Virat Gujarat
બિઝનેસ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો “GATE 2026″નું ભવ્ય સમાપન: ગુજરાતના ઔદ્યોગિક નેતૃત્વ અને ‘વિઝન 2047’ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ સુદ્રઢ બની

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત ફ્લેગશિપ વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE 2026’ ની બીજી આવૃત્તિનું ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉત્સાહભેર સમાપન થયું. ત્રણ દિવસીય આ આયોજન ગુજરાતની ઔદ્યોગિક ગતિ શીલતા, સાહસિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સંકલ્પ ‘વિઝન 2047’ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહ્યું. 36,000 થી વધુ  B2B મુલાકાતીઓ અને વિવિધ ક્ષેત્રોના ૫૦૦થી વધુ પ્રદર્શકોની સહભાગીતા સાથે, આ એક્સ્પો નવીનતા, સહયોગ અને ઉચ્ચ-મૂલ્ય ધરાવતા વ્યાપારિક જોડાણો માટે એક જીવંત પ્લેટ ફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જેણે ભારતના આર્થિક પરિદ્રશ્યમાં ગુજરાતના નેતૃત્વને પુનઃપ્રસ્થાપિત કર્યું છે.

 

સમાપન સત્રમાં GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર એ સંબોધન કરતા એક્સ્પોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા રજૂ કરી હતી. તેમણે તમામ પ્રાયોજકો, ભાગીદારો, વક્તાઓ અને સહભાગીઓના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું અને ‘વિઝન 2047’ પ્રત્યે GCCI ની અટલ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. “ગુજરાતનું વિઝન – વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ” (Gujarat’s Vision – Global Ambitions) થીમ પર ભાર મૂકતા તેમણે નવીનતા, સાહસવૃત્તિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવાના GCCI ના અવિરત પ્રયાસોની ખાતરી આપી હતી.

 

એક્સ્પોના અંતિમ દિવસે અનેક પ્રભાવશાળી કાર્યક્રમો યોજાયા હતા. ‘ડેમોડે’ દ્વારા ઊભરતા સાહસિકોને નિષ્ણાત પ્રેક્ષકો સમક્ષ તેમની નવીનતાઓ પ્રસ્તુત કરવાની તક મળી હતી. એડિન્ટોર્સના ચીફ ક્રિએટિવ ઓફિસર સુશ્રી દેવકી માર્ક્સ દ્વારા સંચાલિત ‘પિચમેરેથોન’માં અગ્રણી રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી વિન્સ્ટન ટેક્સેરા (ઇન્વેસ્ટમેન્ટ મેનેજર, એનરિશન ઇન્ડિયા કેપિટલ ઇન્ક), શ્રી રાહુલવૈદ્ય (પાર્ટનર, ઇકોસિસ્ટમ વેન્ચર્સ), શ્રી અનિલ જોશી (ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર, યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સ), શ્રી વિનોદ શંકર (ફાઉન્ડિંગ પાર્ટનર, જાવા કેપિટલ) અને શ્રી સુરેશ નરસિમ્હા (કો-ક્રિએટર, કો-ક્રિએટવેન્ચર્સ) નો સમાવેશ થાય છે. આ સત્ર દ્વારા સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારો વચ્ચે અર્થ પૂર્ણ સંવાદ અને ગહન ચર્ચાઓ શક્ય બની હતી.

Related posts

અશોકા યુનિવર્સિટીએ 500 મેરિટ અને જરૂરિયાત-આધારિત શિષ્યવૃત્તિઓ સાથે 2026ના અંડરગ્રેજ્યુએટ પ્રવેશ માટે અરજીઓ ખોલી

viratgujarat

એસ ડિઝાઇનર્સે દ્વારા અમદાવાદ પ્લાન્ટ નો શુભારંભ, આગામી તબક્કામાં 4,000 મશીનોનું વાર્ષિક ઉત્પાદન લક્ષ્ય

viratgujarat

સિમ્બાયોસિસ પ્રવેશ પરીક્ષા (SET) દ્વારા SCMS પુણેના BBA પ્રોગ્રામ માટે ફાઇનલ કૉલ

viratgujarat

Leave a Comment