Virat Gujarat
જીવનશૈલી

અમદાવાદમાં જિજ્ઞેશ પટેલ લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનું ભવ્ય વિમોચન કરાયું

જીવનની સફરમાં જ્યારે પણ આશાનું નવું કિરણ શોધવું હોય કે મનમાં સકારાત્મકતાનો સંચાર કરવો હોય, ત્યારે એક ઉત્તમ પુસ્તક જ સાચા મિત્ર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. ‘મંતવ્ય ન્યૂઝ 24×7’ના CMD શ્રી જિજ્ઞેશ પટેલ દ્વારા લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકો માત્ર વાચન પૂરતાં સીમિત નથી, પરંતુ દરેક પેઢીની વ્યક્તિ માટે જીવનને ઉત્સાહથી જીવવા અને દરેક પરિસ્થિતિમાં આગળ વધવાનો એક નક્કર ‘રોડમેપ’ છે. આ પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ “મનની વાત, મંતવ્ય રૂપે – A Conversation of Thoughts, Stories, and Perspectives” થીમ હેઠળ સોમવાર, ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ ગરિમામય કાર્યક્રમનું આયોજન ‘મંતવ્ય ન્યૂઝ 24×7’, ‘આદર્શ પ્રકાશન'(Estd. 1943), ‘કર્મા ફાઉન્ડેશન’ અને ‘ગુજરાતી બુક ક્લબ’ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજકીય, સામાજિક અને સાહિત્ય ક્ષેત્રના અનેક ગણમાન્ય મહાનુભાવો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ અને જાણીતાં આર.જે. દેવકીએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી તથા પોતાના વરદ્ હસ્તે પુસ્તકોનું વિમોચન કર્યું હતું.
સમારોહ દરમિયાન વિમોચિત કરાયેલાં આ ત્રણેય પુસ્તકો વાચકો માટે પ્રેરણાનો અખૂટ સ્રોત બની રહેશે:
‘Love You જિંદગી’: આ પ્રથમ પુસ્તક જીવનની દરેક પળને મનભરીને જીવવાની કળા શીખવે છે. તે મનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરીને જિંદગી પ્રત્યે અથાગ પ્રેમ જાગૃત કરે છે તેમજ દરેક ક્ષણને ઉત્સાહ, આનંદ અને આશા સાથે જીવવાની સચોટ ચાવી પૂરી પાડે છે.
‘થિંક આઉટસાઇડ ધ બોક્સ’* (જૂની માન્યતાઓને ‘ડિલીટ’ કરો અને સાચી આઝાદી ‘ઇન્સ્ટોલ’ કરો): આ બીજું પુસ્તક મર્યાદિત વિચારોના ચોકઠામાંથી બહાર નીકળીને સફળતાનાં નવાં શિખરો સર કરવાની પ્રેરણા આપે છે. આજના યુગમાં સ્વતંત્ર, સર્જનાત્મક અને સફળ જીવન જીવવા માટે આપણી વિચારસરણીને કેવી રીતે નવી અને વિરાટ દિશા આપવી, તેનું સચોટ માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે.
‘ધ રિચેસ્ટ મેન ઇન બેબિલોન’* (ખાલી ખિસ્સાને ભરેલું રાખવાની પ્રાચીન અને અજોડ કથા – મૂળ લેખક: જ્યોર્જ એસ. ક્લાસન, ગુજરાતી આલેખન: જિજ્ઞેશ પટેલ): આ ત્રીજું પુસ્તક નાણાકીય સમૃદ્ધિ, આર્થિક શિસ્ત અને સ્થિરતા મેળવવા માટેના પ્રાચીન છતાં અત્યંત વ્યવહારુ નિયમો સમજાવે છે. તે વાચકને આર્થિક રીતે સક્ષમ બનીને આત્મનિર્ભર અને ચિંતામુક્ત જીવન જીવવાનો માર્ગ ચીંધે છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સાહિત્યપ્રેમીઓ અને શ્રોતાઓએ ત્રણેય પુસ્તકોને ખૂબ જ ઉષ્માભેર આવકાર્યાં હતાં.

Related posts

સનાતન ધર્મ તરફથી સમગ્ર વિશ્વને ભારતની ભેટ

viratgujarat

દુબઈ2024 માં તહેવારોની મોસમ

viratgujarat

ફ્લો અમદાવાદ ૧૩ ઓગસ્ટના રોજ ફ્લો બજારનું આયોજન કરશે, જેમાં તહેવારોના અને નવરાત્રીના કલેક્શનનું પ્રદર્શન કરવામાં આવશે.

viratgujarat

Leave a Comment