Virat Gujarat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં ઓનલાઇ ખરીદી વધવાને લીધે Amazon.in પર દ્વીચક્રી વાહનનાં વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ગણો વધારો થયો

  • Amazon.in પર 3માંથી 2 દ્વીચક્રી વાહનોના ખરીદદારો ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાંથી આવે છે
  • 10માંથી 7 ઇલેક્ટ્રિક દ્વીચક્રી વાહનોના ખરીદદારો મેટ્રોની બહારથી આવે છે
  • ઇલેક્ટ્રિક, પ્રિમિયમ અને કમ્યુટર સેગમેન્ટ્સમાં 3,000થી વધુ ઓઇએમ અધિકૃત્ત ડીલરો હવે in પર લાઇવ છે
  • છેલ્લા 12 મહિનામાં, 2,300થી વધુ ટિયર-3 શહેરોના ગ્રાહકોએ Amazon.in પર પ્રથમ વખત દ્વિચક્રી વાહનની ખરીદી કરી છે
  • રુફસ, લેન્સએઆઇ અને રિવ્યુ સમરીઝ સહિતનાં એઆઇ સંચાલિત ટુલ્સ ગ્રાહકોને મોંઘી ખરીદી કરવામાં સહાય કરે છે

બેંગલુરુ | ૧૨મી જૂન ૨૦૨૬ | એમેઝોને આજે જાહેર કર્યું હતું કે Amazon.in પર તેના દ્વીચક્રી વાહનોના સ્ટોરે વાર્ષિક ધોરણે બે ગણી વૃદ્ધિ નોંધાવી છે. ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાંથી માગ સૌથી વધુ જોવા મળી હતી, જ્યાં ગ્રાહકો રોજિંદા ઉપયોગમાં લેવામાં આવતા કમ્યુટર બાઇક્સની સાથે પ્રિમિયમ અને ઇલેકટ્રિક વાહનોને પણ વધુ પસંદગી કરી રહ્યા છે. કંપની હાલમાં ઇલેક્ટ્રિક, પ્રિમિયમ અને કમ્યુટર સેગમેન્ટ્સમાં 20થી વધુ બ્રાન્ડ્સમાંથી પસંદગીની યાદી ધરાવે છે, જેમાં ટ્રાયમ્ફ, કેટીએમ, રોયલ એનફિલ્ડ, બજાજ ઓટો, એથર એનર્જી અને હીરો મોટોકોર્પનો સમાવેશ થાય છે, જેને 3,000 કરતા વધુ ઓઇએમ અધિકૃત્ત ડીલર્સ દ્વારા ટેકો પ્રાપ્ત છે.

“ભારતમાં દ્વીચક્રી વાહનોની ખરીદીની સફર ઘણી વખત લાંબી હોય છે અને મૂંઝવણભર્યા વિકલ્પો, ઈંધણના પ્રકારો અને કિંમત બિંદુઓ પર વિચાર કરવાને લીધે તે મુશ્કેલ બની શકે છે. જ્યારે તમારી પાસે મર્યાદિત પસંદગી હોય, એમાં પણ ખાસ કરીને મેટ્રોથી બહાર, ત્યારે આ વધુ સીમિત લાગે છે. ગ્રાહકો માટે, Amazon.in કિંમતની પારદર્શકતા અને ડિજિટલ ચુકવણીઓની અનુકૂળતાની સાથે બ્રાન્ડ્સ, કિંમત બિંદુઓ અને ઇંધણના પ્રકાર દ્વારા મોટી પસંદગીને એક સ્થળ પર લાવે છે. બ્રાન્ડ્સ માટે તે તેની પહોંચ વધારે છે. પાછલા બે વર્ષમાં, અમે બંનેને સેવા આપવા માટે પસંદગી, ટુલ્સ અને પહોંચનું નિર્માણ કર્યું છે અને વર્ષ દરમિયાન વિસ્તરણ જારી રાખીશું,” એમ એમેઝોન ઈન્ડિયાના કિચન અને આઉટડોર્સના નિર્દેશક અમન લોહાને જણાવ્યું હતું.

