Virat Gujarat
બિઝનેસ

અદાણી મુન્દ્રા પોર્ટ કસ્ટમ્સ કાર્ગો ક્લિયરન્સમાં બન્યો ભારતનો સૌથી ઝડપી પોર્ટ

અદાણીનું મુન્દ્રા પોર્ટ ફરી એકવાર ભારતના સૌથી કાર્યક્ષમ વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે. કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (CBIC) દ્વારા જાહેર કરવામાં આવેલાનેશનલ ટાઇમ રિલીઝ સ્ટડી (NTRS) 2026માં અદાણી મુન્દ્રા પોર્ટ દેશના તમામ અગ્રણી બંદરોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પોર્ટ બન્યું છે.

દેશના અગ્રણી સમુદ્રી બંદરો, એર કાર્ગો કોમ્પ્લેક્સ, રેલવે ઇનલૅન્ડ કન્ટેનર ડેપો (ICD) અને ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ્સમાં કાર્ગો ક્લિયરન્સની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરતી આ અભ્યાસ રિપોર્ટમાં મુન્દ્રા બંદરે આયાતી કાર્ગોની સૌથી ઝડપી કસ્ટમ્સ ક્લિયરન્સ હાંસલ કરી હોવાનું નોંધાયું છે.

NTRS 2026 અનુસાર, મુન્દ્રા બંદરે આયાતી કાર્ગો માટેનો સરેરાશ રિલીઝ સમય (Average Release Time – ART) વર્ષ 2025ના 55 કલાક 34 મિનિટમાંથી ઘટી વર્ષ 2026માં માત્ર 32 કલાક 27 મિનિટકર્યો છે. એટલે કે એક વર્ષમાં 41.6 ટકા જેટલો નોંધપાત્ર સુધારોનોંધાયો છે. આ સિદ્ધિ સાથે મુન્દ્રા બંદરેનેશનલ ટ્રેડ ફેસિલિટેશન એક્શન પ્લાન (NTFAP) દ્વારા નક્કી કરાયેલા 48 કલાકની અંદર કસ્ટમ્સ ક્લિયરન્સના લક્ષ્યાંકને સરળતાથી હાંસલ કર્યો છે અને દેશના તમામ અગ્રણી બંદરોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

 

શ્રી રક્ષિત શાહ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે જણાવ્યું હતું કે,કસ્ટમ્સ કાર્ગો ક્લિયરન્સમાં ભારતના સૌથી ઝડપી અગ્રણી પોર્ટ તરીકેની ઓળખ પ્રાપ્ત કરવી અદાણી મુંદ્રા પોર્ટ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ મુન્દ્રા કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ પાર્ટનર્સ અને સમગ્ર ટ્રેડ ઇકોસિસ્ટમ વચ્ચેના મજબૂત સંકલનનું પરિણામ છે. આ સિદ્ધિ માટે અમે કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (CBIC), મુન્દ્રા કસ્ટમ્સ કમિશનર શ્રી નીતિન સૈનીના નેતૃત્વ હેઠળની સમગ્ર ટીમ તેમજ અમારા તમામ હિતધારકોના સતત સહયોગ અને ભાગીદારી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.”

 

અભ્યાસમાં વધુમાં જણાવાયું છે કે મુન્દ્રા પોર્ટ પર પ્રક્રિયા થયેલા 78.39 ટકા બિલ ઓફ એન્ટ્રીએ NTFAPના નિર્ધારિત સમયમર્યાદામાં ક્લિયરન્સ પૂર્ણ કર્યું હતું, જે દેશના તમામ અગ્રણી બંદરોમાં સર્વોચ્ચ અનુપાલન છે. આ સિદ્ધિ કસ્ટમ્સ વિભાગ, ટર્મિનલ ઓપરેટરો, લોજિસ્ટિક્સ ભાગીદારો અને વેપાર સાથે સંકળાયેલા તમામ હિતધારકો વચ્ચેના અસરકારક સંકલનનું પ્રતિબિંબ છે, જેના કારણે કાર્ગોની ઝડપી હેરફેર અને સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારવામાં સફળતા મળી છે.

મુન્દ્રા પોર્ટ ટેક્નોલોજી આધારિત અને ગ્રાહકકેન્દ્રિત પહેલો દ્વારા વેપાર સુગમ બનાવવામાં પણ દેશ માટે એક બેન્ચમાર્ક બની રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ડાયરેક્ટ પોર્ટ ડિલિવરી (DPD) વ્યવસ્થા હેઠળ મુન્દ્રા પોર્ટ પર આયાતી માલનો સરેરાશ ક્લિયરન્સ સમય માત્ર 24 કલાક 30 મિનિટરહ્યો હતો, જ્યારેકન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (CFS) મારફતે આવતાં કાર્ગો માટે આ સમય 34 કલાક 52 મિનિટરહ્યો હતો. DPD મોડેલના કારણે કાર્ગોનો રોકાણ સમય (Dwell Time) ઘટ્યો છે, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થયો છે અને પોર્ટ પરથી માલની ઝડપી બહારગમન સુનિશ્ચિત થઈ છે.

અગ્રણી સમુદ્રી બંદરોમાં મુન્દ્રાનું સરેરાશ કાર્ગો ક્લિયરન્સ સમય 32 કલાક 27 મિનિટરહ્યો છે, જ્યારે મુંબઈનાનવા શેવા પોર્ટમાં 65 કલાક 52 મિનિટ, ચેન્નાઈ પોર્ટમાં 85 કલાક 59 મિનિટઅનેકોલકાતા પોર્ટમાં 155 કલાક 9 મિનિટનો સમય નોંધાયો હતો.

