Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: વર્લ્ડ નંબર-12 બર્નાડેટ સઝોક્સને હરાવી જયપુર પેટ્રિઓટ્સની 8-7થી રોમાંચક જીતમાં શ્રીજા અકુલા ઝળકી

અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર શ્રીજા અકુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં ગુરુવારે અત્યારસુધીની સિઝનમાં સૌથી મોટી જીત મેળવી. તેણે વર્લ્ડ નંબર 12 એવી બર્નાડેટ સઝોક્સને હરાવી જયપુર પેટ્રિયોટ્સને યુ મુમ્બા ટીટી સામે 8-7થી રોમાંચક જીત અપાવી હતી.

જયપુરે મેચમાં શાનદાર શરૂઆત કરી ને કનક ઝા એ લિલિયન બર્દેને 2-1 (11-6, 7-11, 11-9)થી હરાવી તેને સિઝનની પ્રથમ હાર આપી. જે પછી શ્રીજા અકુલા એ સઝોક્સને આત્મવિશ્વાસથી ભરપૂર નિર્ણાયક ગેમમાં હરાવી તરખાટ મચાવ્યો હતો. તેણે 2-1 (11-9, 8-11, 11-5)થી જીત મેળવી હતી. જોકે, સઝોક્સ અને આકાશ પાલની જોડીએ મિક્સ્ડ ડબલ્સમાં 3-0 (8-11, 6-11, 6-11)ની જીત સાથે યુ મુમ્બાને મેચમાં કમબેક કરાવ્યું હતું. જે પછી જીત ચંદ્રા એ આકાશ પાલ વિરુદ્ધ શાનદાક કમબેક કરતા ગોલ્ડન પોઈન્ટ સાથે બીજી ગેમ જીતી અને ટાઈ બરાબરીએ પહોંચાડી હતી. તેણે 2-1(5-11, 11-10, 11-7)થી જીત મેળવી હતી. નિર્ણાયક મેચમાં બ્રિટ ઈયરલેન્ડે યુવા યશસ્વિની ઘોરપડેને 2-1 (11-7, 11-4, 7-11)થી હરાવી જયપુરને 8-7થી જીત અપાવી હતી, જોકે- તે અંતિમ ગેમ હારી હતી. આકાશ પાલ અને બર્નાડેટ સઝોક્સને દમદાર ડબલ્સ પ્રદર્શન માટે અનુક્રમે ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈ અને વિદેશી પ્લેયર ઓફ ધ ટાઈનો એવોર્ડ જીત્યો હતો. જીત ચંદ્રા એ શૉટ ઓફ ધ ટાઈનો એવોર્ડ જીત્યો હતો.

Related posts

ટાટા મોટર્સે ભારતની ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

viratgujarat

વડોદરાની HCG કેન્સર હોસ્પિટલ ખાતે સફળ દ્વિપક્ષીય સ્તન રિકન્સ્ટ્રક્શન સર્જરી બાદ 64 વર્ષીય મહિલાએ પોતાનો આત્મવિશ્વાસ ફરી મેળવ્યો

viratgujarat

અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને ઇમ્તિયાઝ અલીની આગામી થિયેટ્રિકલ ફિલ્મ માટે સહકાર – પંજાબમાં ફિલ્મની શૂટિંગ શરૂ

viratgujarat

Leave a Comment