Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના એક વર્ષમાં અસંખ્ય પ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

જામનગર (ગુજરાત), 2 માર્ચ2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયાના એક વર્ષની ઉજવણી કરતા, વનતારાના સ્થાપના દિવસે, વનતારા એક વર્ષની એ અવિસ્મરણીય સફરને પ્રતિબિંબિત કરે છે, જે દરમિયાન તેણે વન્યજીવ બચાવ ઉપરાંત તેઓને અદ્યતન તબીબી સંભાળ અને વૈજ્ઞાનિક-ઢબે સંવર્ધન પૂરું પાડ્યું છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત, વનતારાએ બિગ કેટ્સ, સરિસૃપ, પ્રાઈમેટ, પક્ષીઓ તથા અન્ય સસ્તન પ્રાણીઓ સહિત વિવિધ પ્રજાતિઓના હજારો વન્યજીવોને બચાવ્યા બાદ સ્વસ્થ બનાવ્યા છે. ગત એક વર્ષમાં, વનતારાની પશુચિકિત્સા ટીમોએ વિવિધ જટિલ શસ્ત્રક્રિયાઓ હાથ ધરી છે અને વિવિધ પ્રાણીઓને તેમના કુદરતી આવાસમાં પુનઃસ્થાપિત કર્યા છે, જ્યારે કેટલાક પ્રાણીઓને તો બચાવ, સારવાર અને સાજા કર્યા પછી જંગલમાં પાછા મોકલી આપ્યા છે.

 

પોતાની કામગીરીના પ્રથમ વર્ષમાં, અનંત અંબાણીએ વન્યજીવન સંરક્ષણ અને સંવર્ધનમાં તેમના નોંધપાત્ર વૈશ્વિક યોગદાન બદલ પ્રતિષ્ઠિત ગ્લોબલ હ્યુમન એવોર્ડ મળ્યો છે, જે કરુણાપૂર્ણ, વિજ્ઞાન-આધારિત સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. EARAZA અને SEAZAની મેમ્બરશીપ, ગ્લોબલ હ્યુમન કન્ઝર્વેશન સર્ટિફિકેશન, તથા પ્રાણી મિત્ર એવોર્ડ 2005 થકી, વનતારાની કામગીરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બિરદાવાઈ છે. આ તમામ પ્રશસ્તિઓ કરતા પણ, આ સંસ્થાએ હંમેશા લાંબા સમયની અસરને જન્માવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને સેંકડો

પશુચિકિત્સકોને સંવર્ધન ઔષધિઓની તાલીમ આપવા, 50થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નોલેજ-શેરિંગ કાર્યક્રમોનું આયોજન કરવાનું અને આગામી પેઢીના સંરક્ષણ ભેખધારીઓને પ્રેરણા આપવા રચાયેલા આઉટરીચ પ્રોગ્રામ હજારો હજારો બાળકોને વધુ સારું ભવિષ્ય પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

 

છેલ્લા એક વર્ષમાં, વનતારાએ પ્રાણીઓને દુઃખી અને શોષણકારી પરિસ્થિતિઓમાંથી ઉગાર્યા છે, જ્યારે લાકડા ઢસડવા, સર્કસ, સવારી અને ભીખ માંગવા જેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા 250થી વધુ હાથીઓને રેસ્ક્યુ કરીને વિશ્વ સ્તરીય પશુચિકિત્સા સંભાળ અને લાંબાગાળાની વિશેષ સહાયતા પૂરી પાડી છે. આમાંના ઘણા હાથીઓ સંધિવા તથા અન્ય વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓ સાથે જીવી રહ્યા છે. વનતારા ભીડભાડવાળી સુવિધાઓમાંથી બચાવેલા હજારો મગરોને પણ સતત સંભાળ પૂરી પાડે છે. સમગ્ર ભારત તેમજ વિશ્વભરમાંથી મળેલા સમર્થન સાથે, વનતાર કરુણા, કલ્યાણ અને વિજ્ઞાન પર આધારિત વૈશ્વિક સ્તરીય સંરક્ષણ મોડેલને આત્મસાત કરે છે.

 

નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ (વેસ્ટ ઝોન) તરીકે નિયુક્ત, વનતારાએ વન્યજીવ આરોગ્યને રોગની વ્યાપક દેખરેખ અને સંકલિત પ્રતિભાવ પ્રણાલિઓ સાથે એકીકૃત કરીને ભારતની વન્ય આરોગ્ય ઇકોસિસ્ટમને મજબૂત બનાવી છે. તેની વૈજ્ઞાનિક ઢબે સારવારની પ્રણાલિની મધ્યમાં વૈજ્ઞાનિક પ્રયોગશાળા અને 11 સેટેલાઈટ લેબોરેટરીઝનો સમાવેશ થાય છે, જેને 70થી વધુ નિષ્ણાતો દ્વારા સપોર્ટ કરવામાં આવે છે અને દરરોજે 2,000થી વધુ ડાયગ્નોસ્ટિક નમૂનાઓ પર પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં બાયો-બેંન્કિંગ, આગામી પેઢીના સિક્વન્સિંગ, મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ, પેથોલોજી, પેરાસિટોલોજી અને ટોક્સિકોલોજીનો સમાવેશ થાય છે.

Related posts

લાઈફલાઇન હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં “ઉત્કર્ષ” કાર્યક્રમનું આયોજન – તંદુરસ્ત ભવિષ્ય તરફ ખુશહાલ પગલાં

viratgujarat

ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા આનંદ અને આશાની ઉજવણી નિમિત્તે ‘પિંક રાત્રી’ ગરબાનું આયોજન કરવામાં આવ્યું

viratgujarat

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉપક્રમે સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના

viratgujarat

Leave a Comment