Virat Gujarat
ગુજરાતબિઝનેસમનોરંજનમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

Yi અમદાવાદના ૨૦ વર્ષની ઉજવણી: સાંઈરામ દવે સાથે હાસ્ય અને સંસ્મરણોની એક સાંજ

ગુજરાત, અમદાવાદ | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના બે દાયકાની ઉજવણી તરીકે યંગ ઇન્ડિયન્સ (Yi) અમદાવાદ પ્રસિદ્ધ હાસ્યકાર અને વાર્તાકાર સાંઈરામ દવે સાથે એક વિશેષ સાંજનું આયોજન કરશે. આ કાર્યક્રમ શુક્રવાર, ૨૩ જાન્યુઆરીના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાશે.

સંસ્કૃતિ, સંવાદ અને હાસ્યને એકસાથે લાવતી એક વિશેષ સાંજ તરીકે આ કાર્યક્રમની કલ્પના કરવામાં આવી છે. આ માધ્યમથી Yi અમદાવાદની યુવાનોને જોડવા, મૂલ્યઆધારિત નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહિત કરવા માટેની ૨૦ વર્ષની અસરકારક સફરનો પ્રતિબિંબ જોવા મળશે. સાંઈરામ દવે સાથેનું આ સંવાદ સત્ર હાસ્ય સાથે સામાજિક વિચારને જોડતું હોવાથી તમામ પેઢીઓને આકર્ષશે તેવી અપેક્ષા છે.

યંગ ઇન્ડિયન્સ અમદાવાદના ચેરપર્સન દર્શન પરીખે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ યુવા મનને સશક્ત બનાવવા પ્રત્યે સંસ્થાની અવિરત પ્રતિબદ્ધતાને અર્પિત એક ટ્રિબ્યુટ છે.

તેમણે જણાવ્યું હતું, “Yi અમદાવાદના ૨૦ વર્ષ પૂર્ણ થતાં અમે આ પ્રસંગને એક વિશેષ અનુભવ સાથે ઉજવવા માંગીએ છીએ. છેલ્લા બે દાયકાથી, Yi એ યંગ લીડર્સને શીખવા, જોડાવવા અને સમાજમાં યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત કામ કર્યું છે. સાંઈરામ દવે જેવા વિશ્વ વિખ્યાત કલાકાર સાથે આ સાંજ Yi જે જોડાણ અને આત્મમંથનની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે તેનું પ્રતીક છે.”

દૈનિક જીવનની વાસ્તવિકતાઓ સાથે રમૂજને ભેળવવાની તેમની વિશિષ્ટ ક્ષમતા માટે જાણીતા સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે તેઓ નાગરિકો સાથે જોડાવા માટે આતુર છે.

તેમણે જણાવ્યું હતું, “૨૦ વર્ષથી Yi અમદાવાદ યુવા નેતૃત્વ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. આ પ્રયાસોથી સ્પષ્ટ પરિવર્તન આવ્યું છે, જેના પરિણામે યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહ સર્જાયો છે અને સાથે સાથે મજબૂત મૂલ્યો પણ સ્થાપિત થયા છે.”

કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની યુથ વિંગ યંગ ઇન્ડિયન્સનો ભાગ એવા Yi અમદાવાદે વર્ષોથી નેતૃત્વ વિકાસ, રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક પ્રભાવ ક્ષેત્રોમાં વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરી છે. આ એનિવર્સરી નિમિત્તે યોજાનાર આ કાર્યક્રમ કલા, હાસ્ય અને સહિયારી ભાવના દ્વારા લોકોને એકસાથે લાવી Yi અમદાવાદની આ સફરની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

===♦♦♦♦===

Related posts

મધ્યસ્થ દર્શન પર આધારિત જીવન વિદ્યા પ્રબોધકો, શ્રી સોમ ત્યાગીએ આધુનિક જીવનશૈલી પર પુનર્વિચાર કરવાની અપીલ કરી

viratgujarat

બિહારમાં ગ્રામિણોની આંખની સંભાળ માટે રુ.૧૫૦ કરોડના ખર્ચે વાર્ષિક ૩.૩લાખ આંખની શસ્ત્રક્રિયાની નેમ સાથે ગૌતમ અદાણીની પહેલનો આરંભ:રાષ્ટ્રવ્યાપી વિસ્તાર માટે રુ.૫૦૦ કરોડનો સંકલ્પ

viratgujarat

‘જાદુ તેરી નજર – ડાયન કા મૌસમ’ની રહસ્યમય કહાની પરથી પરદો ઉઠયો, સ્ટાર પ્લસએ કર્યું ભવ્ય લોન્ચ

viratgujarat

Leave a Comment