Virat Gujarat
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

વરસાદી સંકટ વચ્ચે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટે નિભાવી માનવતાની ફરજ

અમદાવાદ, ગુજરાત | ૨૮ જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા હેબતપુર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં અતિશય વરસાદ ના કારણે ઝૂંપડાઓમાં ભરાયેલ પાણી ની પરિસ્થિતિમાં તાત્કાલિક સહાયતા કરવામાં આવી. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સભ્યોએ ચાલુ વરસાદે ઝુપડપટ્ટીની મુલાકાત લઇ ઘૂંટણ સમા પાણીમાંથી લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેલ્ટર હોમમાં ઝૂંપડપટ્ટીના લોકોને ખસેડવા માટે ક્લબના સેક્રેટરી રોટેરીયન પ્રણવ શાહ તથા આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન જતીનર કોર ભલ્લા એ વાહનની વ્યવસ્થા કરાવી હતી.

ઝુપડપટ્ટીના લોકો પોતાનો સરસામાન છોડી અને  શેલ્ટર હોમમાં જવા માટે તૈયાર નહોતા તે માટે ક્લબના સભ્યો દ્વારા તેમને કાઉન્સેલિંગ આપી સમજાવવામાં પણ આવ્યા. અસરગ્રસ્ત લોકોને શેલ્ટર હોમમાં પહોંચાડ્યા ત્યારે જાણવા મળ્યું કે  શેલ્ટર હોમમાં આશય લઈ રહેલા અન્ય લોકો માટે  કપડાની તાત્કાલિક જરૂરિયાત છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સભ્યોએ યુદ્ધના ધોરણે દરેક સભ્યોના ઘરમાં થી શક્ય હોય તેટલા વસ્ત્રો ભેગા કરીને તાત્કાલિક ચાંદખેડા સ્થિત શેલ્ટર રૂમમાં પહોંચાડ્યા હતા. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા કરવામાં આવેલું આ કાર્ય રોટરીના સૂત્ર સર્વિસ એબોવ સેલ્ફ ને સાર્થક કરે છે.

== સમાપ્ત ==

Related posts

ઉતરકાશી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ

viratgujarat

એમેઝોન ઇન્ડિયા ગ્રેટ સમર સેલ 2025

viratgujarat

Leave a Comment