New Delhi, 2nd September, 2026 — ભારતની રાષ્ટ્ર-નિર્માણ પ્રાથમિકતાઓ અને વિકસિત ભારત 2047 ધ્યેય સાથે સંકલિત નિર્ણાયક પગલામાં અગ્રગણ્ય આરોગ્ય અને સુખાકારી કંપની એમવે ઇન્ડિયાએ આજે ન્યુટ્રિલાઇટ આયુર્વેદના લોન્ચ સાથે આયુર્વેદમાં એક સીમાચિહનરૂપ વ્યૂહાત્મક વિસ્તારની જાહેરાત કરી. છોડ આધારિત, નિવારક આરોગ્ય સંભાળ માટેની વધતી જતી ગ્રાહક માગણી દ્વારા સંચાલિત અને આયુષ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ભારત સરકારની એકધારી એકાગ્રતા દ્વારા સમર્થિત કંપનીએ પોર્ટફોલિયો હેઠળ નવ નવી આયુર્વેદ નવીનતાઓનું અનાવરણ કર્યું છે અને આગામી બે વર્ષમાં ન્યુટ્રિલાઇટ આયુર્વેદને INR 100 કરોડની શ્રેણી સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલાં, ન્યુટ્રિસર્ટ- પ્રમાણિત ખેતરોમાંથી જવાબદારીપૂર્વક મેળવેલાં આયુર્વેદિક વનસ્પતિશાસ્ત્રનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલાં આ ઉત્પાદનો તામિલનાડુમાં એમવેના અત્યાધુનિક એકમમાં ઉત્પાદિત થાય છે.
આ લોન્ચ એમવે ઇન્ડિયાના વેલનેસ પોર્ટફોલિયોના વિસ્તરણ કરતાં પણ વધુ વિશેષ કરે છે. તે ભારતમાં આયુર્વેદની આસપાસ વ્યાપક આર્થિક મૂલ્ય શૃંખલામાં યોગદાન આપવાની તક છે. જવાબદારીપૂર્વક મેળવેલા વનસ્પતિશાસ્ત્ર અને સ્થાનિક કૃષિથી લઈને ઉત્પાદન, વૈજ્ઞાનિક સંશોધન, નવીનતા અને રોજગાર સુધી ન્યુટ્રિલાઇટની 90 વર્ષથી વધુની વનસ્પતિ વિજ્ઞાન કુશળતાને એક દાયકાની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓ સાથે જોડીને એમવે ઇન્ડિયા આયુર્વેદના સમયની કસોટીમાં પાર ઊતરેલા વિવેકવિચારને આધુનિક વૈજ્ઞાનિક માન્યતા સાથે જોડે છે અને એક સુખાકારી પ્રસ્તાવ બનાવે છે, જે ભારત માટે મેડ ઇન ઇન્ડિયા છે, જે ભારતના પરંપરાગત વેલનેસને વિશ્વમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
લોન્ચ સમયે મિડિયા સાથે વાત કરતાં એમવે ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રજનીશ ચોપરાએ જણાવ્યું હતું કે, “ભારત પરંપરાગત વેલનેસમાં નોંધપાત્ર પરિવર્તન જોઈ રહ્યો છે, જે ભારત સરકારની આયુષ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને દેશના સ્વાસ્થ્ય અને વેલનેસના અભિન્ન ભાગ તરીકે આયુર્વેદને આગળ વધારવા પરના દૂરંદેશી ધ્યાન દ્વારા પ્રેરિત છે, જે ભારતમાં આયુર્વેદના વિકાસ અને વૈશ્વિક મંચ પર વધુ સુસંગતતા મેળવવા માટે એક મજબૂત પાયો બનાવી રહી છે. ઉપરાંત ભારત આયુર્વેદ- આગેવાની હેઠળની નવીનતા અને ઉત્પાદનમાં તેની ક્ષમતાઓને મજબૂત બનાવે છે તેમ આ વધતી જતી ઇકોસિસ્ટમમાં નવી આર્થિક તકો ઊભી કરવાની, ભારતની ક્ષમતાઓને મજબૂત બનાવવાની અને પરંપરાગત વેલનેસ માટે વૈશ્વિક સ્તરે સંબંધિત કેન્દ્ર તરીકે તેના ઉદભવને ટેકો આપવાની ક્ષમતા છે. આ ગતિ એમવે ઇન્ડિયાના વિકાસના આગામી પ્રકરણ અને વિકસિત ભારત 2047ના ભારતના વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપવાની અમારી મહત્ત્વાકાંક્ષા સાથે એકીકૃત રીતે સંરેખિત થાય છે. આયુર્વેદની અપાર સંભાવનામાં અમારા વિશ્વાસને પ્રતિબિંબિત કરીને અમે આગામી બે વર્ષમાં ન્યુટ્રિલાઇટ આયુર્વેદને INR 100 કરોડ શ્રેણીમાં પહોંચાડવાનું લક્ષ્ય રાખીએ છીએ. ન્યુટ્રિલાઇટના વનસ્પતિ વિજ્ઞાન વારસા અને વૈજ્ઞાનિક માન્યતાના 90 વર્ષથી વધુના પોષણમાં અમારી ઊંડી કુશળતા સાથે એમવે ઇન્ડિયા અનન્ય રીતે “આજના ગ્રાહકો આયુર્વેદને રોજિંદી વેલનેસ પસંદગી તરીકે વધુ ને વધુ અપનાવી રહ્યા છે, પરંતુ તેઓ આધુનિક વેલનેસ ઉત્પાદનો પાસેથી અપેક્ષા રાખેલી પારદર્શિતા, સુસંગતતા અને વૈજ્ઞાનિક માન્યતા પણ શોધે છે. ન્યુટ્રિલાઇટમાં અમે માનીએ છીએ કે અમે જે ઓફર કરીએ છીએ તેના કેન્દ્રમાં વિશ્વાસ છે. ન્યુટ્રિલાઇટ આયુર્વેદ માટે દરેક ઔષધિ પાછળ એક વાર્તા હોય છે. અમે ખાતરી કરીએ છીએ કે તે સાચું છે. એક વચન કરતાં વિશેષ છે. તે ગ્રાહકોને ઓફર કરવામાં આવતી દરેક વનસ્પતિની ગુણવત્તા અને ટ્રેસેબિલિટી સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેથી તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે આયુર્વેદને સ્વીકારી શકે,” એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રથમ તબક્કામાં ત્રણ આયુર્વેદ ફોર્મ્યુલેશન રજૂ કરવામાં આવશેઃ કલામેઘ, જે સ્વસ્થ યકૃત કાર્યને ટેકો આપવા માટે રચાયું છે; શિગ્રુ (મોરિંગા), જે વધારાની ચરબી જમાવટ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે; અને વૃક્ષમલા (ગાર્સિનિયા), જેનો હેતુ ચયાપચય અને તૃપ્તિમાં સુધારો કરવાનો છે.
