Virat Gujarat
ઈલેક્ટ્રોનિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડ્રીમ ટેકનોલોજીએ ભારતમાં ફ્લેગશિપ X60 અલ્ટ્રા કમ્પ્લીટ રોબોટ વેક્યૂમ લૉન્ચ કર્યું, સ્માર્ટ ઇન્ટેલિજન્સ અને પાવરફુલ પર્ફોર્મન્સની મદદથી ઘરની સફાઈની તમામ કામગીરી અત્યંત સુવિધાજનક બનાવી

નવી દિલ્હી, ભારત | ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | સ્માર્ટ હૉમ ઇનોવેશન ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી ગણાતી ડ્રીમ ટેકનોલોજીએ આજે ભારતમાં તેના ફ્લેગશિપ ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટ રોબોટ વેક્યૂમના લૉન્ચની જાહેરાત કરી છે, જે ડ્રીમનો તેની કેટેગરીમાં સૌથી વધુ સક્શન પાવર ધરાવતો સૌથી પાતળો રોબોટ વેક્યૂમ છે. આ રોબોટ વધુ સ્માર્ટ, એડેપ્ટિવ અને ઑટોનોમસ હોઈ અદ્યતન ટેકનોલોજીની મદદથી ઘરની સંપૂર્ણ સફાઈ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટને આસપાસના વાતાવરણને સમજવા, અન્ય રોબોટ્સ જ્યાં પહોંચી ન શકે તેવી જગ્યાઓ સુધી પહોંચવા, પડકારજનક અવરોધોને પાર કરવા અને રીયલ ટાઇમમાં તેની સફાઈ કરવાની પદ્ધતિને અનુકૂળ રીતે બદલવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટ 27 સપ્ટેમ્બર, 2026થી એમેઝોન ઇન્ડિયા પર અને 22 સપ્ટેમ્બર, 2026થી ડ્રીમ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ પર રૂ. 1,34,999ની કિંમતે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, તે ક્રૉમા અને અન્ય પસંદગીના રીટેઇલ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ થશે. 

ડ્રીમ ટેકનોલોજી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનુ શર્માએ જણાવ્યું હતું કે, ‘આપણે ઇન્ટેલિજન્ટ હૉમ ટેકનોલોજીના વિકાસના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં ફૉકસ હવે મશીનો શું કરી શકે છે તેના કરતાં તેઓ પોતાની આસપાસની દુનિયાને કેટલી સારી રીતે સમજી શકે છે અને તેના પ્રતિ કેવી રીતે પ્રતિક્રિયા આપી શકે છે, તેના પર વધુ છે. ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટ રોબોટ વેક્યૂમ દ્વારા અમે એઆઈ દ્વારા સંચાલિત રેકગ્નિશન, એડેપ્ટિવ નેવિગેશન અને અદ્યતન ક્લીનિંગ ટેકનોલોજીની મદદથી આ વિઝનને સાકાર કરી રહ્યા છીએ, જે રોબોટને ઘરમાં સફાઈ કરતી વખતે વધુ અસરકારક પર્ફોર્મન્સ આપવા સક્ષમ બનાવે છે. તે એક એવા ભવિષ્યની ઝલક રજૂ કરે છે, જ્યાં હૉમ ટેકનોલોજી માત્ર ઑટોમેટેડ જ નહીં પરંતુ વધુને વધુ ઇન્ટ્યુટિવ અને એડેપ્ટિવ હોય અને રોજિંદા જીવનને વધુ સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી હોય. અમારી મહત્વાકાંક્ષા ગ્રાહકો માટે ભવિષ્યને વ્યવહારુ અને વધુ સરળ બનાવવાની છે, જેની શરૂઆત તેઓ પોતાના ઘરની સફાઈ કેવી રીતે કરે છે, તેનાથી થાય છે. અમારા આ નવા લૉન્ચ સાથે આપણે સ્માર્ટ લિવિંગના ભવિષ્યમાં પ્રવેશી રહ્યા છીએ.’

