Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

ભોગ બનનાર ૨૧ વ્યક્તિઓના પરિવારને કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય

તલગાજરડા, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે.

રાજ્યમાં કે અન્યત્ર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત શ્રધ્ધાંજલિ સાથે સંવેદના સહાયતા અર્પણ થતી રહે છે. તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

આ અકસ્માતમાં ગુજરાતમાં વડોદરા પાસે રાજસ્થાનના પ્રવાસીઓ કે જેઓ બાંસવાડાથી સુરત જતી વેળાએ અકસ્માત સર્જાતા ૭ વ્યક્તિઓ અને મહારાષ્ટ્રમાં પંઢરપુર માર્ગ પર તાંદુળપુર પાસે ખટારો કૂવામાં પડતાં તેમાં બેસેલાં રાંજણી ગામની ૧૪ વ્યક્તિઓનાં કરૂણ મરણ થતાં શ્રધ્ધાંજલિ સાથે ભોગ બનનાર ૨૧ વ્યક્તિઓના પરિવારને પ્રત્યેકનેરૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે.

અકસ્માતોમાં થતી આ સંવેદના સહાયતા જે તે પરિવારને મુખ્યમંત્રી રાહત ભંડોળ અંતર્ગત રામકથા શ્રોતા ભાવિકોના સૌજન્ય સાથે મોકલાય છે.

Related posts

Bela Movie: જ્યારે એક ફિલ્મ બોલે છે હક અને હિંમતની ભાષા

viratgujarat

કાઇનેટિક ગ્રીન અને ઇટાલીની ટોનિનો લેમ્બોર્ઘીનીએ વૈશ્વિક માર્કેટ માટે ઇલેક્ટ્રિક લક્ઝરી ગોલ્ફ અને લાઇફસ્ટાઇલ કાર્ટ રેન્જ ખુલ્લી મુકી

viratgujarat

આરસીએમની રૂપાંતરણ યાત્રા અમદાવાદ પહોંચશે, સેવા ભાવના, આરોગ્ય જાગૃતિ અને જીવન મૂલ્યોને પ્રોત્સાહન આપશે

viratgujarat

Leave a Comment