આજના ગ્રાહકો આરોગ્ય અને સુખાકારી માટે પ્રતિક્રિયાશીલથી સક્રિય અભિગમ તરફ વળ્યા છે અને ઘટકોના સોર્સિંગ, અસરકારકતા અને અધિકૃતિ અંગે સંપૂર્ણ પારદર્શિતાની માગણી કરે છે. આ પોર્ટફોલિયોના કેન્દ્રમાં ન્યુટ્રિલાઇટ છે, જે 90 વર્ષથી વધુ સમયથી પ્રકૃતિ અને વિજ્ઞાનના શ્રેષ્ઠ તત્ત્વોને એકસાથે લાવી છે. ન્યુટ્રિલાઇટ આયુર્વેદ સાથે આ વારસો શ્રેણીમાં એક મહત્ત્વપૂર્ણ ખાલી જગ્યાને પૂરવા માટે આયુર્વેદના સમયની કસોટીમાં પાર ઊતરેલા વિવેકવિચારને પૂર્ણ કરે છે: વધુ વિશ્વાસ, પારદર્શિતા અને વિશ્વસનીયતાની વધતી જતી જરૂરિયાત.
આ પોર્ટફોલિયો ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલા ન્યુટ્રિસર્ટ- પ્રમાણિત ખેતરોમાંથી જવાબદારીપૂર્વક મેળવેલા અધિકૃત આયુર્વેદિક વનસ્પતિઓ પર બનેલો છે, જે ટકાઉ કૃષિ અને જવાબદાર સોર્સિંગ પ્રત્યે ન્યુટ્રિલાઇટની સ્થાયી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ન્યુટ્રિલાઇટની R&D કુશળતા અને વૈજ્ઞાનિક માન્યતા દ્વારા સમર્થિત દરેક ફોર્મ્યુલેશન ન્યુટ્રિલાઇટની કઠોર ગુણવત્તા પ્રક્રિયાઓ દ્વારા સમર્થિત છે, જેમાં DNA ફિંગરપ્રિન્ટિંગ, એક્ટિવનો સમાવેશ થાય છે.
ઘટકોનું પરીક્ષણ અને બીજ-થી-પૂરક ટ્રેસેબિલિટી, પ્રામાણિકતા, સુસંગતતા અને પારદર્શિતા પ્રદાન કરે છે. ઉત્પાદનો દૂષકો, ભારે ધાતુઓ, માઇક્રોબાયોલોજિકલ સલામતી અને મુખ્ય માર્કર સંયોજનોની સુસંગતતા માટે વ્યાપક, બહુ- પગલાં પરીક્ષણમાંથી પણ પસાર થાય છે, જે ન્યુટ્રિલાઇટ પાસેથી ગ્રાહકો અપેક્ષા રાખે છે તે ગુણવત્તા, પ્રામાણિકતા અને સુસંગતતા પ્રદાન કરવા માટે મૂળભૂત નિયમનકારી આવશ્યકતાઓથી આગળ વધે છે.
પોર્ટફોલિયોમાં આયુષ- રજિસ્ટર્ડ ફોર્મ્યુલેશનનો પણ સમાવેશ થાય છે, જે ગ્રાહકોને તેઓ જે પસંદ કરે છે તેની ગુણવત્તા અને પ્રામાણિકતામાં વધુ વિશ્વાસ આપે છે ત્યારે લાગુ નિયમનકારી માળખા અનુસાર ઉત્પાદનો વિકસાવવા માટે એમવે ઇન્ડિયાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
આ લોન્ચ કંપની દ્વારા શ્રેણીમાં ન્યુટ્રિલાઇટ ચ્યવનપ્રાશના અગાઉના પરિચય પર આધારિત છે. ન્યુટ્રિલાઇટ આયુર્વેદ એ જ કઠોર, વિજ્ઞાન- સમર્થિત અભિગમ દ્વારા સમય- સન્માનિત આયુર્વેદિક ફોર્મ્યુલેશનને માન્ય કરવાના વિચાર પર બની છે, જેણે દાયકાઓથી ન્યુટ્રિલાઇટને વ્યાખ્યાયિત કર્યું છે. ₹449/-, ₹651/- અને ₹449/-ની MRP પર કિંમત ધરાવતા, કલામેઘ, શિગ્રુ અને વૃક્ષમલા 8 સપ્ટેમ્બર 2026થી એમવે દ્વારા અધિકૃત તમામ ચેનલો પર એમવે બિઝનેસ માલિકો/વિતરકો, એમવે સ્ટોર્સ અને www.amway.in પર ઉપલબ્ધ થશે.
