Virat Gujarat
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા રોટરી નૂતન વર્ષની અનોખી શરૂઆત : “સ્કૂલ ચલે હમ” પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ અને નાસ્તાનું વિતરણ કરાયું

અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | ૧લી જુલાઈથી શરૂ થતા રોટરીના નવા વર્ષના પ્રારંભે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા એક પ્રશંસનીય સામાજિક કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબના સભ્યોએ ભેગા મળીને આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકો માટે “સ્કૂલ ચલે હમ” પ્રોજેક્ટ અંતર્ગત સુંદર સ્કૂલ બેગ અને ગરમ નાસ્તાનું વિતરણ કર્યું હતું.

આ સમગ્ર સેવાયજ્ઞ સિંધુભવન રોડ નજીક આવેલી રાજીવ આવાસ યોજના ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આવાસના શાળાએ જતા બાળકો તેમજ થલતેજ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને નવીન સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબના સભ્યોએ બાળકોને ભણતરનું મહત્વ સમજાવી, નિયમિત શાળાએ જવા અને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ તકે ક્લબના નવનિયુક્ત પ્રેસિડેન્ટ રોટે. નીરવ જોશીએ જણાવ્યું હતું કે, “મોટાભાગે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે આ વર્ગના બાળકો શાળાએ જવાને બદલે નાની ઉંમરે કચરો વીણવા કે અન્ય મજૂરીકામમાં જોડાઈ જતા હોય છે અને શિક્ષણથી વંચિત રહે છે. રોટરી ક્લબ આવી અસમાનતા દૂર કરવા અને આ બાળકોને ભણવા માટે યોગ્ય સાધનો મળી રહે તે માટે અન્ય સંસ્થાઓ સાથે મળીને સતત પ્રયત્નશીલ રહેશે.”

કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ના ઝોન સિક્સના આસિસ્ટન્ટ ગવર્નર રોટે. જતીન્દરકૌર ભલ્લા ઉપસ્થિત રહ્યા હતા. તેઓ લાંબા સમયથી ગરીબ કિશોરો ગેરમાર્ગે ન દોરવાય અને વ્યસનોથી મુક્ત રહે તે માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે.

આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પબ્લિક ઈમેજ ડાયરેક્ટર રોટે. વિકાસ ઠક્કરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત રોટે. ભાનુ ગુપ્તા, રોટે. મનુ થાપર, રોટે. સી.એ અલ્કેશ પટેલ, રોટે. સંજય તિવારી, રોટે. રાકેશ ભાર્ગવ, શ્રીમતી રાખી તિવારી અને શ્રીમતી તૃપ્તિ જોશી સહિતના સભ્યોએ હાજર રહી કાર્યક્રમ દીપાવ્યો હતો.

નવી બેગ અને નાસ્તો મેળવીને ખુશખુશાલ થયેલા બાળકોએ રોટરી ક્લબનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં ખૂબ દિલ દઈને ભણવાની ખાતરી આપી હતી.

== સમાપ્ત ==

Related posts

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા એસબીએલ 4.0 નું ભવ્ય ઉદ્ઘાટન અને રોમાંચક ક્રિકેટ મેચોનું સફળ આયોજન

viratgujarat

વાધવાણી ફાઉન્ડેશન ઉદ્યોગ સાહસિકતા અને રોજગારી સર્જનને વેગ આપવા માટે CED ગુજરાત સાથે ભાગીદારી કરી

viratgujarat

અખંડા 2: તાંડવમ બાલકૃષ્ણ અને બોયાપાટી શ્રીનુ ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર!

viratgujarat

Leave a Comment