Virat Gujarat
મનોરંજન

ધ્રુવ પર્વ: ૮મા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન

ગાંધીનગર, તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પરંપરાને પ્રોત્સાહન આપવા માટે “ધ્રુવ પર્વ: ૮મો ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલ”નું આયોજન ૨૫થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ગાંધીનગરના આંબેડકર હોલ, સેક્ટર-૧૨ ખાતે કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય મહોત્સવમાં દરરોજ રાત્રે ૮:૩૦ કલાકથી વિવિધ સંગીત અને નૃત્ય પ્રસ્તુતિઓ યોજાશે.
ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન સાથે જાણીતા કલાકારોની સાથે યુવા અને ઉભરતા કલાકારોને પોતાની કલાપ્રતિભા રજૂ કરવા માટે મંચ આપવાના ઉદ્દેશ્યથી આ સંગીત મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે ધ્રુવ પર્વમાં ૪૦થી વધુ કલાકારો વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા ભારતીય સંગીત અને નૃત્યની વિવિધ પરંપરાઓ રજૂ કરશે.
ત્રણ દિવસ દરમિયાન શાસ્ત્રીય ગાયન, ઉપશાસ્ત્રીય ગાયન, પદ ગાયન, હવેલી સંગીત, જલતરંગ, પખાવજ, તબલાં અને ઓડિસી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓ યોજાશે. વિવિધ કલા સ્વરૂપોની આ રજૂઆતો દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની સમૃદ્ધ તથા વૈવિધ્યસભર પરંપરાઓનો પરિચય સંગીતપ્રેમીઓને મળશે.
ધ્રુવ પર્વમાં અનુભવી અને જાણીતા કલાકારોની સાથે યુવા તથા ઉભરતા કલાકારોને પણ વિશાળ શ્રોતાવર્ગ સમક્ષ પોતાની કલાપ્રતિભા રજૂ કરવાની તક આપવામાં આવશે. આ માધ્યમથી નવી પેઢીના કલાકારોને પ્રોત્સાહન આપવા અને ભારતીય શાસ્ત્રીય કલા પરંપરાને નવી પેઢી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંગીતપ્રેમીઓ, કલા રસિકો, યુવાનો અને પરિવારોને ધ્રુવ પર્વમાં ઉપસ્થિત રહી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓનો આનંદ માણવા માટે જાહેર આમંત્રણ આપવામાં છે.

Related posts

હેવમોર આઇસક્રીમએ ગુજરાતના શહેરોમાં ભવ્ય ફનફેર અને ઉત્સાહ સાથે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી

viratgujarat

સામાનથી ભરેલા કાર્ટુનો વચ્ચે કામ કરતા CM આતિશી: બંગલો ખાલી કરાવવામાં આવ્યો; LG ઓફિસે કહ્યું- દિલ્હીમાં 6 નંબરનો બંગલો મુખ્યમંત્રીનું ઘર નથી

admin

“હીર-રાંઝા: એક મ્યુઝિકલ” અમદાવાદમાં એક અભૂતપૂર્વ સફળતા

viratgujarat

Leave a Comment