ગ્રાહકો પ્રિમિયમ પસંદ કરી રહ્યા છે

ઇંધણના પ્રકારોમાં ગ્રાહકો પ્રિમિયમ ફિચર્સ, કનેક્ટેડ ટેકનોલોજી, અદ્યતન સુરક્ષા પ્રણાલીઓ અને લાંબા ગાળાનાં માલિકી મૂલ્ય સાથે મોડલ્સ પસંદ કરી રહ્યા છે. Amazon.in પર ખરીદવામાં આવેલા સરેરાશ દ્વીચક્રી વાહનો હવે રૂ. 1 લાખને પાર કરી ગયા છે, જે ઉચ્ચ-વિશિષ્ટ મોડલ્સ તરફ સ્પષ્ટ પરિવર્તન પ્રતિબિંબિત કરે છે. પ્રિમિયમ મોટરસાઇકલ્સમાં વાર્ષિક ધોરણે લગભગ 5 ગણી વૃદ્ધિ થઈ છે, જ્યારે સમાન અવધિ દરમિયાન કમ્યુટર બાઇક્સમાં બે ગણા કરતા વધુ અને આઇસીઇ સ્કૂટર્સમાં 1.5 ગણી વૃદ્ધિ નોંધાઇ છે. ઇલેક્ટ્રિક દ્વીચક્રી વાહનો માટે, રૂ. 1 લાખથી રૂ. 1.5 લાખનું સેગમેન્ટ હવે Amazon.in પર તમામ ઇવી માગનો અડધાથી પણ વધુ હિસ્સો ધરાવે છે, જે પ્રવેશ સ્તરના વિકલ્પોથી મધ્ય-પ્રિમિયમ ઇલેક્ટ્રિક મોબિલિટી તરફનું પગલું છે.

માગ મેટ્રો શહેરોની બહારથી આવી રહી છે

Amazon.in પર દ્વીચક્રી વાહનની માગ મોટે ભાગે બિન-મેટ્રોમાંથી આવે છે. લગભગ દર ત્રણમાંથી બે ગ્રાહકો ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી આવે છે, જ્યારે ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો માટે આ હિસ્સો વધીને દર દસમાંથી સાત ગ્રાહકો સુધી પહોંચે છે. આ શહેરોમાં વૃદ્ધિની ગતિ ઝડપી બની રહી છે. દક્ષિણ ભારતના કાકીનાડા, તિરુપતિ અને નેલ્લોરમાં વર્ષ-દર-વર્ષ (YoY) બુકિંગ્સમાં 12 ગણી સુધીની વૃદ્ધિ નોંધાઈ છે. ઉત્તર ભારતના નાગૌર અને જીંદ તેમજ પશ્ચિમ ભારતના જામનગર, બિલાસપુર અને રાજકોટમાં દ્વિચક્રી વાહનોની બુકિંગ્સમાં વર્ષ-દર-વર્ષ 6 ગણી સુધીનો વધારો નોંધાયો છે. પૂર્વ ભારતના પૂર્ણિયા અને સમસ્તીપુરમાં બુકિંગ્સમાં 7 ગણી સુધીની વૃદ્ધિ નોંધાઈ છે, જે નવા માંગ કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે.ગ્રાહકોના વર્તનમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે અને ગ્રાહકો હવે દ્વિચક્રી વાહનોની ખ રીદી માટે ઓનલાઈન માધ્યમ પસંદ કરી રહ્યા છે. છેલ્લા 12 મહિનામાં, 2,300થી વધુ ટિયર-3 નગરોના ગ્રાહકોએ Amazon.in પર પ્રથમ વખત દ્વિચક્રી વાહન ખરીદ્યું છે.

શોધથી ખરીદી સુધીની એક સરળ સફર

Amazon.in ઇલેક્ટ્રિક અને કમ્યુટર સેગમેન્ટ્સની સાથે સાથે ઓઇએમ અધિકૃત્ત ડીલર્સ મારફતે બ્રાન્ડ્સની સાથે ઓનલાઇન પ્રિમિયમ મોટરસાઇકલની વ્યાપક પસંદગી એક સાથે લાવે છે અને એ પણ એક જ સ્થળ પર. Amazon.in પર દરેક ડીલર ઓઇએમ અધિકૃત્ત હોય છે, જે ગ્રાહકો ઉત્પાદકની મૂળ વોરંટીથી સમર્થિત પ્રામાણિક પ્રોડક્ટ્સ પ્રાપ્ત કરવાનું સુનિશ્ચિત કરે છે. ગ્રાહકો 24×7 ખરીદી કરી શકે છે, બ્રાન્ડ્સ અને ઇંધણના પ્રકારોની તુલના કરી શકે છે, ખરાઇ પામેલા માલિકનાં રિવ્યુઝ અને રેટ્સની પહોંચ મેળવી શકે છે અને ઓઇએમ અધિકૃત્ત ડીલરની મુલાકાત લીધા વિના તેમના ચોક્કસ પિનકોડ માટે એક્સ-શોરૂમ કિંમતો જોઇ શકે છે. ચુકવણીઓ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઇ અને નેટબેંકિંગથી સંપૂર્ણપણે ડિજિટાઇઝ્ડ છે, જેમાં ક્રેડિટ કાર્ડ વ્યવહારો પર શૂન્ય એમડીઆર શુલ્ક છે અને દરેક ઓર્ડર પર છેતરપિંડી સામે સંપૂર્ણ સુરક્ષા છે.

