Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિને લીધે અવસાન પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૫ ઓગસ્ટ ૨૦૨૬ | છેલ્લા કેટલાક સમયથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિવૃષ્ટિ થઈ રહી છે. તાજેતરમાં જ પૂજ્ય મોરારિબાપુએ આસામ, જમ્મુ કાશ્મીર અને સિક્કિમમાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ હતી અને માનવ મ્રુત્યુ થયા હતાં તેમને સહાયતા રાશિ અર્પણ કરી હતી.

ગુજરાત પર સાયક્લોનિક વાતાવરણ સર્જાયું છે અને ફરી રાજ્યમાં વરસાદને કારણે નવસારી તેમજ અન્ય જિલ્લાઓમાં ૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય બાપુએ આ તકે હનુમંત સંવેદના રુપે રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નવસારી તેમજ અન્યત્ર રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવી છે.

કેરળમાં પણ અતિવૃષ્ટિ ને લીધે ૧૫ લોકોનાં મોત નિપજયા છે અને કેટલાક લોકો ગુમ થઈ ગયા છે. આ હતભાગી લોકોનાં પરિવારને સાંત્વના પાઠવી પૂજ્યબાપુએ કેરળ રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રુપિયા ૨,૨૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવી છે.

== સમાપ્ત ==

Related posts

TV9 ના સહયોગથી આઇકૉનિક 2025 ટુરિઝમ સમિટ સ્વપ્નદ્રષ્ટા અને લીડર્સને એકસાથે લાવશે

viratgujarat

આવી રહી છે વહાલા ગુજરાતીઓને ગમી જાય તેવી ફિલ્મ ‘વ્હાલી’

viratgujarat

સારી વાતોનો કોઈ કોપીરાઇટ ન હોવો જોઈએ; પ્રસાદ વહેંચવામાં આવે છે.

viratgujarat

Leave a Comment