રેલવે કાર્ગો સંભાળતા ઇનલૅન્ડ કન્ટેનર ડેપોમાંલુધિયાણામાં સરેરાશ 58 કલાક, જ્યારેતુઘલકાબાદમાં 85 કલાક 45 મિનિટઅનેવ્હાઇટફિલ્ડમાં 85 કલાક 28 મિનિટનો સમય નોંધાયો હતો.

એર કાર્ગો કોમ્પ્લેક્સની સરખામણીમાં પણ મુન્દ્રા પોર્ટનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે.અમદાવાદ એર કાર્ગોમાં સરેરાશ 35 કલાક 41 મિનિટ, બેંગલુરુમાં 42 કલાક 59 મિનિટ, ચેન્નાઈમાં 36 કલાક, દિલ્હીમાં 36 કલાક 1 મિનિટ, હૈદરાબાદમાં 45 કલાક 8 મિનિટઅનેમુંબઈમાં 43 કલાક 24 મિનિટનો સમય નોંધાયો હતો. અનેક કિસ્સાઓમાં મુન્દ્રા બંદરે એર કાર્ગો સુવિધાઓ કરતાં પણ વધુ ઝડપી કામગીરી કરી છે.

ઓથોરાઇઝ્ડ ઇકોનોમિક ઓપરેટર (AEO) કાર્યક્રમ હેઠળ વિશ્વસનીય વેપારીઓ માટે પણ મુન્દ્રા બંદરે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. AEO-DPD મોડેલ દ્વારા આયાતી માલનો સરેરાશ રિલીઝ સમય માત્ર 15 કલાક 18 મિનિટરહ્યો હતો, જે દેશના તમામ અગ્રણી બંદરોમાં સૌથી ઝડપી છે. આ સિદ્ધિ જોખમ આધારિત કસ્ટમ્સ સુવિધા અને વિશ્વસનીય વેપારીઓ માટેની સુવિધાઓની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.

મુન્દ્રા કસ્ટમ્સ કમિશનર શ્રી નીતિન સૈનીના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમે સંકલિત પ્રયાસો દ્વારા દેશમાં કાર્ગો ક્લિયરન્સ માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. તેમનું નેતૃત્વ અને તમામ હિતધારકો વચ્ચેનું અસરકારક સંકલન દર્શાવે છે કે સુદ્રઢ વ્યવસ્થાપન અને સહકાર દ્વારા પોર્ટ કામગીરીને વેપાર સુગમતાના આદર્શ મોડેલમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય.

નેશનલ ટાઇમ રિલીઝ સ્ટડીમાં અગાઉથી દસ્તાવેજો દાખલ કરવાની પ્રણાલી, ડિજિટલ પ્રક્રિયા, જોખમ વ્યવસ્થાપન પ્રણાલી અને વિશ્વસનીય વેપારીઓ માટેની પહેલોને કાર્ગો ક્લિયરન્સનો સમય ઘટાડવામાં મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. મુન્દ્રા બંદરે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટાઇઝેશન, ઓટોમેશન તથા કસ્ટમ્સ અને અન્ય નિયમનકારી એજન્સીઓ સાથેના મજબૂત સંકલનમાં સતત રોકાણ કરીને કામગીરીની શ્રેષ્ઠતા અને વેપાર સુગમતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે.

ભારતના સૌથી મોટા વ્યાપારી પોર્ટ તરીકે મુન્દ્રા પોર્ટ ઝડપી કાર્ગો હેન્ડલિંગ, ઓછો ટ્રાન્ઝેક્શન ખર્ચ અને વેપાર કરવાની સરળતા વધારીને દેશના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. NTRS 2026ના પરિણામો ફરી એકવાર સાબિત કરે છે કે મુન્દ્રા પોર્ટ વૈશ્વિક સ્તરની પોર્ટ સેવાઓ પૂરી પાડવામાં અગ્રેસર છે અને ભારતને વૈશ્વિક વેપાર તથા મેન્યુફેક્ચરિંગ માટે પસંદગીનું કેન્દ્ર બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

મુન્દ્રા પોર્ટની આ સિદ્ધિ પાછળ ત્રણ મુખ્ય પરિબળો જવાબદાર છે—પોર્ટ ટર્મિનલ પરથી સૌથી ઝડપી ડિલિવરી, કસ્ટમ્સ ક્લિયરન્સની ઝડપી પ્રક્રિયા અને પોર્ટ પરથી કાર્ગોની કાર્યક્ષમ બહારગમન વ્યવસ્થા. આ સાથે મુન્દ્રા કસ્ટમ્સ વિભાગમાં અનુભવી, પ્રશિક્ષિત અને યુવા અધિકારીઓની ટીમ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Related posts

અમદાવાદમાં ન્યૂ રેસ્ટોરન્ટ ‘યુનિયન’નો પારંભ – યુનિયનમાં પ્લાન્ટ બેઝ્ડ, મોડર્ન અને કૉન્શ્યસ સ્વાદનો અનુભવ મળશે

viratgujarat

સિસીલિયન પ્રીમિયર લીગ: બીએનઆઈ અમદાવાદ સ્પોર્ટ્સ દ્વારા નેટવર્કિંગમાં ચેમ્પિયન

viratgujarat

ટીસીઆઈએ આરોગ્ય, નેત્ર તપાસ અને માર્ગ સલામતી પહેલ સાથે ઉજવ્યો ડ્રાઇવર ડિગ્નિટી ડે ૨૦૨૬

viratgujarat

Leave a Comment