Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રની 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2026 એનાયત કરી સમ્માનિત કરવામાં આવી

અમદાવાદ, 5 એપ્રિલ, 2026: ડ્રીમ ફાઉન્ડેશન, અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સામાજિક કાર્યો થકી રાષ્ટ્ર ઉત્થાનમાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યું છે. આ સંસ્થા દ્વારા 5 એપ્રિલ, 2026ના રોજ એએમએ ખાતે પોતાના ક્ષેત્રમાં અગ્રણી એવી 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2026 અને પ્રમાણપત્ર એનાયત કરી સમ્માનિત કરવામાં આવી. શક્તિ એવોર્ડ 2026માં વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય યદુનાથ મહોદયા, જાણીતા વક્તા રેખાબેન દેસાઇ, જાણીતા ગાયનોકોલોજીસ્ટ ડૉ. લીના પટેલ અને શિક્ષણવિદ ગિતીકા સલુજા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

પોતાના ક્ષેત્રમાં મક્કમતા સાથે આગળ વધી પોતાનું એક અલગ સ્થાન બનાવનાર, શક્તિ એવોર્ડ્સ 2026થી સમ્માનિત આ તમામ 11 મહિલાઓની સફળતાને બિરદાવી ડ્રીમ ફાઉન્ડેશન ગર્વની લાગણી અનુભવે છે. – તેમ જણાવતા ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ જે. શાહે વધુમાં ઉમેર્યું, “સંતુલિત સમાજના સર્જન માટે સ્ત્રી સશક્તિકરણ મહત્વપૂર્ણ પરિબળ છે. તેથી જ સ્ત્રી સશક્તિકરણ એ માત્ર મહિલાઓના વિકાસ પૂરતુ સિમિત રહેતું નથી, પરંતુ વાસ્તવમાં તે સમાજ અને રાષ્ટ્ર ઉત્થાનનો પાયા તરીકે કાર્ય કરે છે. આ શક્તિ એવોર્ડની વિભાવના આવી જ મહિલાઓની સફળતાની ગાથાને ઓળખવા, પોંખવા અને બિરદાવવા માટે કરવામાં આવી છે.”

શક્તિ એવોર્ડ્સ 2026થી સમ્માનિત કરવામાં આવેલ સોનાલી મોહંતી, શક્તિ એક્સેલેન્સ એવોર્ડ – એચઆર એન્ડ સોફ્ટ સ્કિલ ડેલપમેન્ટ; ડૉ. મિતાલી વસાવડા, શક્તિ હેલ્થકેર એક્સેલેન્સ એવોર્ડ; લિપી ગોયલ, શક્તિ વોઇસ એન્ડ એક્સેલન્સ એવોર્ડ; હેપ્પી રબારી અને લકી રબારી, શક્તિ કલ્ચરલ હેરિટેજ એન્ડ ફોક આર્ટ એવોર્ડ; બિરવા મહેતા, શક્તિ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ; ધૈર્યા રાઠોડ, શક્તિ મીડિયા એન્ડ જર્નાલિસમ એક્સેલેન્સ એવોર્ડ; સ્વાતિ પંચાલ, શક્તિ એક્સેલન્સ એવોર્ડ – ફાઈનાન્સ એન્ડ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ લીડરશીપ; માયા જોશી, શક્તિ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ; અંજલિ કોઠારી, શક્તિ એક્સેલન્સ એવોર્ડ – વેલનેસ કોચિંગ; ખુશ્બૂ વૈદ્ય, શક્તિ એડટેક સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન એક્સેલન્સ એવોર્ડનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ડ્રીમ ફાઉન્ડેશનની સ્થાપનાને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે શક્તિ એવોર્ડની પ્રથમ આવૃત્તિનું આયોજન કરાતા સંસ્થા સાથે જોડાયેલા વોલેન્ટીયર્સ, દાતાઓ અને હિતેચ્છુઓમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ડ્રીમ ફાઉન્ડેશન વર્ષ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સ્વ-નિર્ભરતા, મહિલા સશક્તિકરણ સહિતના સામાજિક કાર્યો કરી રહ્યું છે. હાલમાં તેની મુખ્ય પહેલ પસ્તી સે પઢાઈ તક સફળ રીતે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.

Related posts

અમદાવાદમાં 2 એપ્રિલે શ્રી ધવલકુમારજીની ઉપસ્થિતિમાં ભવ્ય સંગીતમય સુંદરકાંડ મહાપાઠ, હનુમાન જયંતિ પર વિશેષ આયોજન

viratgujarat

સુરત ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં “કેન્સરમાં આશાનું કિરણ” પુસ્તકનું વિમોચન કરાયું

viratgujarat

એન્ટી-કરપ્શન કમિટીએ જાહેર સંપર્કને મજબૂત બનાવવા માટે વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યા

viratgujarat

Leave a Comment