Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

“VB G RAM G* (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ બિલ 2025) યોજના ના જન જાગરણ અભિયાન અંતર્ગત નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) એ ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્દ્રા અને મોતીપુરા ગામે ઉપસ્થિત રહ્યા હતા.

આ યોજનાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના લોકો ને મળનારા વિકાસના અવસરો, રોજગાર તથા સ્વરોજગારની શક્યતાઓ, યોજનાના હેતુ, લાભો તથા તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું.

પહેલાની મનરેગા યોજનામાં 100 દિવસનું કામ મળતું હતું, હવે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બનેલી વિકસિત ભારત યોજનામાં 125 દિવસ કામ મળશે.

વાવણી અને કાપણીની મોસમમાં 60 દિવસ સુધી આ કાયદા હેઠળ કામ નહીં થાય જેથી ખેતીની સીઝનમાં શ્રમિકો ખેતીનું કામ કરી શકે.

એટલે કે બીજી રીતે કહીએ તો જી રામ જીમાં 125 અને 60 દિવસ ખેતીની સીઝનના એમ 185 દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઊભો નહીં થાય.

પહેલા કાર્યોનું અમલીકરણ સ્પષ્ટ ન હતું. માત્ર કામયલાઉ રસ્તાઓ, અધૂરી જળ સંરચનાઓ અથવા આયોજન વિનાના માટીના કામો કરવામાં આવતા હતા, યોગ્ય વિકાસ રોડમેપની ઉણપ હતી. જ્યારે હવે તમામ મંજૂર કાર્યોને ચાર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત શ્રેણીઓમાં વ્યવસ્થિત કરવામાં આવ્યા છે.

0 જળ સંબંધી કાર્યો (જળ સુરક્ષા માટે)

0 મુખ્ય ગ્રામીણ પાયાની સુવિધાઓ (infrastructure)

10 આજીવિકા સંબંધી પાયાની સુવિધાઓ (infrastructure)

0 પ્રતિકૂળ હવામાનની ઘટનાઓ સામે લડવા અને આપત્તિ તૈયારી માટે વિશેષ કાર્યો

પહેલા વહીવટી ખર્ચની મર્યાદા 6% હતી. વહીવટી ખર્ચની મર્યાદાને વધારીને 9% કરી દેવામાં આવી છે.

દર છ મહિને સોશિયલ ઓડિટ (Social Audit) કરવું ફરજિયાત છે.

માંગ-આધારિત વ્યવસ્થાને કારણે ઘણી વખત અધિકારીઓને એવા કામ *ઘડવા” પડતા હતા જેની ખરેખર જરૂર નહોતી, જેનાથી સરકારી ધન અને શ્રમ બંનેનો બગાડ થતો હતો.

હવે ગ્રામીણ કાર્યોની યોજના વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ ‘ ના માધ્યમથી બનાવવામાં આવશે, જેને બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તર પર એકીકૃત કરવામાં આવશે અને વિકસિત ભારત રાષ્ટ્રીય ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેક (Viksit Bharat National Rural Infrastructure stack) માં જોડવામાં આવશે.

રાજ્યો પર ઓછામાં ઓછા 125 દિવસનો રોજગાર આપવાની બાધ્યતા છે. પોતાની ક્ષમતા મુજબ રાજ્ય 125 દિવસથી વધુ રોજગાર પણ આપી શકે છે અને જો 15 દિવસની અંદર કામ આપવામાં ન આવે, તો બેરોજગારી ભથ્થું આપવું અનિવાર્ય છે. જે પહેલાની યોજનામાં ન હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકા ભાજપ પ્રમુખ નિયલભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ, મધુર ડેરી ના ડિરેકટર શ્રી, ત્રણે ગામના સરપંચશ્રીઓ, પાર્ટી ના કાર્યકર્તા જયેન્દ્રભાઈ રાવલ, પ્રભાતભાઈ દેસાઈ, કનુભાઈ ચૌધરી, લાલભાઈ ચૌધરી, અશોકભાઈ ખંડેલવાલ, નટુજી ઠાકોર, નાગજીભાઈ ઠાકોર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી, મોતીપુરા ગામના સરપંચ ગ્રામ પંચાયત ના સભ્ય મણીભાઈ, મફતભાઈ, બળદેવભાઈ, જસુજી ઠાકોર અને ગામોના સામાજિક આગેવાનો, મહિલાઓ, કાર્યકરશ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા)

Related posts

ઉમિયા માતાજી સંસ્થાન, સોલામાં શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાઓનો ત્રિવેણી સંગમ

viratgujarat

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમ ‘અવસર’નું સફળ સમાપન

viratgujarat

“સેવામાં માનવતા અને વાણીમાં મીઠાસ”ના બોધ સાથે દર્દીઓની કરુણાપૂર્ણ સારવાર માટે સિવિલ હોસ્પિટલના નર્સિંગ પરિવારની ‘આત્મબોધ ચિંતન શિબિર’

viratgujarat

Leave a Comment