Virat Gujarat
એક્ઝિબિશન

GSPMA દ્વારા PLEXPOINDIA’27નો ભવ્ય શુભારંભ ૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે યોજાશે

અમદાવાદ, ૩ ઓક્ટોબર, ૨૦૨૬: ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગના વિકાસ અને પ્રોત્સાહન માટે કાર્યરત ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફૅક્ચરર્સ એસોસિએશન (GSPMA) દ્વારા તેના મહત્વાકાંક્ષી અને પ્રતિષ્ઠિત પ્લાસ્ટિક પ્રદર્શન અંગે પ્લેક્સપોના ચેરમેન શ્રી ભરત પટેલે જણાવ્યું કે PLEXPOINDIA’27નો ભવ્ય શુભારંભ ૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવશે. PLEXPOINDIAની આ ૧૦મી આવૃત્તિનું આયોજન સપ્ટેમ્બર ૧૭-૨૦, ૨૦૨૭માં હેલિપેડ એક્સિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક ઉદ્યોગને એક વિશાળ વ્યવસાયિક મંચ પૂરો પાડવાનો, નવીન ટેકનોલોજી અને આધુનિક મશીનરીનું પ્રદર્શન કરવાનો, નવા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યવસાયની નવી તકો ઊભી કરવાનો છે.
આ પ્રદર્શનમાં પ્લાસ્ટિક પ્રોસેસર્સ, પોલિમર અને કાચા માલના ઉત્પાદકો, પ્લાસ્ટિક મશીનરી ઉત્પાદકો, મોલ્ડ અને ડાઈ ઉત્પાદકો, પેકેજિંગ ઉદ્યોગ, રિસાયક્લિંગ ક્ષેત્ર, ટેકનોલોજી પ્રદાતાઓ, ખરીદદારો અને પ્લાસ્ટિક ઉદ્યોગની સમગ્ર મૂલ્યશૃંખલા સાથે સંકળાયેલા વિવિધ હિતધારકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પ્રદર્શન ૩૦,૦૦૦થી વધુ ચો. મી. વિસ્તારમાં પથરાયેલું હશે અને જેમાં ૬૦૦થી વધુ પ્રદર્શનકારો (ઓવરસીઝ સહિત) ભાગ લેશે. આ વખતે અમે મુલાકાતોની સંખ્યા ૧,૨૫,૦૦૦ વટાવી જશે તેવી આશા રાખી છીએ. અત્રે નોંધનીય છે કે ભારતમાં સૌપ્રથમ પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્રદર્શન PLEXPO ૧૯૯૯માં યોજવાનું શ્રેય GSPMAને જાય છે. અતારસુધીમાં યોજાયેલ તમામ PLEXPO પ્રદર્શનને ભવ્ય સફળતા મળી છે.
વ્યવસાય, નવીનતા અને આંતરરાષ્ટ્રીય સહયોગનું મંચ
PLEXPOINDIA’27 દ્વારા ઉદ્યોગકારો વચ્ચે સીધા વ્યવસાયિક સંપર્કો, બિઝનેસ-ટુ-બિઝનેસ બેઠકો, ટેકનોલોજીનું આદાનપ્રદાન અને નવા વ્યવસાયિક સંબંધોના નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવશે. ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને પોતાના ઉત્પાદનો, ઉત્પાદન ક્ષમતા અને ટેકનોલોજીનું વિશાળ બજારમાં પ્રદર્શન કરવાની તક મળશે.
GSPMA દ્વારા અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ, ઉદ્યોગ સંગઠનો, સંસ્થાકીય ખરીદદારો તથા વિદેશી વ્યવસાયિક પ્રતિનિધિમંડળોની ભાગીદારીને પ્રોસાહિત કરવામાં આવશે. આ ઉપરાંત RBSM (Reverse Buyers-Sellers Meet)નું આયોજન પણ કરવામાં આવશે. પ્રદર્શનમાં રિસાયક્લિંગ, પર્યાવરણને અનુકૂળ પ્લાસ્ટિક ઉત્પાદનો, સર્ક્યુલર ઇકોનોમી, મૂલ્યવર્ધિત ઉત્પાદનો અને આધુનિક ઉત્પાદન ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

Related posts

ALEMAI ‘એલ્યુમિનિયમ ભારત 2026’ ગાંધીનગર ખાતે યોજવા સજ્જ; દેશના સમગ્ર એલ્યુમિનિયમ ઉદ્યોગની વેલ્યુ ચેઈનને એક મંચ પર લાવવાનો પ્રયાસ

viratgujarat

ઇલેક્ટ્રોનિકા ઇન્ડિયા અને પ્રોડક્ટ્રોનિકા ઇન્ડિયા 2026 ફરી બેંગલુરુમાં

viratgujarat

ગ્રેટર નોઈડામાં યોજાશે bauma CONEXPO INDIA 2026

viratgujarat

Leave a Comment