Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય : શ્રી મોરારિબાપુ

ગુજરાત, અમદાવાદ | ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ — સેંજળધામમાં સાયલા સ્થિત શ્રી લાલજી મહારાજ જગ્યાને શ્રી ધ્યાનસ્વામીબાપા સન્માન દ્વારા થઈ વંદના – પાટોત્સવ અને સમૂહલગ્ન સમારોહ

સેંજળધામમાંસાયલા સ્થિત શ્રી લાલજી મહારાજ જગ્યાને શ્રી મોરારિબાપુ પ્રેરિત શ્રી ધ્યાનસ્વામીબાપા સન્માન દ્વારા વંદના થઈ. શ્રી મોરારિબાપુએ અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય ગણાવી.

દેહાણ્ય જગ્યામાં સુપ્રસિદ્ધ શ્રી લાલજી મહારાજ જગ્યા સાયલાને સન્માન અર્પણ કરતી વેળાએ શ્રી મોરારિબાપુએ યોગ વશિષ્ઠ રામાયણજી ઉલ્લેખ સાથે પરમાર્થ હેતુ અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય ગણાવી. ચમત્કારો નહી પણ સાક્ષાત્કારો થઈ રહ્યાનું ભાર પૂર્વક જણાવી પાત્રતા પ્રમાણે અનુભૂતિ થતી હોવાનું ઉમેર્યું.

સાંપ્રત વૈશ્વિક સંઘર્ષોના ઉલ્લેખ સાથે શ્રી મોરારિબાપુએ સનાતન મૂલ્યો સાથે વિશ્વનું મંગળ થાય તેમ સદભાવના વ્યક્ત કરી અને સાધુ સંતો દ્વારા દેહાણ્ય જગ્યાઓની સનાતન પરંપરા પ્રત્યે તેઓનોવંદના ભાવ જણાવ્યો તેમજ સનાતન શાસ્ત્રોમાં મનઘડંતચેષ્ટાઓ સામે હળવો રંજ પણ વ્યક્ત કર્યો.

સેંજળમાં યોજાયેલ આ સમારોહમાં શ્રી લાલજી મહારાજ જગ્યા સાયલાના વર્તમાન ગાદીપતિ મહંત શ્રી દુર્ગાદાસજી મહારાજને શ્રી મોરારિબાપુ પ્રેરિત શ્રી ધ્યાનસ્વામીબાપા સન્માન વંદના કરવામાં આવી, જેમાં સંતો પણ જોડાયાં.

સમારોહ સંચાલન કરતાં શ્રી હરિશ્ચંદ્ર જોષીએસેંજળ ધામ પરંપરા અને આ સન્માન સંદર્ભે વિગતો આપી.

આ પ્રસંગે શ્રી જાનકીદાસબાપુ તથા શ્રી ગણેશદાસજીબાપુ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં આ સનાતન સન્માન ઉપક્રમ પ્રસંગે રાજીપો વ્યક્ત કર્યો.

જગ્યાના વડા શ્રી તુલસીદાસજી હરિયાણીએ પ્રારભે ટૂંક વિગતો આપી હતી.

ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં અહીંયા મંદિર પાટોત્સવ અને વૈષ્ણવ સાધુ સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાઈ ગયો.

આ સન્માન વંદના પ્રસંગે શ્રી રઘુરામબાપા, શ્રી ઝીણારામજી મહારાજ, શ્રી ભક્તિરામબાપુ સહિત સંતો ગાદીપતિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

viratgujarat

ઉદયપુરમાં Konment Techno Carnival 2026 બન્યો નિર્માણ ઉદ્યોગનો ઐતિહાસિક અધ્યાય: 1600 થી વધુ સિવિલ એન્જિનિયર્સ, કોન્ટ્રાક્ટર્સ અને ડેવલપર્સ જોડાયા

viratgujarat

Leave a Comment