અમદાવાદ, 07 સપ્ટેમ્બર, 2026: રેન્ટોમોજો લિમિટેડ (The “Company”) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલશે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 384થી રૂ. 404 નક્કી કરવામાં આવ્યો છે. (“Price Band”). બિડ્સ લઘુતમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 37 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (“Minimum Bid Lot”). એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026ના રોજ રહેશે. બિડ/ઓફર બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે.
ઓફરમાં રૂ. 1,500 મિલિયન (રૂ. 150 કરોડ) સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) અને 2,73,65,529 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (“Offer for Sale” and collectively with the Fresh Issue, the “Offer”) નો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 1 છે.
કંપની ફ્રેશ ઇશ્યૂથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ
- કંપની દ્વારા મેળવવામાં આવેલા કેટલાક બાકી ઋણ અને તેના પરના વ્યાજની સંપૂર્ણ કે અંશતઃ પુનઃચુકવણી અથવા પૂર્વચુકવણી માટે
- કંપનીના વેરહાઉસીસ તથા એક્સપિરિયન્સ સ્ટોર્સ માટેની લીઝ રેન્ટલ/લાયસન્સ ફીની ચુકવણી માટે અને
- સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સને સ્ટોક એક્સચેન્જીસ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે.
મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી) આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 32(1) સાથે વાંચીને કરવામાં આવી રહી છે. આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs” અને આવો હિસ્સો “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (“Anchor Investor Portion”), જે પૈકી એન્કર ઇન્વેસ્ટર હિસ્સાનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશેઃ (એ) 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (બી) 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ તેમના તરફથી પ્રાપ્ત થઈ હોય (“Anchor Investor Allocation Price”). એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) (the “Net QIB Portion”).
આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા કરતાં ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ હિસ્સામાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે.
ઉપરાંત, નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા શેર સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.2 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે અને (2) બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે, એ શરતે કે આ બે સબ-કેટેગરીઝમાંથી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
આ ઉપરાંત, ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. વધુમાં, એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે, એ શરતે કે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
તમામ બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને બાદ કરતાં) માટે Application Supported by Blocked Amount (“ASBA”) પ્રક્રિયા દ્વારા અરજી કરવી ફરજિયાત રહેશે. આ માટે તેમણે તેમના ASBA ખાતાની વિગતો તથા યુપીઆઈ મારફતે અરજી કરનારોએ પોતાના યુપીઆઈ આઈડીની વિગતો (અહીં જણાવ્યા મુજબ) આપવાની રહેશે. ત્યારબાદ નેટ ઓફરમાં ભાગ લેવા માટે સંબંધિત બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં ભાગ લેવાની મંજૂરી નથી.
