Virat Gujarat
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ICONiQ વ્હાઇટનો જીતનો સિલસિલો વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મિલિયોનેર વ્હિસ્કી બ્રાન્ડ તરીકે ચાલુ જ છે

વૈશ્વિક નેતૃત્વના સતત ત્રીજા વર્ષને ચિહ્નિત કરે છે

મુંબઈ, ભારત | ૧૧મી જૂન ૨૦૨૬ | ભારતની અગ્રણી સ્પિરિટ કંપનીઓમાંની એકએલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ (ABD)એ ફરી એકવાર વૈશ્વિક માન્યતા મેળવી છે. ડ્રિંક્સ ઇન્ટરનેશનલના મિલિયોનેર્સ ક્લબ 2026 રિપોર્ટમાં ICONiQવ્હાઇટ વ્હિસ્કીને સતત ત્રીજા વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મિલિયોનેર વ્હિસ્કી બ્રાન્ડ તરીકે નામ આપવામાં આવ્યું છે.

ICONiQ વ્હાઇટે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી વ્હિસ્કીઓના રેંકિંગમાં ટોચના સ્થાને બિરાજે છે અને દુનિયાભરમાં સર્વ શ્રેણીઓમાં દ્વિતીય સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી સ્પિરિટ્સ બ્રાન્ડ તરીકે ઊભરી આવી છે. 2023માં મિલિયોનેર્સ ક્લબમાં પ્રવેશ કરતાં ICONiQ વ્હાઇટે દરેક તિથિ વર્ષમાં તેનું વોલ્યુમ બમણાથી વધુ નોંધાવ્યું છે, જેને લઈ તે વૈશ્વિક સ્પિરિટ્સ ઉદ્યોગમાં અત્યંત રોચક વૃદ્ધિની ગાથામાંથી એક બની રહી છે. રિપોર્ટ વિવરણ કરે છે કે બ્રાન્ડની વૃદ્ધિની ગતિએ ઈતિહાસ બનાવ્યો છે. ICONiQ વ્હાઇટે મે 2026માં આજ સુધીનું સર્વોચ્ચ માસિક વેચાણ હાંસલ કરીને અને એક મહિનામાં 1 મિલિયન કેસીસનો માઈલસ્ટોન પાર કરીને મજબૂત વૃદ્ધિની ગતિ ચાલુ રાખી છે.

કંપનીની મુખ્ય બ્રાન્ડઓફિસર્સ ચોઇસ વ્હિસ્કીએકંદરે વિશ્વની નંબર 7 સ્પિરિટ બ્રાન્ડ તરીકે ક્રમાંકિત છે અને હવે વૈશ્વિક સ્તરે નંબર 3 વ્હિસ્કી બ્રાન્ડ છે, જેતેની માન્યતા વધુ મજબૂત બનાવે છે. સ્ટર્લિંગ રિઝર્વ વ્હિસ્કીએ વિશ્વની ટોચની 25 મિલિયોનેર વ્હિસ્કી બ્રાન્ડ્સમાં પણ તેનું સ્થાન જાળવી રાખ્યું છે, જે ગ્રાહક સેગમેન્ટ્સ અને ભાવ બિંદુઓમાં ABDની વધતી જતી શક્તિ પર ભાર મૂકે છે. એકંદરેત્રણેય બ્રાન્ડ્સે ડ્રિંક્સ ઇન્ટરનેશનલના મિલિયોનેર્સ ક્લબમાં સતત ત્રણ વર્ષથી સ્થાન મેળવ્યું છે, જે ABDના પોર્ટફોલિયોના ઉચ્ચસ્તર, સાતત્યતા અને વધતી જતી વૈશ્વિક સુસંગતતાને પ્રતિબિંબિત કરે છે.

ડ્રિંક્સ ઇન્ટરનેશનલ દ્વારા દર વર્ષે પ્રકાશિત ધ મિલિયોનેર્સ ક્લબને સ્પિરિટ ઉદ્યોગ માટે સૌથી આદરણીય વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે ગણવામાં આવે છે, જે વાર્ષિક વેચાણમાં દસ લાખ લિટર કેસીસને વટાવી ચૂકેલી બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય લિકર ઉદ્યોગમાં સર્વોચ્ચ કામગીરી અને સૌથી ગતિશીલ નામમાં તેને જોડે છે. ફક્ત રેંકિંગ્સ તિથિ વર્ષ 2025 માટે છે.

આ સિદ્ધિ પર ટિપ્પણી કરતાં ABDના મેનેજિંગ ડિરેક્ટર અમર સિંહાએ જણાવ્યું હતું કે, “સતત ત્રીજા વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મિલિયોનેર વ્હિસ્કી બ્રાન્ડ તરીકે માન્યતા મેળવવી એ ICONiQવ્હાઇટ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને ટૂંકા ગાળામાં તેણે બનાવેલા મજબૂત ગ્રાહક આકર્ષણને પ્રતિબિંબિત કરે છે. મિલિયોનેર્સ ક્લબમાં ઓફિસર્સ ચોઇસ અને સ્ટર્લિંગ રિઝર્વની સતત હાજરી અમારા પોર્ટફોલિયોની વ્યાપ્તિ અને સ્થિતિસ્થાપકતાને વધુ રેખાંકિત કરે છે.

આ માન્યતાઓ ગ્રાહક પસંદગીઓ, સતત બ્રાન્ડ રોકાણ અને બજારોમાં શિસ્તબદ્ધ અમલીકરણ પર અમારા ધ્યાનને પ્રતિબિંબિત કરે છે. અમે અમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવીએ છીએતેમ અમે એવી બ્રાન્ડ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરેઅને ગ્રાહકો માટે સુસંગત રહે છે.”

આ માન્યતા ABDના પોર્ટફોલિયોની વ્યાપ્તિ મજબૂત બનાવે છે, સ્થાપિત ઉચ્ચસ્તરની બ્રાન્ડ્સ અને ઝડપથી વિકસતી પ્રીમિયમ ઓફરિંગને વિસ્તૃત કરે છે. ઓફિસર્સ ચોઇસ, ICONiQવ્હાઇટ અને સ્ટર્લિંગ રિઝર્વ એકત્રમળીનેભારતીય અને વૈશ્વિક દારૂના ક્ષેત્રમાં તેની સ્થિતિ મજબૂત કરવાસાથે ગ્રાહક સેગમેન્ટમાં વૃદ્ધિને ગતિ આપવાની કંપનીની ક્ષમતા દર્શાવે છે.

== સમાપ્ત ==

Related posts

ભોગવિલાસથી સુખાકારી સુધીઃ અમદાવાદમાં લક્ઝરી વેલનેસમાં વધારો

viratgujarat

જયપુર હોસ્પિટલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat

આ પ્રકાશના તહેવારની ઉજવણી કરો અકાસા એરની દિવાળી માટેની ખાસ વાનગીઓ સાથે

viratgujarat

Leave a Comment