Virat Gujarat
આઈપીઓ

હાઇ-ટેક એન્જિનિયર્સ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 24 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે.

હાઇ-ટેક એન્જિનિયર્સ લિમિટેડે બુધવારે જાહેરાત કરી હતી કે તેનો આઈપીઓ સોમવાર, 24 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 27 ઓગસ્ટ, 2026 છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ શુક્રવાર, 21 ઓગસ્ટ, 2026 છે.

 

ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 50થી રૂ. 53 નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 283 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 283 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.

 

ઓફરમાં કુલ રૂ. 600 મિલિયન (રૂ. 60 કરોડ) સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને હાલના શેરધારકો દ્વારા 1,42,89,450 ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલ સામેલ છે. આમાં શ્રી હેમંત તુકારામ મોંડકર દ્વારા 89,80,961 ઇક્વિટી શેર સુધી અને શ્રીમતી સુરેખા હેમંત મોંડકર દ્વારા 53,08,489 ઇક્વિટી શેર સુધીના શેરનો સમાવેશ થાય છે.

 

હાઇ-ટેક એન્જિનિયર્સ લિમિટેડ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટે હાઇડ્રોલિક ફિટિંગ્સની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) મોડલ હેઠળ કામ કરે છે અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઓઈએમ) તેમજ અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને સેવા આપે છે. ચાર દાયકાથી વધુનો કાર્યકારી અનુભવ ધરાવતી હાય-ટેક હાલમાં ભારતમાં છ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ ચલાવે  છે. આ એકમો થાણે, શિરવાલ (સતારા), કાવથે (સાતારા), નાશિક અને મધ્ય પ્રદેશના પીથમપુરમાં આવેલા બે એકમોનો સમાવેશ થાય છે.

 

કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સ્ટાન્ડર્ડ હાઇડ્રોલિક ફિટિંગ્સ, જેમાં ડીઆઈએન-મેટ્રિક ફિટિંગ્સ, જેઆઈસી ફ્લેર્ડ અને ફ્લેરલેસ ફિટિંગ્સ, O-Ring Face Seal (ORFS) ફિટિંગ્સ અને કન્વર્ઝન ફિટિંગ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રાહકોની જરૂરિયાત અને સ્પેસિફિકેશન મુજબ તૈયાર કરવામાં આવતા ફિટિંગ્સ પણ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામેલ છે. 31 માર્ચ, 2026 સુધીમાં હાય-ટેકના પોર્ટફોલિયોમાં હાઇડ્રોલિક ફિટિંગ્સના 11,000થી વધુ સ્ટોક કીપિંગ યુનિટ્સ (એસકેયુ) હતા. હાય-ટેક આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી પણ ધરાવે છે અને કંપની અમેરિકા, બેલ્જિયમ, પોલેન્ડ, રશિયા, બ્રાઝિલ, ઇટાલી, સાઉદી અરેબિયા, હંગેરી, યુએઈ, થાઇલેન્ડ અને જર્મની જેવા બજારોમાં પોતાની પ્રોડક્ટ્સ પૂરી પાડે છે.

 

31 માર્ચ, 2026ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે કંપનીએ રૂ. 189.40 કરોડની ઓપરેટિંગ આવક નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીના વ્યવસાયમાં સતત ગતિ દર્શાવે છે. કંપનીએ રૂ. 41.68 કરોડની એબિટા અને રૂ. 22.59 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આ કંપનીના નાણાંકીય પ્રદર્શન તેમજ કાર્યકારી કાર્યક્ષમતા અને ટકાઉ વૃદ્ધિ પરના તેના ધ્યાનને દર્શાવે છે.

 

ઓફરઃ

આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 31 સાથે વાંચવામાં આવતા તથા સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 6(1)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી રહી છે, જેમાં ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”, and such portion, the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (“Anchor Investor Portion”). એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશેઃ (1) એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (2) 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમતે કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થાય (“Anchor Investor Allocation Price”). જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન રહે કે ફાળવણી ન થાય, તો બાકીના ઇક્વિટી શેર ક્યુઆઈબી હિસ્સામાં (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) ઉમેરવામાં આવશે (“Net QIB Portion”).

 

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી રોકાણકારો (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી નેટ ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે. ઉપરાંત, જો નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા શેર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે અને (બી) બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00  મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે, એ શરતે કે આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે. ઓફરનો લઘુત્તમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

 

તમામ બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં) માટે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ મારફતે અરજી કરનારોએ પોતાના યુપીઆઈ આઈડીની વિગતો (અહીં જણાવ્યા મુજબ) આપવાની રહેશે. ત્યારબાદ નેટ ઓફરમાં ભાગ લેવા માટે સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રક્રિયા દ્વારા ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં ભાગ લેવાની મંજૂરી નથી.

 

ઇક્વિટી શેરોને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” together with BSE, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફરના હેતુ માટે એનએસઈને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

Related posts

સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ.199.75 કરોડનાં રાઇટ્સ ઇશ્યૂની જાહેરાત કરી; 1,40,000 TPA ક્ષમતા વિસ્તરણ, ડેટ રિડક્શન અને સોલાર પ્રોજેક્ટને ફંડ પૂરું પાડવાનું ધ્યેય

viratgujarat

આસ્થા સ્પિનટેક્સ લિમિટેડનો IPO 29 જૂન, 2026ના રોજ ખુલશે

viratgujarat

NSE એ IPO માટે ફાઇલ કરી, જે ભારતમાં રૂ. 30,000 કરોડનો સૌથી મોટો IPO હોઈ શકે છે

viratgujarat

Leave a Comment