Virat Gujarat
Uncategorized

રાજકોટ ખાતે આયોજિત થનાર રીઝનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિનું સ્વાગત કરતા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજિત રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તાશ્રી જીતુભાઈ વાઘાણીએ જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાનાર રીઝનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિ, ગુજરાતમાં ૯ નવી સહકારી બેંકોની રચના, રાજ્યના પ્રથમ સ્લમ ફ્રી સિટી બનવા તરફ સુરતની અગ્રેસરતા સહિતના વિષયો અંગે જે જાણકારી આપી છે તેને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આવકારી છે.

 

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતમાં ઉપસ્થિતિ હંમેશા પ્રેરણાદાયી અને નવી ઊર્જાનો સંચાર કરતી હોય છે. વર્ષ ૨૦૦૩ માં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું સૌ પ્રથમ આયોજન આદરણીય મોદીજીની દૂરંદેશી નેતૃત્વક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે, સમગ્ર ગુજરાત અને દેશની જનતા સાક્ષી છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટે ગુજરાતને વિકાસ મોડલ બનાવવાંમાં અતિમહત્વનો ભાગ ભજવ્યો છે.

 

આજની કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં ૦૯ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની રચના માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવાના નિર્ણયને આવકારતા પ્રદેશ પ્રમુખશ્રીએ કહ્યું કે, ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને સાર્થક કરતા ૯ નવી જિલ્લા સહકારી બેંકો ગ્રામીણ અર્થતંત્રને વધુ બળ આપશે. રાજ્યની વર્તમાન સહકારી બેંકોના વિભાજનથી દાહોદ, અરવલ્લી, તાપી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આણંદ તેમજ ડાંગ અને નવસારી જિલ્લામાં ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોની સુવિધામાં વધારો થશે. દેશનું સહકારિતા માળખું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વધુ સશકત અને વ્યાપક બની રહ્યું છે. સુરતને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનાવવાના નિર્ણય અંગે આનંદ વ્યક્ત કરી પ્રદેશ અધ્યક્ષશ્રીએ જણાવ્યું છે કે આ નિર્ણયના લીધે છત વગરના ગરીબોને ઘરનું ઘર પ્રાપ્ત થશે.

 

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કૃષિ સહાય પેકેજ અને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી અંગે રાજ્ય સરકારના પ્રવકતાશ્રી જીતુભાઈ વાઘાણીએ આપેલી જાણકારીને આવકારતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં માવઠા થી અસરગ્રસ્ત ૩૨ લાખ ખેડૂતોને રૂ. ૮,૫૧૬ કરોડથી

Related posts

યુનેસ્કોના વિશ્વઇજનેરી દિવસ-૨૦૨૬ માટે અદાણીની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી

viratgujarat

એસ્ટ્રો ગુરુ દીપક જૈન દ્વારા ઇન્દોર ખાતે ભવ્ય નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન – ગુજરાત બહારનો પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ

viratgujarat

જાવા 42, નિયો-ક્લાસિક ડિસપ્ટર, હવે આઇવરીમાં

viratgujarat

Leave a Comment