Virat Gujarat
રમતગમત

ડીપી વર્લ્ડ પીજીટીઆઈ અને એસ્સાર ફાઉન્ડેશન દ્વારા શ્રી શશી રૂઈયા મેમોરિયલ ગોલ્ફ ચેમ્પિયનશિપની જાહેરાત

મુંબઈ, ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬: ભારતમાં પુરુષોના પ્રોફેશનલ ગોલ્ફ માટેની સત્તાવાર માન્યતા પ્રાપ્ત સંસ્થા ડીપી વર્લ્ડ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (DP World PGTI) અને એસ્સાર ગ્રૂપની સીએસઆર શાખા એસ્સાર ફાઉન્ડેશન દ્વારા આજે ભારતના પ્રોફેશનલ ગોલ્ફ કેલેન્ડર પર એક નવી વાર્ષિક ટુર્નામેન્ટ ‘શ્રી શશી રૂઈયા મેમોરિયલ ગોલ્ફ ચેમ્પિયનશિપ’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ચેમ્પિયનશિપ સ્વર્ગસ્થ શ્રી શશી રૂઈયાના વારસા અને યોગદાનને સન્માનિત કરે છે, જેમણે શ્રી રવિ રૂઈયા સાથે મળીને એસ્સાર ગ્રૂપની સહ-સ્થાપના કરી હતી. એક પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર અને સાહસિક ઉદ્યોગસાહસિક તરીકે, શ્રી શશી રૂઈયાએ એસ્સારને ઈન્ફ્રાસ્ટ્રક્ચર-કેન્દ્રિત એન્ટરપ્રાઈઝમાંથી એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ્સ એન્ડ માઇનિંગ, ટેકનોલોજી અને રિટેલ ક્ષેત્રોમાં હિત ધરાવતા વૈશ્વિક રોકાણ જૂથ તરીકે વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમનો વારસો ઉદ્યોગસાહસિકતા, સંસ્થા-નિર્માણ, ઔદ્યોગિક વિકાસ અને પરોપકાર (દાનધર્મ) પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ડીપી વર્લ્ડ પીજીટીઆઈ અને એસ્સાર ફાઉન્ડેશન વચ્ચેની પાંચ વર્ષની ભાગીદારી હેઠળ, શ્રી શશી રૂઈયા મેમોરિયલ ગોલ્ફ ચેમ્પિયનશિપ ૨૦૩૧ સુધી દર વર્ષે યોજાશે. તેની પ્રથમ આવૃત્તિ ૧૨ થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન મુંબઈની વિલિંગ્ડન સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાશે, જેમાં ભારતભરમાંથી અગ્રણી પ્રોફેશનલ ગોલ્ફરો ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ₹૨ કરોડનું ઈનામ ભંડોળ હશે, જ્યારે પ્રો-એમ ઈવેન્ટ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ યોજાશે.

ડીપી વર્લ્ડ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (DP World PGTI) ના પ્રમુખ શ્રી કપિલ દેવે જણાવ્યું હતું કે: “શ્રી શશી રૂઈયા મેમોરિયલ ગોલ્ફ ચેમ્પિયનશિપની શરૂઆત ભારતીય પ્રોફેશનલ ગોલ્ફ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અમે એસ્સાર ગ્રૂપ સાથે ભાગીદારી કરીને એક એવી ચેમ્પિયનશિપ સ્થાપિત કરવામાં ગર્વ અનુભવે છે, જે તેના સહ-સ્થાપકો, શ્રી રવિ રૂઈયા અને સ્વર્ગસ્થ શ્રી શશી રૂઈયાના વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને ચિરંતન યોગદાનને બિરદાવે છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ડીપી વર્લ્ડ પીજીટીઆઈને લાવવાથી વિશાળ દર્શકો સમક્ષ વિશ્વસ્તરીય પ્રોફેશનલ ગોલ્ફ પ્રદર્શિત કરવાની, એક પ્રમુખ મહાનગરમાં આ રમતની ઉપસ્થિતિને સુદ્રઢ બનાવવાની અને ભારતની ગોલ્ફિંગ પ્રતિભાઓને વધુ વ્યાપક ઓળખ અપાવવાની એક રોમાંચક તક મળશે. અમે શ્રી શશી રૂઈયાના વારસાને જીવંત રાખવા અને ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફના સતત વિકાસમાં યોગદાન આપવાની સાથે, આ ચેમ્પિયનશિપને ભારતીય ગોલ્ફિંગ કેલેન્ડરમાં એક અત્યંત પ્રતિષ્ઠિત સ્પર્ધા તરીકે વિકસાવવા ઉત્સુક છીએ.”

