Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

વર્લ્ડ ખુશી ડે ના દિવસે હસી ખુશી સિનિયર સિટીઝન ક્લબ દ્વારા સિનિયર સિટીઝન માટે ખાસ કાર્યકમનું આયોજન

ખુશી એ માનવજીવનનું મૂળ તત્વ છે, તે માત્ર આનંદની લાગણી નથી, પરંતુ સ્વાસ્થ્ય, સંબંધો અને સફળતા માટે પણ આધારરૂપ છે: આ દિવસ ખુશીને મૂળભૂત માનવ ધ્યેય અને સુખાકારી અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય પરિબળ તરીકે પ્રકાશિત કરે છે ત્યારે હસી ખુશી સિનિયર સિટીઝન ક્લબ દ્વારા સિનિયર સિટીઝન ના ચહેરા પર સ્મિત રહે તેં હેતુ થી ખાસ કાર્યકમ યોજ્યો.
આજ ની આ સંધ્યાએ ક્લબ દ્વારા 40 થી વધુ સિનિયર સિટીઝન સાથે મળીને હાઉસી, મનોરંજક રમતો, સંગીત અને ડાન્સ જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, જેથી ઉપસ્થિત તમામ સિનિયર સિટીઝનના ચેહરા પર એક અનોખું સ્મિત છલકાઈ રહ્યું હતું.
હસી ખુશી સિનિયર સિટીઝન ક્લબનું સંચાલન જીજ્ઞા નિલેશ તલસાણીયા, રાખી અર્પિત શાહ, હિરલ ચિરાગ શાહ કરી રહ્યાં છે.

Related posts

લિટલ ફિંગર્સ હેઠળ મીલેટ્સથી મેંદો મુક્ત ફૂડ પ્રોડક્ટ બનાવી

viratgujarat

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

viratgujarat

ગૌતમ અદાણીએ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

viratgujarat

Leave a Comment