એઆઇ ટુલ્સ જે જટીલ નિર્ણયને સરળ બનાવે છે

જેમ જેમ ભારતભરના વધુ ગ્રાહકો પ્રથમ વખત દ્વીચક્રી વાહનોની ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે ત્યારે Amazon.inના એઆઇ-સંચાલિત ટુલ્સ તેમને ઊંચા મૂલ્ય માટે નિર્ણય લેવામાં મદદ કરે છે. એમેઝોનના એઆઇ શોપિંગ આસિસ્ટન્ટ રુફસ ગ્રાહકોને શ્રેણી, માઇલેજ, ફિચર્સ અને બ્રાન્ડ્સ તથા ઈંધણના પ્રકારોમાં કમ્પેટિબિલિટીઝ અંગેના પ્રશ્નોના વિગતવાર ઉત્તર આપીને જટીલ નિર્ણય લેવામાં સહાય કરે છે. લેન્સએઆઇ ગ્રાહકોને છબિથી શોધવા માટે સક્ષમ બનાવે છે, જે તેમને માર્ગ પર જોયેલા મોડલ્સને ઓળખવા અને અન્વેષણ કરવામાં સહાય કરે છે. રિવ્યુ સમરી હજારો ગ્રાહકોનાં રિવ્યુને નાના અને સરળતાથી વાંચી શકાય એવા સ્નેપશોટમાં બદલે છે, જેનાથી ગ્રાહકોને એ સમજવામાં સહાય મળે છે કે માલિકો મોડલ વિશે ખરેખર શું વિચારે છે. કિંમતનો ઇતિહાસ ગ્રાહકોને સંપૂર્ણ માહિતી આપે છે કે સમયની સાથે કોઇ પ્રોડક્ટની કિંમત કેવી રીતે બદલાઇ છે, જે તેમને ક્યારે ખરીદી કરવી એ અંગે નિર્ણય લેવામાં સહાય કરે છે. આ ટુલ્સ સાથે મળીને, સંશોધન ચક્રને સંકુચિત કરે છે અને ભારતભરના ગ્રાહકોને વધુ આત્મવિશ્વાસ સાથે પસંદગી કરવામાં સહાય કરે છે. 

એમેઝોન પે સાથે તમારી બચતને વધારો

ગ્રાહકો એમેઝોન પેની સાથે વ્યાપક શ્રેણીની ચુકવણીઓ અને રિવોર્ડ્સના લાભની સાથે વધુ સ્માર્ટ રીતે ખરીદી અને બચત કરી શકે છે, જેમાં એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ પર પ્રાઇમ સભ્યો માટે 5%નાં અમર્યાદિત કેશબેક અને નોન-પ્રાઇમ સભ્યો માટે 3%નાં કેશબેકની સાથે રૂ. 2,500 સુધીના વેલકમ રિવોર્ડ્સ સામેલ છે. પાત્ર ગ્રાહકો એમેઝોન પે લેટર મારફતે રૂ. 60,000 સુધીની ત્વરીત ક્રેડિટ પણ મેળવી શકે છે, વિશેષ ખરીદીના રિવોર્ડ્સ માણી શકે છે અને મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને એપ્લાયન્સિસમાં રૂ. 99/દિવસ ઇએમઆઇ સ્ટોર્સ મારફતે પરવડી શકે એવી ખરીદી કરી શકે છે. રિવોર્ડ્સ ગોલ્ડ ધરાવતા ગ્રાહકો ત્રણ મહિનામાં ચુકવણીઓ પૂર્ણ કરીને 15થી વધુ બ્રાન્ડ્સ અને કેટેગરીઝમાં ખાતરીપૂર્ણ 5% કેશબેક પણ મેળવી શકે છે, આ ઉપરાંત વધારાનાં કેશબેક અને રિવોર્ડ્સ ગોલ્ડ લાભો મેળવી શકે છે – જેમાં પ્રાઇમ સભ્યો માટે રૂ. 799થી વધુના ઓર્ડર્સ પર 5%ની છૂટ અને રૂ. 499થી ઉપરના ઓર્ડર્સ પર તમામ ગ્રાહકોને 10% કેશબેકનો સમાવેશ થાય છે, જેનાથી રાષ્ટ્રવ્યાપી લાખો ગ્રાહકો માટે ખરીદી વધુ લાભદાયી બને છે.

== સમાપ્ત ==

Related posts

અયોધ્યા ત્યાગની, ચિત્રકૂટ ત્યાગ અને વિહાર વિરાગની ભૂમિ, લંકા ભોગભૂમિ છે.

viratgujarat

અનીસ બઝ્મીના ડિરેકશનમાં ફરી હસાવશે અક્ષય કુમાર, ફેમિલી એન્ટરટેઇનરની રિલીઝ ડેટ જાહેર

viratgujarat

માઇક્રોને ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું

viratgujarat

Leave a Comment