Virat Gujarat
ગરબાગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં ‘રાસરાત્રી જામિંગ 2026’નો ભવ્ય પ્રી-લૉન્ચ, નવરાત્રિની સંગીતમય ઉજવણીનું થશે અનોખું અનાવરણ

અમદાવાદ, ગુજરાત | ૧લી ઓક્ટોબર ૨૦૨૬ | ગુજરાતની પરંપરા, સંગીત અને ગરબાની ઊર્જાને એક અનોખા અંદાજમાં રજૂ કરવા માટે ‘રાસરાત્રી જામિંગ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવના પ્રી-લૉન્ચ ઈવેન્ટનું આયોજન 1 ઓક્ટોબર 2026ના રોજ અમદાવાદના ઓરિવા ફાર્મ, પ્રાર્થના ઉપવન ખાતે કરવામાં આવ્યું. આ ખાસ સાંજે રાસરાત્રી 2026ની ભવ્ય ઉજવણીની પ્રથમ ઝલક મહેમાનો અને આમંત્રિતોને જોવા મળી હતી.

‘બિફોર ધ નાઈટ્સ બિગીન – સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી ઈઝ અબાઉટ ટુ અનફોલ્ડ’ થીમ સાથે યોજાયેલ આ પ્રી-લૉન્ચમાં સંગીત, પરંપરા અને આધુનિક ઉજવણીનો અનોખો સંગમ જોવા મળ્યો. સાંજે 8 વાગ્યાથી શરૂ થનારા કાર્યક્રમમાં રાસરાત્રી જામિંગ 2026ની સમગ્ર કલ્પના, આયોજન અને આગામી નવરાત્રિની સંગીતમય રાતોની ઝલક રજૂ કરવામાં આવ્યું.

આ વર્ષે રાસરાત્રી જામિંગમાં ગુજરાતના જાણીતા કલાકારો અને ગાયકો વિવિધ દિવસોમાં પોતાની સંગીતમય રજૂઆતો દ્વારા ગરબા રસિકોને મંત્રમુગ્ધ કરશે. કાર્યક્રમની શરૂઆત 10 ઓક્ટોબરે પ્રી-નવરાત્રી સાથે દેવાયત ખવડની રજૂઆતથી થશે. ત્યારબાદ 11 ઓક્ટોબરે ડે 1 પર ફરી દેવાયત ખવડ, 12 ઓક્ટોબરે કૌશિક ભરવાડ, 13 ઓક્ટોબરે અંકિતા શાહ, 14 ઓક્ટોબરે મીત જૈન, 15 ઓક્ટોબરે રાજ પંડિત, 16 ઓક્ટોબરે દેવાયત ખવડ, 17 ઓક્ટોબરે ભૈરવી ભોજક, 18 ઓક્ટોબરે સ્નેહ પટેલ, 19 ઓક્ટોબરે પાર્થદાન ગઢવી અને 20 ઓક્ટોબરે જયકાર ભોજક પોતાની રજૂઆત કરશે.

આ આયોજન દ્વારા નવરાત્રિની પરંપરાગત ગરબા સંસ્કૃતિને સંગીત, લાઈવ પરફોર્મન્સ અને આધુનિક ઈવેન્ટ અનુભવ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, રાસરાત્રી જામિંગ 2026 માત્ર ગરબાની રાતો પૂરતું સીમિત નહીં રહે, પરંતુ સંગીત અને સંસ્કૃતિનો યાદગાર અનુભવ બની રહે તે દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.

પ્રી-લૉન્ચ ઈવેન્ટનું આયોજન બ્રિજ ઈવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે પ્રોડક્શનની જવાબદારી વોટર કલર પ્રોડક્શન દ્વારા સંભાળવામાં આવી છે. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને ‘ગ્રાન્ડ રિવીલ’ સાથે આગામી નવરાત્રિ ઉજવણીની વિશેષ ઝલક જોવા મળશે.

આ સાથે અમદાવાદમાં નવરાત્રિની રાતોને સંગીત, પરંપરા અને ઉત્સાહથી ભરવા માટે રાસરાત્રી જામિંગ 2026 એક નવી ઉજવણીની શરૂઆત કરશે.

== સમાપ્ત ==

Related posts

ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે ‘રાષ્ટ્રીય કાર્યકારી બેઠક’નું આયોજન થયું

viratgujarat

સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 25 જુલાઈ 2025 ના રોજ તેનો આઈપીઓ લોન્ચ કરશે; મૂડી બજારમાં હવે ચાર દાયકાથી વધુનો ઓટોમોટિવ અનુભવ

viratgujarat

સેમસંગ દ્વારા ભારતમાં Samsung Health ઍપ પર અંગત આરોગ્ય રેકોર્ડ્ઝની રજૂઆત

viratgujarat

Leave a Comment