Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઓરિસ્સા એએમ/એનએસ ઈન્ડિયા જિમ્નાસ્ટિક્સ હાઇ-પર્ફોર્મન્સ સેન્ટરનાં ત્રણ એથ્લેટ્સ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે

મુંબઈ | ૨૨ જુલાઈ ૨૦૨૬ | ઓરિસ્સા એએમ/એનએસ ઈન્ડિયા જિમ્નાસ્ટિક્સ હાઇ પર્ફોર્મન્સ સેન્ટર (ઓરિસ્સા એએમ/એનએસ જીએચપીસી)ના ત્રણ એથ્લેટ્સ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઇ – 02 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં આઠ એથ્લેટ્સમાંથી ત્રણ એથ્લેટ્સ – તપન મોહંતી, તપેશ્વરનાથ દાસ અને ઓલમ્પિયન પ્રણતિ નાયક ઓરિસ્સા એએમ/એનએસ જીએચપીસીનો હિસ્સો છે.

તપન મોહંતી અને તપેશ્વરનાથ દાસ મેન્સ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ (એમએજી) કેટેગરીમાં ભારતની પુરુષની ટીમનો ભાગ છે. ઓલમ્પિયન પ્રણતિ નાયક વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ (ડબ્લ્યુએજી) કેટેગરીમાં ભારતની મહિલા ટીમનો
ભાગ છે.

આ સિદ્ધિ ઓરિસ્સા એએમ/એનએસ જીએચપીસી ખાતે એથ્લેટ્સનું સમર્પણ અને સખત મહેનત, તેમ જ વિશ્વકક્ષાની તાલીમ અને સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડે છે, જે ભારતમાં યુવા પ્રતિભાને પોષવા અને ભારતમાં જિમ્નાસ્ટિક્સને આગળ વધરાવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

એએમ/એનએસ ઈન્ડિયાના નિર્દેશક અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર અને એડ્મિન્સ્ટ્રેશન શ્રીમાન આશુતોષ તેલંગે જણાવ્યું હતું કે, “અમારા ઓરિસ્સા એએમ/એનએસ જીએચપીસીના ત્રણ એથ્લેટ્સ કોમનવેલ્થ ગેમ્સમાં હિસ્સો લેવો એ અમારા માટે ગર્વની વાત છે. તપન મોહંતી, તપેશ્વરનાથ દાસ અને ઓલમ્પિયન પ્રણતિ નાયક અમારા સેન્ટરમાં પ્રાપ્ત કરેલી તાલિમની શ્રેષ્ઠતા, શિસ્ત અને સ્થિસ્થાપકતાનું ઉદાહરણ આપે છે. તેમની સિદ્ધિ ઓરિસ્સામાં અમે નિર્માણ કરેલી વિશ્વકક્ષાની તાલિમ અને સર્વાંગી વિકાસ ઇકોસિસ્ટમને પ્રતિબિંબિત કરે છે. એએમ/એનએસ ઈન્ડિયાના પક્ષે, હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને વૈશ્વિક મંચ પર તેમની પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે તેમને શુભેચ્છાઓ પાઠવું છું.

ઓરિસ્સા એએમ/એનએસ જીએચપીસીના એથ્લેટ્સ વિવિધ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મંચો જેવા કે ઇન્ટરનેશનલ કોન્ટિનેન્ટલ કપ 2026, લિસ્બન, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશીપ 2025, તુર્કીના અન્તાલ્યામાં એફઆઇજી વર્લ્ડ કપ 2025, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશીપ્સ 2026-2026 વગેરેમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે, જે સેન્ટરનાં સતત પ્રદર્શન અને વૈશ્વિક મંચ માટેની તત્પરતા દર્શાવી રહ્યા છે.

== સમાપ્ત ==

Related posts

અમદાવાદની નીમા વિદ્યાલય સંકૂલની નવદીપ હાઇસ્કૂલે વિદ્યાર્થીઓના સન્માનનું અનોખું આયોજન કર્યું

viratgujarat

ફર્ટિવિઝન 2024માં ફર્ટિલિટી કેરમાં ઇનોવેશન અને કુશળતાની રજૂઆત કરાશે

viratgujarat

ઈન્ડિયન ઓઈલ યુટીટી6: રીથ રિશ્યા, અનિર્બાન ઘોષના પ્રદર્શનથી પીબીજી પુણે જગુઆર્સે કમબેક કરતા યુ મુમ્બા ટીટી 9-6 સામે જીત મેળવી

viratgujarat

Leave a Comment