આ લૉન્ચ ડ્રીમની ‘લિવ સ્માર્ટર’ ફિલોસોફીને પણ આગળ વધારે છે, જેને ડ્રીમ ટેકનોલોજી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિતિ સનોનને રજૂ કરનારા લેટેસ્ટ કેમ્પેઇન દ્વારા સાકાર કરવામાં આવી રહી છે. આ કેમ્પેઇન એ વાતને ઉજાગર કરે છે કે, કેવી રીતે ઇન્ટેલિજન્ટ હૉમ ટેકનોલોજી ગ્રાહકોને રોજિંદા ઘરકામની જવાબદારીમાંથી મુક્ત કરીને તેમને વધુ મોકળાશ આપી શકે છે, જેથી તેઓ પોતાના માટે મહત્વપૂર્ણ હોય તેવા અનુભવો અને ક્ષણો પર વધુ ધ્યાન આપી શકે. ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટની મદદથી ઘરની સફાઈ માટેના વધુ સ્વાયત્ત અભિગમ દ્વારા આ વિઝન સાકાર થાય છે, જે ગ્રાહકોને ઘરકામનું મેનેજમેન્ટ કરવામાં ઓછો સમય અને પોતાના જીવનને માણવામાં વધુ સમય ખર્ચવાની તક આપે છે. 

સૌથી પાતળો રોબોટ વેક્યૂમ, ઉજ્જવળ ભવિષ્યની દિશામાં હરણફાળ

ફક્ત 7.95 સેમી સ્લિમ, ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટ ડ્રીમનો સૌથી પાતળો રોબોટ વેક્યૂમ છે, જેને બેડ, સોફા અને કેબિનેટની નીચેની સાંકડી જગ્યાઓ સુધી પહોંચવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેનું રીટ્રેક્ટેબલ ડીટીઓએફ સેન્સર ખુલ્લી જગ્યામાં 360° સ્કેનિંગ માટે ઉપરની ઊંચકાય છે અને સાંકડી જગ્યામાં આપમેળે સંકોચાઈ જાય છે, જ્યારે બાઇનોક્યુલર ઑબ્સ્ટેકલ અવોઇડન્સ સિસ્ટમ બે એઆઈ કેમેરાની મદદથી 280થી વધુ પદાર્થોને ઓળખી કાઢે છે, તેમની ઓળખ નિર્ધારિત કરે છે અને તેમને ટાળે છે.

પરંતુ તેની પહોંચ ફર્નિચરની નીચેની જગ્યાઓ પૂરતી મર્યાદિત નથી. તેની ડ્યુઅલ ફ્લેક્સ આર્મ ટેકનોલોજી સાઇડ બ્રશ અને મૉપ પેડ્સને સાંકડી અને જ્યાં સરળતાથી પહોંચી ન શકાય તેવી જગ્યાઓ સુધી વિસ્તારે છે, જેનાથી આવી પડકારજનક જગ્યાઓમાં 100% સુધીનું ક્લીનિંગ કવરેજ મળે તેની ખાતરી કરી શકાય છે.

ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટમાં ડ્રીમની ફ્લેક્સીએડેપ્ટ™ ઑબ્સ્ટેકલ-ઓવરકમિંગ સિસ્ટમ પણ સામેલ કરવામાં આવી છે, જેને 4.2 સેમી સુધીના સિંગલ-લેયર સ્ટેપ્સ અને 8 સેમી સુધીના ડબલ-લેયર સ્ટેપ્સને પાર કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ રોબોટને ઘરની અંદર વધુ પડકારજનક અવરોધોને પાર કરીને વિવિધ વિસ્તારોમાં સરળતાથી આગળ વધવા અને વધુ સુગમતાપૂર્વક સફાઈ કરવા સક્ષમ બનાવે છે.

આ તમામ ટેકનોલોજીનું સંયોજન કરવા પાછળનો ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટનો એક સરળ હેતુ છે: ઘરના વધુને વધુ વિસ્તારોને આવરી લઇને સફાઈથી વંચિત રહી જતી જગ્યાઓ ઘટાડવી.

