Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મૌન જેવું કોઈ તપ નથી, પ્રેમ સમાન કોઈ મંઝિલ નથી : પૂજ્ય મોરારી બાપુ

: દસ દિશાઓ હોય છે એમ સાધુની દસ દશાઓ હોય છે

: બુદ્ધત્વમાં સ્ત્રી- પુરુષના કોઈ ભેદ હોતા નથી

: સંગત અને પંગત એ પંજાબ ભૂમિની વિશેષ દેણ છે.

પરમપ્રિય સાધુ મોરારી બાપુ સંગાથે કૈલાશ – ચિત્રકૂટ નામની ખાસ બે ટ્રેઇનો દ્વારા ‘માનસ ભારત સ્વસ્તિક’ યાત્રા પરિક્રમા કરી રહી છે સોમવારે આ યાત્રા પંજાબની ભારત પાકિસ્તાનની સરહદ અટારી – વાઘા બોર્ડરની ભૂમિ પર પહોંચી હતી. દસમાં દિવસનો સ્વત્સિકરૂપ – શુભ મંગલ કલ્યાણક પ્રેમમય સંવાદમાં પ્રિય બાપુએ કહ્યું કે, ભારતીય સૈનિકોની આ ભૂમિ પર ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા પહોંચી છે. ત્યારે આ પંજાબની ભૂમિ વીરો – શહીદોની ભૂમિને પ્રણામ કરું છું. પંજાબમાં ચાર ધામ છે (૧) રાજદ્વાર (જેમાંથી રાજદ્વાર મળે છે ) (૨) મુક્તિ દ્વાર (૩) સ્વર્ગ દ્વાર અને (૪) નાગર દ્વાર એમ આ ચાર પંજાબનું સ્વસ્તિક છે. અને એના મૂળમાં- કેન્દ્રબિંદુ ગુરુદ્વારા છે. બાપ! સંગત (સાધુ સંગત) અને પંગત એ પંજાબની વિશેષ દેણ છે. ગુરુનાનકે ગ્રંથને ગ્રંથસાહેબ – ગુરુ ગ્રંથસાહેબ તરીકે મહિમાવંત કર્યો છે. ગ્રંથ સાહેબમાં ગુરુબાની છે. અને આ ગુરુબાનીનું નિરંતર ગાન થાય છે. સાધકોએ ગુરુબાનીનું ખૂબ ગાન કર્યું છે. નાનક કહેતા કે… ‘મર્દાના છેડ…’ ઓશો એ પણ સાધનામાં નૃત્ય અને ગાનનો મહિમા કર્યો છે. ‘ગુરુ ગ્રંથ સાહિબ’ એજ પરમનું સ્વરૂપ છે. માટે ગુરુબાની ખૂબ ગાઓ.

ભારતીય અધ્યાત્મ પરંપરામાં નાદ- ગાન વિશેષ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં હવેલી સંગીત છે. મહારાષ્ટ્ર – વાચકરી સંપ્રદાયમાં પણ અભંગ ગાન છે, બંગાળમાં બાઉલ સંગીત છે, ઘણા સાધકો બાઉલ સંગીત દ્વારા પરમતત્વની સાધનામાં લીન છે. ગુરુદેવ ટાગોરનું સ્મરણ કરું તો તેમણે ‘રવિન્દ્ર સંગીત’ આપ્યું છે. આમ જુદા જુદા માર્ગોના મૂળમાં સંગીત ગાન, નાદ તાલ વિશેષ રહ્યું છે. માનસના આધારે આપણે સ્વસ્તિકનો સંવાદ કરીએ છીએ ત્યારે જીવનરૂપી સ્વસ્તિકના કેટલાક સરળ – સહજ ઉપયોગી સૂત્રો આપ સૌને સાથે વ્હેચું… સત્ય જેવો કોઈ ધર્મ નથી મૌન જેવું કોઈ તપ નથી. દુનિયા આજે ખુબજ મુખર થતી જાય છે, સરસ્વતીનું આટલું અપમાન થવું ન જોઇએ સરસ્વતી તો મૃદુભાષિણી છે. સુરમય વાતાવરણ બગડતું જાય છે. સાસુ વહુ બોલવાનું ઓછું કરે તો સારું ! વિવેક વિચાર જેવું જ્ઞાન એક પણ નથી. વિચાર પ્રસ્તુતિમાં વિવેક ન હોય તો એ વ્યર્થ છે… ત્યાગ સિવાય શાંતિ નહીં મળે.. જપ સમાન કોઈ યજ્ઞ નથી ક્રોધ સમાન બીજો કોઈ અગ્નિ નથી. દુનિયામાં ક્રોધ ખૂબ વધી રહ્યો છે, એ સમજાતુ નથી કે દુનિયાને થયું છે શું? જ્યાં જુઓ ત્યાં ક્રોધ, ક્રોધ, ક્રોધ નિંદા એ નર્ક છે, આપણે નર્કરાષ્ટ્રનાં થઈ ગયા છીએ. નિંદા સમાન નર્ક નથી, શ્રેષ્ઠનો સ્વીકાર એ જ વૈરાગ્ય છે. અને પ્રેમ સમાન કોઈ મંઝિલ નથી. પ્રેમ, પ્રેમ અને પ્રેમ એ જ સાચી પ્રાપ્તિ છે. બાપ દ્વેષ, નિંદા ઈર્ષા છોડો પરસ્પર પ્રેમ કરો. હર દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાયેગા, દિવાના સેંકડોમે પહેચાન જાયેગા…’

