Virat Gujarat
ધાર્મિક

શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિર, રાંચરડા, અમદાવાદ નો દ્વિતીય પાટોત્સવ સમારોહ ૨૩ ઓગસ્ટ, રવિવાર ના દિવસે મનાવવા માં આવશે.

નીબ કરૌરી બાબા ના આશીર્વાદ થી ૨૩ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ આ મંદિર ની ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી હતી. આ ભારત નું ચોથું એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતી અવસ્થા માં છે. મંદિર ના સંસ્થાપક ડો. પ્રવિણ ગર્ગ ના જણાવ્યા મુજબ ૨૩ તારીખ રવિવાર ના રોજ વિવિધ પ્રોગ્રામો યોજાશે.

૩:૩૦ સાંજે: હવન

૫:૩૦ સાંજે: સુંદરકાંડ પાઠ

૭:૧૫ સાંજે: રામ નામ કિર્તન

૭:૩૦ સાંજે: મહા આરતી અને ભંડારો

આ મંદિર ધીમે ધીમે લોકો ની શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસ નું કેન્દ્ર બની રહ્યું છે.

આ મંદિર માં સેવા કાર્ય માં ૩ રામ રોટી સેવા રથ દ્વારા નિયમ થી ૫૦૦ જરૂરતમંદ લોકો નો ભોજન પ્રસાદ વિતરણ થાય છે. તથા મંદિર માં દર રવિવારે સુંદરકાંડ પાઠ નું આયોજન કરવા માં આવે છે.

Related posts

મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ

viratgujarat

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

viratgujarat

કબીર પંથ કોઈ નાનકડો પંથ નહીં,મોટો રાજમાર્ગ છે

viratgujarat

Leave a Comment