એસ્સાર ગ્રૂપના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ શ્રી પ્રશાંત રૂઈયાએ જણાવ્યું હતું કે: “ગોલ્ફ એક એવી રમત હતી જેને મારા પિતા ખરા અર્થમાં ખૂબ પ્રેમ કરતા હતા. તે તેમનો આનંદમય સમય હતો, જ્યાં તેઓ ગોલ્ફના એક રાઉન્ડ દરમિયાન અનેક લોકો સાથે જોડાયા હતા. મને ગોલ્ફ કોર્સ પર તેમની સાથે જવાનું અને તેમની અદ્ભુત વાતો સાંભળવાનું યાદ છે. આ ચેમ્પિયનશિપ દ્વારા તેમની સ્મૃતિને સન્માનિત કરવામાં અમને અત્યંત આનંદ થાય છે, અને અમને આશા છે કે તે તેમની ભાવનાને આગળ ધપાવશે તેમજ વધુ લોકોને આ રમત તરફ આકર્ષિત કરશે.”

એસ્સારના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ હેડ – કોર્પોરેટ અફેર્સ એન્ડ પબ્લિક પોલિસી શ્રી અમિત બજાજે જણાવ્યું હતું કે: “ડીપી વર્લ્ડ પીજીટીઆઈ સાથે એસ્સાર ફાઉન્ડેશનની પાંચ વર્ષની ભાગીદારી ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફના દીર્ઘકાલીન વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. શ્રી શશી રૂઈયા મેમોરિયલ ગોલ્ફ ચેમ્પિયનશિપ દ્વારા અમારો ઉદ્દેશ્ય ભારતના અગ્રણી વ્યાવસાયિકો અને ઉભરતી પ્રતિભાઓને તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક ટકાઉ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, સાથોસાથ ગોલ્ફરો માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવાનો છે.”

 DP World PGTIના સીઈઓ શ્રી અમનદીપ જોહલે જણાવ્યું હતું કે: “એસ્સાર ગ્રૂપની પાંચ વર્ષની પ્રતિબદ્ધતા એ ભારતીય પ્રોફેશનલ ગોલ્ફના ભવિષ્યમાં એક મોટો વિશ્વાસ દર્શાવે છે. તે શ્રી શશી રૂઈયા મેમોરિયલ ગોલ્ફ ચેમ્પિયનશિપને કદ અને મહત્વકાંક્ષામાં વિસ્તરવા માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે. નોંધપાત્ર ઈનામ ભંડોળ સાથે, આ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું સ્તર ઊંચું લઈ જશે અને ભારતના અગ્રણી વ્યાવસાયિકો તેમજ ઉભરતી પ્રતિભાઓને તેમની કુશળતા દર્શાવવા માટે એક પ્રેરણાદાયી પ્લેટફોર્મ પૂરું પાડશે. ભારતના આર્થિક પાટનગર મુંબઈમાં ટોચના સ્તરના પ્રોફેશનલ ગોલ્ફનું આયોજન કરીને, આ ચેમ્પિયનશિપ આ રમતને દેશના સૌથી ગતિશીલ ઉદ્યોગ સાહસિક કેન્દ્રોમાંના એક સાથે પણ જોડશે. અમારું વિઝન શ્રી શશી રૂઈયાના વારસાને સન્માનિત કરવાની સાથે અને ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફના વિકાસ અને વ્યાપમાં અર્થપૂર્ણ યોગદાન આપવાની સાથે, આ ચેમ્પિયનશિપને ડીપી વર્લ્ડ પીજીટીઆઈ કેલેન્ડર પર એક પ્રમુખ આયોજન તરીકે સ્થાપિત કરવાનું છે.”

૧૯૧૭માં સ્થપાયેલ વિલિંગ્ડન સ્પોર્ટ્સ ક્લબની ગણના મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત રમતગમત સંસ્થાઓમાં થાય છે. તેનો ૧૮-હોલ ધરાવતો ગોલ્ફ કોર્સ, જે ૧૯૩૩માં સ્થપાયો હતો, તે દક્ષિણ મુંબઈના હાર્દસમા વિસ્તારમાં આવેલો છે. સ્પર્ધામાં ભાગ લેનારા પ્રોફેશનલ ગોલ્ફરોના નામોની જાહેરાત ઈવેન્ટની પૂર્વસંધ્યાએ કરવામાં આવશે.

Related posts

એડિડાસ અને બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે તમામ નવી ટીમ ઈન્ડિયા ઓડીઆઈ જર્સીનું અનાવરણ કર્યું

viratgujarat

બેટથી લઈને પુસ્તકો સુધી: SPL ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બ્રાઇટ ફ્યુચર્સને સપોર્ટ કરે છે

viratgujarat

GYPL VII ક્રિકેટ લીગમાં છ ટીમો, ૧૩૦+ ખેલાડીઓ ભાગ લેશે

viratgujarat

Leave a Comment