Virat Gujarat
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

ગોબલજ ચીટ ફંડ સ્કેમના 23 વર્ષ જૂના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી પીડિતોને ન્યાય અપાવવાની કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિની માંગ

અમદાવાદ, ગુજરાત | ૧૧મી જુલાઈ ૨૦૨૬ | કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણ અનંતરાય ભટ્ટ દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડા જિલ્લાના ગોબલજ ગામ ખાતે વર્ષ 2003 દરમિયાન “વોટર પાર્ક”ના નામે ચલાવવામાં આવેલી મની સર્ક્યુલેશન/ચીટ ફંડ યોજનાના 23 વર્ષથી લંબિત કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને લાખો પરિવારોને ન્યાય અપાવવાની રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

શ્રી ભટ્ટે જણાવ્યું હતું કે આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 4,5 0,000થી વધુ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની મરણ મૂડી એકત્રિત કરીને વિશાળ આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હતી. તે સમયની અંદાજિત રકમ આશરે રૂ. 14 કરોડ જેટલી હતી, જેનું આજના મૂલ્યે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે અંદાજિત મૂલ્ય રૂ. 150 કરોડથી વધુ થાય છે.

તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી અને આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહની ધરપકડ કરીને તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીની પત્ની, માતા તથા સાળી સહિત પરિવારના સભ્યો લોકોનો વિશ્વાસ જીતવા માટે યોજનાઓના કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાયેલા હોવાના મુદ્દાઓ પણ સામે આવ્યા હતા અને તે સંબંધિત નિવેદનો તપાસ એજન્સીએ નોંધ્યા હતા.

શ્રી ભટ્ટે જણાવ્યું કે કેસ દાખલ થયાને આજે 23 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી અંતિમ ચુકાદો આવ્યો નથી. વારંવાર મુદતો પડવાને કારણે અનેક પીડિતો અવસાન પામ્યા છે, જ્યારે તેમના વારસદારોને પણ ઘણી વખત તેમના પરિવારજનોના રોકાણ અંગે જાણકારી નથી. ન્યાયમાં થઈ રહેલા અસહ્ય વિલંબને કારણે પીડિત પરિવારોમાં ભારે નિરાશા અને અસંતોષ વ્યાપ્યો છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે આવા લાંબા સમય સુધી ચાલતા કેસોથી આરોપીઓમાં કાયદાનો ભય પણ ઘટી રહ્યો છે અને ન્યાય વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેથી રાજ્ય સરકારે આ કેસને વિશેષ પ્રાથમિકતા આપી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દૈનિક ધોરણે સુનાવણી શરૂ કરવી જોઈએ.

કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિએ રાજ્ય સરકાર સમક્ષ નીચેની મુખ્ય માંગણીઓ કરી છે:

  1. ગોબલજ મની સર્ક્યુલેશન/ચીટ ફંડ સ્કેમના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સ્થાનાંતરિત કરીને દૈનિક સુનાવણી હાથ ધરવામાં આવે.
  2. પીડિત રોકાણકારોને તેમની મરણ મૂડી પરત અપાવવા કાયદેસરની કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવામાં આવે.
  3. રાજ્યમાં મની સર્ક્યુલેશન, ચીટ ફંડ અને આર્થિક છેતરપિંડીના અન્ય તમામ લાંબા સમયથી પેન્ડિંગ કેસોની વિશેષ સમીક્ષા કરીને ઝડપી નિકાલ માટે રાજ્ય સ્તરે અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવે.

શ્રી પ્રવીણ ભટ્ટે જણાવ્યું કે આ કેસ માત્ર એક ફોજદારી કેસ નથી, પરંતુ હજારો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના જીવનભરના પરિશ્રમ અને વિશ્વાસ સાથે જોડાયેલો મુદ્દો છે. પીડિતોને સમયસર ન્યાય મળે અને તેમની મહેનતની મૂડી પરત મળે તે માટે કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિ આગામી સમયમાં પણ કાયદેસર અને લોકશાહી માર્ગે સતત લડત ચાલુ રાખશે.

કેસની વિગતો:

– કોર્ટ કેસ નં.: 101090/2003

– કોર્ટ: ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, ધી કાંટા, અમદાવાદ

– આરોપી: દક્ષેશ મહેન્દ્ર શાહ

– લાગુ કલમો: IPC કલમ 120(B), 406, 420 તથા પ્રાઈઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ (બેનિંગ) એક્ટ, 1978ની કલમ 3, 4 અને 5

– ફરિયાદી: રાજ્ય સરકાર તથા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ

== સમાપ્ત ==

Related posts

રામચરિત માનસમાં નવ પ્રકારના ગૃહનું વર્ણન છે.

viratgujarat

1.50 લાખથી વધુ ગ્રાહકો કરી રહ્યા છે ‘MGVCL Smart Meter’ એપનો ઉપયોગ

viratgujarat

“India’s Got Nova”, સમુદાય-કેન્દ્રિત અનોખું ફોર્મેટ જેમાં સમય રૈના અને રાજીવ મખની સામેલ; ઉદ્યોગમાં પ્રથમ ઓપન રિવ્યૂ પ્રોગ્રામને આગળ વધારે છે

viratgujarat

Leave a Comment