Virat Gujarat
બિઝનેસ

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂટાનમાં ૭૭૦ મેગાવોટ ક્ષમતાનો ચમખારચુ-I જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થાપશે

અમદાવાદ, ૬ ઓક્ટોબર, ૨૦૨૬: ભૂટાનમાં ૭૭૦ મેગાવોટ ક્ષમતાના ‘ચમખારછુ-૧ જળવિદ્યુત પ્રકલ્પનું નિર્માણ કરવા માટે ભારતના અગ્રણી ખાનગી વીજ ઉત્પાદક અદાણી પાવર અને ભૂટાનની સરકારી વીજ ઉત્પાદક કંપની ‘ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન લિ. એ ​​ શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ પર આજે સહી કરી છે.

આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં ભૂટાનના વડાપ્રધાન લ્યોનચેન ડાશો શેરિંગ તોબગેની વિશેષ ઉપસ્થિતિ ઉપરાંત ભૂટાનના નાણા, ઊર્જા અને કુદરતી સંસાધન મંત્રી તેમજ ડ્રુક હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિ., ભૂટાન પાવર કોર્પોરેશન લિ), ના સભ્યો અને સંચાલકો તથા અદાણી પાવરના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

સપ્ટેમ્બર ૨૦૨૫માં ૫૭૦ મેગાવોટના વાંગછુ  જળવિદ્યુત પ્રકલ્પના થયેલા કરાર બાદ આ બંને ભાગીદારો વચ્ચે આ બીજો મોટો જળવિદ્યુત ક્ષેત્રમાં કરાર છે. મે ૨૦૨૫માં અદાણી જુથ અને ડુક ગ્રીન પાવર વચ્ચે સહી થયેલા ૫,૦૦૦ મેગાવોટની ક્ષમતાના જળવિદ્યુત પ્રકલ્પના નિર્માણ અંગેના સમજૂતી કરારનો આ પ્રકલ્પ એક ભાગ છે.

મધ્ય ભૂટાનના ઝેમગાંગ જિલ્લામાં ચમકારછુ નદી પર આવેલા  ‘પીકિંગ રન-ઓફ-રિવર પ્રકારના આ પ્રકલ્પનું અમલીકરણ ‘બિલ્ડ, ઓન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર’ (BOOT) મોડલ હેઠળ કરવામાં આવશે. અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર વચ્ચે ૪૯:૫૧ની ઇક્વિટી ભાગીદારી અને વાણિજ્યક કામકાજની તારીખથી ૩૦ વર્ષની છૂટછાટ મળશે. ભૂટાનની સ્વચ્છ ઊર્જા ઉત્પાદન ક્ષમતાને આ પ્રકલ્પ મજબૂત બનાવવા સહિત પ્રાદેશિક ઊર્જા સહયોગમાં વધારો કરશે.બાંધકામ ૨૦૨૭ના પ્રથમ છ મહિનામાં શરૂ થવાની અને ભૂમિપૂજનના છ વર્ષમાં તેને કાર્યરત કરવાનું લક્ષ્ય છે.

અદાણી પાવર લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ  ચમ્ખરચુ જળવિદ્યુત પ્રકલ્પ મારફત  ભૂટાનની શાહી સરકાર અને ડ્રુક ગ્રીન પાવર સાથેની ભાગીદારી માટે ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે  દક્ષિણ એશિયાના ઉર્જા સંક્રમણને વેગ આપવામાં જળવિદ્યુત મુખ્ય ભૂમિકા અદા કરી ઉર્જા સુરક્ષા વધારવા, કાર્બન તીવ્રતા ઘટાડવા અને ટકાઉપણાના સહિયારા લક્ષ્યોને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપશે. શિયાળામાં ટોચે પહોંચતી ભૂટાનની વીજળી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આ પ્રકલ્પ મદદ કરશે તેવી આશા વ્યકત કરી સરદાનાએ ઉમેર્યું હતું કે ઉનાળા દરમિયાન ભારતમાં વધારાની ગ્રીન પાવરની નિકાસને પણ સક્ષમ બનાવશે, જે બંને રાષ્ટ્રો માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરશે.

ડ્રુક પાવરના ના મેનેજીંગ ડિરેકટર  શ્રી દાશો છેવાંગ રિનઝિને આ ભાગીદારીને ભૂટાનની હાઇડ્રોપાવર વિકાસ યાત્રામાં વધુ એક મહત્વનું સીમાચિહ્ન ગણાવી જણાવ્યું હતું કે ૭૭૦ મેગાવોટ ક્ષમતાનો ચમ્ખરચુ-I જળવિદ્યુત પ્રકલ્પ ભૂટાનની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવી ભૂટાન અને ભારત વચ્ચે લાંબા ગાળાની ઊર્જા ભાગીદારીને વધુ ગાઢ બનાવે છે. તેમણે કહ્યું હતું કે ખાસ કરીને શિયાળા દરમિયાન  ભારતમાં વધારાની સ્વચ્છ ઊર્જાને મહત્તમ કરવા અને નિકાસની તકો ઊભી કરશે. ભૂટાનના નવીનીકરણીય ઉર્જા સંસાધનોને વિકસાવવા માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવતા આ પ્રકલ્પને સાકાર કરવા અદાણી પાવર સાથે નજીકથી કામ કરવા આતુર છીએ.

બંને સહભાગીઓ ૫,૦૦૦ મેગાવોટના વ્યાપક વિકાસ કાર્યક્રમ હેઠળ જળવિદ્યુતમાં વધારાની તકોનું મૂલ્યાંકન કરવા સક્રિયપણે સંકળાયેલી છે.

Related posts

ટેલી સોલ્યુશન્સએ SME માટે કનેક્ટેડ બેન્કિંગ સાથે ક્રાંતિકારી નાણાંકીય કામગીરી માટે ટેલી પ્રાઇમ 6.0 લોન્ચ કર્યુ

viratgujarat

અદાણી એરપોર્ટ્સ દ્વારા ભારતના પાંચ રાજ્યોમાં ૬૫૫ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા સંકલિત એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ

viratgujarat

થમ્સ અપ અને બિરયાની, એકત્ર મળીને બન્યા છે સૌથી તૂફાની

viratgujarat

Leave a Comment