ઉડિયા બાબાનું એક પુસ્તક છે એમ બાબાએ ‘અષ્ટભાવ’ (આઠ પ્રકારના ભાવ) ની વાત કરી છે, તુલસીજી પણ માનસમાં આ સાથ પ્રકારના ભાવની ચર્ચા કરે છે. ઉડિયા બાબાની પુસ્તકમાં આ આઠ ભાવ નિરૂપાયા છે. (૧) કંપન ભાવ (૨) અશ્રુભાવ – સાધકની આંખોમાંથી સહજ અશ્રુ વહે (૩) શરીર પુલકિત બને – પુલકિત ભાવ (૪) સંભવિત ભાવ (૫) પરસેવો વડે (૬) સ્વરભંગ થાય (અવાજ લથડી જાય) (૭) વૈવર્ણ  એટલે વર્ણ બદલાય જાય (મૂર્છા વસ્થાનો ભાવ) સુરદાસ પણ ભાવ સ્પંદનના સંદર્ભે આ વાત કરે છે. અમિત ખુશરોને પણ આ ભાવ અનુભૂત થયો છે એના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાની વિદાય થઈ ત્યારે અમીરખુશરોને આ ભાવસ્થિતિનો અનુભવ કરે છે.

પૂજ્ય શ્રી બાપુએ કથારત્નો રજૂ કરતા કહ્યું કે, શ્યામ વિના વૃજ સૂનું લાગે, ઓધા હમણે ન ભાવે… રંક રીસ ન કીજે, કરુણાસિંધુ કહાવે… શ્યામ વૃજ સૂનું લાગે…. (થારા ભગત/ નારાયણ સ્વામી), બાપુએ કહ્યું કે, ગાળિયો નાખે એ ગુરુ નહીં, નાખેલો ગાળિયો છોડાવે એ ગુરુ. પંજાબે ખૂબ શહીદી કરી છે એનું તર્પણ આપણે નથી કરી શક્યા ! સર્વ પ્રકારના ભેદ મટી જાય, એ માટે તલગાજરડું કોશિષ કરે છે. તેમણે કહ્યું કે, ઠાકૂર તુમ શરણાઈ આયા, ઉતર ગયો મેરે મન કા સંસા… જબસે તેરા દર્શન પાયા કહે ‘નાનક’ ગુરુ બંધન કાટે બિછુડત આનંદ દિલાયા… બાપુએ અંતે પંજાબની ધરતી પરથી વાહે ગુરુજીકા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહનો નારો લગાવ્યો હતો આ ઉપરાંત એક ઓમકાર, સતનામ અને જો બોલે સો નિહાલ સતસીય કાલ નું ગાન પણ કર્યું હતું.

== સમાપ્ત ==

Related posts

‘ભાઈ તેરા સ્ટાર હૈ’નું પ્રથમ ગીત ‘નચ લે લલારિયા’ થયું રિલીઝ, સંગીત, મસ્તી અને ધમાકેદાર ડાન્સનો ઉત્સવ

viratgujarat

સેમસંગ દ્વારા નવરાત્રિના સમયગાળામાં સ્માર્ટફોન્સ, પ્રીમિયમ ટેલિવિઝન અને હોમ એપ્લાયન્સીસનું વિક્રમી વેચાણ

viratgujarat

સત ક્યારેય અધિકાર જમાવતું નથી, સત્તા અધિકારની વાત કરે છે, વ્યાસ ગાદી જવાબદારીની ચર્ચા કરે છે.

viratgujarat

Leave a Comment