કેટેગરીમાં સૌથી વધુ સક્શન પાવર, ઊંડે સુધી સફાઈ કરવા સક્ષમ

દરેક ખૂણે પહોંચવું એ સફાઈની કામગીરીનો માત્ર એક હિસ્સો છે. ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટ વધુ ઊંડે સુધી અને સંપૂર્ણ સફાઈ કરવા માટે તેના ઇન્ટેલિજન્ટ નેવિગેશનને પાવરફુલ સક્શન સાથે જોડે છે. રોબોટ વેક્યૂમની કેટેગરીમાં સૌથી વધુ સક્શન પાવર 35,000Paના વોરમેક્સ™ સક્શન સાથે ડ્રીમની ફ્લેગશિપ પ્રોડક્ટ પ્રેશરસ્ટ્રીમ™ ડીટેન્ગલિંગ ડ્યુઓબ્રશ સિસ્ટમ 2.0 અને રીટ્રેક્ટેબલ પ્રેશર ચેમ્બરની મદદથી સફાઈની શક્તિશાળી ક્ષમતા પૂરી પાડે છે.

હાર્ડ ફ્લોર અને કાર્પેટ બંને માટે તૈયાર કરવામાં આવેલી આ સિસ્ટમ ધૂળ અને કચરો સાફ કરવાની સાથે-સાથે રોબોટ ક્લીનિંગ દરમિયાન હંમેશા સામનો કરવી પડતી સમસ્યાઓમાંથી એક વાળ ગૂંચવાઈ જવાની સમસ્યાને પણ દૂર કરે છે. ડ્યુઓબ્રશ સિસ્ટમને વાળ ગૂંચવાઈ જવાની સમસ્યા ઘટાડવાની સાથે વિવિધ પ્રકારની ફ્લોર સપાટી પર ઊંડે સુધી સફાઈ કરવાની ક્ષમતા જાળવી રાખવા માટે તૈયાર કરવામાં આવી છે.

જે ઘરોમાં સફાઈ એટલે માત્ર ધૂળ સાફ કરવી ન હોય, ત્યાં ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટ તેની 100° સે. થર્મોહબ™ મૉપ સેલ્ફ-ક્લીનિંગ સિસ્ટમની મદદથી સ્વચ્છતાના ધોરણોને વધુ ઊંચા સ્તરે લઈ જાય છે. 100° સે. સુધીના ગરમ પાણીનો ઉપયોગ કરીને આ સિસ્ટમ મૉપ પેડ્સને પલાળે છે અને ઊંડે સુધી સાફ કરે છે, જેથી ચીકાશ અને હઠીલા ડાઘને દૂર કરવામાં મદદ મળે છે, તેમજ સફાઈની દરેક સાઇકલ વચ્ચે મૉપ પેડ્સ વધુ સ્વચ્છ રહે તેની ખાતરી કરવામાં આવે છે.

વેક્યૂમિંગથી લઈને ઘરની સંપૂર્ણ સફાઈ સુધી

ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટને માત્ર વેક્યૂમિંગ અને મૉપિંગ માટે જ નહીં પરંતુ માનવીય હસ્તક્ષેપ ઓછો કરીને વધુને વધુ સંપૂર્ણ સફાઈનો અનુભવ પૂરો પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

તેના થર્મલ મૉપ પેડ્સ, જે તાપમાનને 40° સે.થી વધુ જાળવી રાખે છે અને તેની સાથે 230 આરપીએમ ડ્યુઅલ ઑમ્નિ-સ્ક્રબ મૉપિંગ અને 15Nનું ડાઉનવર્ડ પ્રેશર ઘરમાં વિવિધ જગ્યાએ વધુ સઘન રીતે સ્ક્રબિંગ કરીને સફાઈ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. હૉટ-વૉટર મૉપિંગ, હાઈ-સ્પીડ સ્ક્રબિંગ અને ડાઉનવર્ડ પ્રેશરના સંયોજનથી આ રોબોટ દરરોજ ઘરમાં જમા થતી ધૂળ-માટી, ઢોળાયેલાં પ્રવાહી અને હઠીલા ડાઘને વધુ અસરકારક રીતે સાફ કરી શકે છે.

એડેપ્ટિવ ડર્ટ ડીટેક્શન, ઇન્ટેલિજન્ટ નેવિગેશન, વિસ્તરી રહેલી ક્લીનિંગ મિકેનિઝમ્સ અને ઑટોમેટેડ મૉપ મેઇન્ટેનન્સ એકસાથે કામ કરીને X60 અલ્ટ્રા કમ્પ્લીટ ડ્રીમના ઘરની સંપૂર્ણ સફાઈ માટેના એડેપ્ટિવ ક્લીનિંગના વિઝનને સાકાર કરે છે, જેના કારણે રોબોટ પૂર્વ-નિર્ધારિત રૂટિનને અનુસરવાને બદલે સફાઈ અંગેના નિર્ણયો વધુ સારી અને સ્વતંત્ર રીતે લઈ શકે છે. 

