Virat Gujarat
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતના રેઝરપેએ $600 મિલિયનના IPO માટે કોન્ફીડેન્શીયલ રીતે પેપર્સ ફાઇલ કર્યા

અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | ભારતીય ફિનટેક કંપની રેઝરપેએ આશરે $600 મિલિયનના પ્રારંભિક જાહેર ઓફર માટે કોન્ફીડેન્શીયલ રીતે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા છે. કોન્ફીડેન્શીયલ રૂટ IPO-બાઉન્ડ કંપનીઓને જાહેર ઇશ્યૂ લોન્ચ થાય ત્યાં સુધી તેમની ફાઇલિંગ્સ ખાનગી રાખવાની મંજૂરી આપે છે.

બેંગલુરુ સ્થિત આ કંપનીને વાય કોમ્બિનેટર, લાઇટસ્પીડ અને સિંગાપુરના સોવરિન વેલ્થ ફંડ GIC જેવા રોકાણકારોનું સમર્થન પ્રાપ્ત છે. કંપની 2026ના અંત સુધીમાં શેરબજારમાં લિસ્ટિંગ કરવાનો લક્ષ્ય ધરાવે છે. આ IPO માટે એક્સિસ કેપિટલ, જેપી મોર્ગન, સિટી અને કોટક મહિન્દ્રા કેપિટલ મર્ચન્ટ બેન્કર્સ અને સલાહકાર તરીકે કામગીરી કરી રહ્યા છે.

2014માં સ્થાપિત રેઝરપે એવી ટેક્નોલોજી પૂરી પાડે છે, જે બિઝનેસીસને કાર્ડ્સ, નેટ બેન્કિંગ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને ડિજિટલ વોલેટ્સ સહિતની વિવિધ ચેનલો દ્વારા ઓનલાઈન ચુકવણી સ્વીકારવા અને તેની પ્રક્રિયા કરવા સક્ષમ બનાવે છે. કંપની વેપારીઓ પાસેથી દરેક ટ્રાન્ઝેક્શન પર ફી વસૂલીને આવક મેળવે છે.

તેના મુખ્ય પેમેન્ટ્સ ગેટવે બિઝનેસ ઉપરાંત, રેઝરપેએ પેરોલ મેનેજમેન્ટ અને મર્ચન્ટ લેન્ડિંગ જેવી સેવાઓમાં પણ તેની ઓફરનું વિસ્તરણ કરી રહી છે. ભારતના ઝડપથી વિકસી રહેલા ડિજિટલ પેમેન્ટ્સ ઇકોસિસ્ટમમાં કંપનીની સ્પર્ધા પેટીએમ, વોલમાર્ટ-સમર્થિત ફોનપે, કેશફ્રી અને બિલડેસ્ક જેવી ફિનટેક કંપનીઓ સાથે છે.

2021માં કંપનીએ તેના તાજેતરના મોટા ફંડરેઇઝિંગ રાઉન્ડમાં 375 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા, તે સમયે કંપનીનું મૂલ્યાંકન આશરે 7.5 બિલિયન ડોલર હતું.

તાજેતરના ટ્રેડિંગ સત્રના અંતે પેટીએમનું માર્કેટ કેપિટલાઇઝેશન 718.5 અબજ રૂપિયા (આશરે 7.60 અબજ ડોલર) હતું. બીજી તરફ, ફોનપેએ જીઓપોલિટિકલ ટેન્શન અને વૈશ્વિક મૂડીબજારમાં રહેલી અસ્થિરતાને કારણે તેના બહુપ્રતિક્ષિત IPOની પ્રક્રિયાને હાલ માટે સ્થગિત રાખી છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન ભારતના શેરબજારોએ ઐતિહાસિક ઊંચાઈઓ હાંસલ કરી હતી, પરંતુ આ વર્ષે અમેરિકા અને ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતાના કારણે માર્કેટમાં નબળાઈ જોવા મળી રહી છે. LSEG ડેટા અનુસાર, 2025માં ભારત IPO બજારના મામલે અમેરિકા પછી વિશ્વનું બીજું સૌથી મોટું માર્કેટ રહ્યું હતું, જ્યાં 367 કંપનીઓના લિસ્ટિંગ દ્વારા કુલ 21.8 અબજ ડોલરની મૂડી એકત્ર કરવામાં આવી હતી.

== સમાપ્ત ==

 

Related posts

ભારતમાં સુલભ અને ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોસ્ટેટિક કાળજી માટે ઉદ્યોગ આધારિત માર્ગદર્શિકા રજૂ કરે છે પરાશર ઇન્ડસ્ટ્રીઝ

viratgujarat

અમાનુષી નરસંહારની ભૂમિ પર અમૃતકથાની આરાધના કરી અનામી મૃતકોને શાતા બક્ષતી કથાનું સમાપન;આગામી-૯૬૩મી રામકથાનું ૬ સપ્ટેમ્બરથી યવતમાલ(મહારાષ્ટ્ર)થી ગાન થશે.

viratgujarat

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ટેબ A11 રજૂ કરે છેઃ રોજબરોજના ઉપયોગ માટે સ્લીક અને રિફાઈન્ડ ટેબ્લેટ

viratgujarat

Leave a Comment