન ધામ શ્રીપતિ અસુરારી.

બિષ્નુચારિ ભુજ બિધિ મુખ ચારી;

બિકટબેષ મુખ પંચ પુરારી.

બાલકાંડ

ભગવાન બદ્રીનાથ,કેદારનાથ અને પવિત્ર દિવ્યભૂમિની તમામ ચેતનાઓને તથા આદિ શંકરાચાર્યનીપીઠને પણ પ્રણામ કરીને કહ્યું કે પંચ પ્રયાગમાં પહેલી કથા દેવપ્રયાગકોરોના વખતે પછી કર્ણપ્રયાગ,નંદ પ્રયાગ,રૂદ્રપ્રયાગ અને વિષ્ણુ પ્રયાગમાં.

કથાનામનોરથી વિશેષ પ્રકારના વૈષ્ણવ બાબુભાઈકાણકિયા પરિવારના રસેષ,રૂપલ નિયતિ કે જેણે દેવ પ્રયાગ,ચંપારણ્ય,મુંબઈમાં પણ કથાઓ કરાવી છે એનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિશેષ પ્રસન્નતા છે કે ગુજરાતી સાહિત્ય પરિષદનાં યુવા પ્રમુખ હર્ષદ ત્રિવેદી પણ ઉપસ્થિત છે.

કંબોડિયામાંમાનસ વિષ્ણુ ભગવાનકથા થઈ. ભોપાલમાંમાનસ વિષ્ણુ‘, પછીમાનસ બ્રહ્મા‘, ‘માનસ મહેશ‘-ગ્વાલિયરમાં થઈ અને માનસ વિષ્ણુ પ્રયાગઉપર સંવાદ કરશું.

અહીં કથા પંક્તિઓ કે જ્યાં શિવ અને સતી કથા સાંભળીને પાછા ફરે છે,રામ લલિત નરલીલા કરે છે દ્રશ્યમાંથીલીધેલી.

કથામાં કોઇ અનુગ્રહ લઈને અને કોઈ પૂર્વગ્રહ લઈને બેસે છે.શિવ અનુગ્રહ લઈ અને સતી પૂર્વગ્રહ લઈને બેઠા હતા.દંડક વન સંશયનું વન છે,જ્યાં સંશય થાય છે.

વિષ્ણુ ભગવાનનો એક પ્રસિદ્ધ શ્લોક જે બધા જાણે છે:

શાંતાકારમ્ભુજગશયનમ્પદ્મનાભમસુરેશમ્વિશ્વાધારમ્ગગનસદ્યશમ્મેઘવર્ણંશુભાંગમ, લક્ષ્મીકાંતમ્કમલનયનમયોગીભીધ્યાર્નગમ્યમ્

વંદે વિષ્ણુ ભવભયહરમ્ સર્વ લોકેકનાયકમ્

શ્લોકમાં વિષ્ણુનો સંપૂર્ણ પરિચય છે.અહીં જે લક્ષણો છે વર્તમાન સમયમાં કોઈ માણસમાં દેખાય તો એને વિષ્ણુ કહેવામાં કોઇ વાંધો હોવો જોઈએ.આકાર શાંત છે,વિચાર શાંત છે,ઉચ્ચાર પણ શાંત છે અને આચાર પણ શાંત છે.વિષ્ણુસત્વગુણનાં માલિક છે.બ્રહ્મા રજોગુણી અને મહાદેવ સમષ્ટિનો અહંકાર કહેવાય છે.સાપની પથારી પર સુવા છતાં શાંત છે.ઉપર કાળની છાંયા છે લક્ષ્મી ચરણ દબાવેછે.વિષ્ણુ અને વૈષ્ણવ છે જે આવી પરિસ્થિતિમાં પણ શાંત રહી શકે.

આપણે લક્ષ્મીકાંત બનીએ ત્યારે ખતરો છે.આપણેલક્ષ્મીના સંતાન છીએ.સમુદ્રનાંતરંગો અનંત છે છતાં પણ વિષ્ણુ શાંત છે.

વિષ્ણુનો વર્ણ બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય કે સેવક નહીં મેઘવર્ણીછે.તુલસીજીની કવિતા કથા સરિતા છે.કોઇ સ્પર્શ,દર્શન,મજ્જનપાન,કોઈ સ્નાન કરે છે.ક્યારેક મીટરમાં દેખાય તો તુલસીજી વ્યાકરણ કરતા વધારે આચરણનું ધ્યાન રાખે છે.

રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નહીં મહામંત્ર છે. ચિત્તને વિષ્ણુ કહેવાય છે.કોઈપણ પરિસ્થિતિમાં ચલિત હોય ચિતને ત્રણ પ્રકારની વસ્તુ લાગે છે મળ,આવરણ અને વિક્ષેપ ત્રણેયથી મુક્ત હોય વિષ્ણુ છે, વૈષ્ણવ છે.

વૈશ્વિક ચિત્ત વિષ્ણુ છે.શાંતિ શાશ્વત હોવી જોઈએ. નાભિમાંથી કમળ નીકળ્યું એટલે પદ્મનાભ છે. આપણે નાભિનાળથીજોડાયેલા છીએ છતાં કમળની જેમ અસંગ હોવા જોઈએ.સુરેશ શબ્દ ઈન્દ્ર માટે છે પણ અહીં દિવ્ય ગુણનાનાયકનાં રૂપમાં લેવાયો છે.વિશ્વના આધાર છે અને આકાશની જેમ વિશાળ અને વ્યાપક છે.

વિષ્ણુ વર્ણાશ્રમથી ઉપર મેઘવર્ણછે.ગંગાસતીને કોઈ સરનેમ આપવી હોય તો મેઘવર્ણી, રીતે મોરારીબાપુને પણ તમે મેઘવર્ણી કહી શકો છો. બધાએમેઘવર્ણી બનવું જોઈએ.મેઘવર્ણી વરસે તો શુદ્ધ ધવલ વરસાદ પડશે.આપણેલાભની પાછળ દોડવાનું બંધ કરશું તો શુભ આપણો પીછો કરશે. શુભ ની છાંયામાં બધા લાભ હોય છે.

મંગલાચરણ અને માહાત્મ્ય,વંદનાઓ,પંચદેવ પૂજા,હનુમંતવંદના થઇ.

Related posts

ગોપનાથ મહાદેવ ખાતે શરદ પૂનમની ઢળતી સાંજે કવિ હર્ષ બ્રહ્મભટ્ટને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થયો

viratgujarat

દિલ્હીમાં 2,000 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું: નમકીનના પેકેડમાં છુપાવી હતી; આ જ સિન્ડિકેટનું 5600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ 8 દિવસ પહેલાં પકડાયું હતું

admin

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક: મહારાષ્ટ્રના આર્થિક અને માળખાગત વિકાસની સુપરસીડી

viratgujarat

Leave a Comment