નરી આંખે ના દેખાય તેવા કચરાંને પણ સાફ કરે છે 

ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટને ફ્લોર પર વાસ્તવમાં શું પડ્યું છે, તેના આધારે સફાઈની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. સેલેસ્ટ લાઇટિંગ ધરાવતી તેની એઆઈ ઓમનીડર્ટ™ ડીટેક્શન ટેકનોલોજી પાલતું પ્રાણીઓના વાળ, ઝીણા કણો અને સાવ નજીવી માત્રામાં ઢોળાયેલા પ્રવાહી જેવી નરી આંખે સરળતાથી જોઈ ના શકાતી ગંદકીને પ્રકાશિત કરીને ઓળખી કાઢે છે. આ ટેકનોલોજી રોબોટને વિવિધ પ્રકારની ગંદકીને ઓળખવા અને તેની સફાઈ કરવાની પદ્ધતિને રીયલ ટાઇમમાં અનુકૂળ બનાવવા સક્ષમ બનાવે છે.

આ ઇન્ટેલિજન્સને વધુ સુદૃઢ બનાવે છે, એઆઈ-એન્હાન્સ્ડ ઓમનીસાઇટ™ સિસ્ટમ, જે બે 120° હાઈ-પ્રિસિઝન કેમેરા અને વર્સાલિફ્ટ નેવિગેશનથી સજ્જ છે. આ અપગ્રેડેડ સિસ્ટમ રીસ્પોન્સિવનેસને સુધારવા અને વધુ સચોટ ઑબ્સ્ટેકલ અવોઇડન્સને સક્ષમ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે, જેથી ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટને તેની આસપાસના વાતાવરણને વધુ સારી રીતે સમજવામાં અને તેમાં સરળતાથી નેવિગેટ કરવામાં મદદ મળે છે.

આમ, સફાઈનો અનુભવ ઘરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હોવાથી ઘરને રોબોટ માટે તૈયાર કરવાની જરૂરિયાત રહેતી નથી.

આફ્ટર-સેલ્સ સર્વિસ અને વૉરન્ટી 

રૂ. 1,34,999ની કિંમતના ડ્રીમ X60 અલ્ટ્રા કમ્પ્લીટની સાથે 1 વર્ષની વૉરન્ટી આપવામાં આવે છે અને ભારતમાં 160થી વધુ શહેરોમાં ફેલાયેલા ડ્રીમના દેશવ્યાપી આફ્ટર-સેલ્સ સર્વિસ નેટવર્કની સુવિધા પણ પ્રાપ્ત થાય છે. ગ્રાહકો પાત્ર સ્થળોએ પિક-અપ અને ડ્રૉપની સુવિધા તેમજ ઇન્સ્ટોલેશન સપોર્ટ સહિતની વિશેષ સપોર્ટ સેવાઓનો પણ લાભ લઈ શકે છે. X60 અલ્ટ્રા કમ્પ્લીટ ઉપરાંત, ગ્રાહકો રોબોટિક વેક્યૂમ્સ, કૉર્ડલેસ સ્ટિક વેક્યૂમ્સ અને વેટ-એન્ડ-ડ્રાય વેક્યૂમ્સ સહિતની ડ્રીમની સ્માર્ટ ક્લીનિંગ સોલ્યુશન્સની વિશાળ રેન્જનો પણ લાભ લઈ શકે છે, જેને ઘરકામના રોજિંદા કામકાજને સરળ બનાવવા અને ઘરની સફાઈને વધુ સુવિધાજનક બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે.

== સમાપ્ત ==

Related posts

IIMM અમદાવાદ ટકાઉ સપ્લાય ચેઇન પર રાષ્ટ્રીય પરિષદ NATCOM 2025 નું આયોજન કરશે

viratgujarat

વર્લ્ડ કેન્સર ડે પર રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટએ કેન્સરગ્રસ્ત બાળકોમાં વહેંચી ખુશી

viratgujarat

1થી 5 એપ્રિલ, 2025 દરમિયાન Amazon.inના હૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને આ વર્ષે ઉનાળામાં તમારા ઘરને નવેસરથી સજાવો

viratgujarat

Leave a Comment